જૂન 27, 2025 3:03 પી એમ(PM)

views 37

સાબરકાંઠામાં પણ આજે ઈડર, ખેડબ્રહ્મા, ગઢડા શામળાજી અને હિમ્મતનગરમાં રથયાત્રા યોજાઈ રહી છે.

સાબરકાંઠામાં પણ આજે ઈડર, ખેડબ્રહ્મા, ગઢડા શામળાજી અને હિમ્મતનગરમાં રથયાત્રા યોજાઈ રહી છે. અરવલ્લીમાં મોડાસા બાલકદાસજી મંદિરેથી રથયાત્રાનો પ્રારંભ થયો. ભગવાન શામળિયાને ચાંદીના રથમાં બિરાજમાન કરાવાયા છે. આણંદમાં આજે પેટલાદ, આણંદ-વિદ્યાનગર સહિતના સ્થળોએ રથયાત્રાનું આયોજન કરાયું છે. પાટણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ભગવાનની ત્રણેય મૂર્તિઓને જય રણછોડના નાદ સાથે બપોરે 12 ને 39 કલાકે શુભ મુહૂર્તે મંદિરમાંથી બહાર લાવી ત્રણેય રથમાં સ્થાપિત કરવામાં આવી.

જૂન 27, 2025 2:58 પી એમ(PM)

views 18

રથયાત્રા સરસપુર પહોંચીએ અગાઉ આજે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની 148-મી રથયાત્રા શરૂ થઈ હતી.

રથયાત્રા સરસપુર પહોંચીએ અગાઉ આજે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની 148-મી રથયાત્રા શરૂ થઈ હતી. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમાલપુર જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ભાગ લીધો. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યાં. સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંદિરમાં સોનાની સાવરણીથી માર્ગની સફાઈ એટલે કે, પહિંદ વિધિ કરીને મુખ્યમંત્રીએ ભગવાનનો રથ ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. દરમિયાન શ્રી પટેલે રથયાત્રા કોમી એખલાસનું પ્રતિક બની હોવાનું જ...

જૂન 27, 2025 2:55 પી એમ(PM)

views 15

અમદાવાદના પરંપરાગત માર્ગો પર જય જગન્નાથના જયઘોષ સાથે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા ભ્રમણ કરી રહી છે.

અમદાવાદના પરંપરાગત માર્ગો પર જય જગન્નાથના જયઘોષ સાથે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા ભ્રમણ કરી રહી છે. બપોરે બે વાગ્યાના ટકોરે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્રના રથ મોસાળ સરસપુર પહોંચ્યા હતા. ભગવાન જગન્નાથને ઉત્સાહ અને આદરપૂર્વક આવકારીને મોસાળમાં તેમનુ સામૈયું કરાયું. સરસપુરમાં રણછોડરાય મંદિરમાં તેમનું સામૈયુ કરીને આરતી ઉતારીને તેમનું પરંપરાગત મોસાળું કરાયું હતું. ભજનમંડળીઓ અને વૈવિધ્યસભર ફ્લોટના નિદર્શન સાથે રથયાત્રા સરસપુર પહોંચ્યા બાદ, હવે સરસપુરમાં ભગવાન મામાને મળીને થોડી વાર માટે આ...

જુલાઇ 1, 2024 3:37 પી એમ(PM)

views 36

અમદાવાદ શહેરમાં રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ

અમદાવાદ શહેરમાં આગામી સાત જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને ધ્યાનમાં રાખી શહેર પોલીસ સુરક્ષાને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે શહેરના સંવેદનશીલ વિસ્તારોના તમામ અધિકારીઓને સાથે રાખી રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજી હતી