નવેમ્બર 27, 2024 7:15 પી એમ(PM)
10
રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામનારા રાજ્યના ૫૬ પ્રતિભાવાન ખેલાડીઓને ૧ કરોડ ૮૮ લાખથી વધુના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા
રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામનારા રાજ્યના ૫૬ પ્રતિભાવાન ખેલાડીઓને ૧ કરોડ ૮૮ લાખથી વધુના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર પ્રતિભાવાન ખેલાડીઓ પણ ઉભા કરશે અને તે ખેલાડીઓ માટે પૂરતા અવસર પણ ઉભા કરશે. જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગ સ્પર્ધામાં એક ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ હાંસલ કરનાર આર્યન નહેરાને સૌથી વધુ એક કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો. આજે રાજ્ય રમત-ગમત ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે, ...