નવેમ્બર 9, 2024 10:33 એ એમ (AM)

views 13

રતન ટાટાની ચિરવિદાયને એક મહિનો થયો, તેમની ગેરહાજરી માત્ર રાષ્ટ્રમાં જ નહીં પરંતુ વિશ્વમાં વર્તાય છે : મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, સાચું નેતૃત્વ માત્ર વ્યક્તિની સિદ્ધિઓથી નહીં પરંતુ સૌથી વધુ નબળા લોકોની સંભાળ રાખવાની ક્ષમતા દ્વારા મપાય છે તે બાબત ઉદ્યોગપતિ અને પરોપકારી રતન ટાટાનુ જીવન યાદ અપાવે છે. એક રાષ્ટ્રીય દૈનિકમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, રતન ટાટાની ચિરવિદાયને એક મહિનો થઈ ગયો છે પરંતુ તેમની ગેરહાજરી માત્ર રાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સમાજના દરેક વર્ગમાં ઊંડે ઉંડે અનુભવાય છે. પ્રધાનમંત્રી કહ્યું કે, રતન ટાટાએ જે જીવનને સ્પર્શ્યું હતું અને જે સપનાઓને તેમણે ...

ઓક્ટોબર 10, 2024 8:09 પી એમ(PM)

views 14

પ્રખ્યાત ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ રતન ટાટાના અંતિમ સંસ્કાર મુંબઈના વરલી સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા છે

પ્રખ્યાત ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ રતન ટાટાના અંતિમ સંસ્કાર મુંબઈના વરલી સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે મુંબઈની એક હોસ્પિટલમાં 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લેનારા રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ અને પીયૂષ ગોયલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત અનેક ટોચના રાજકીય નેતાઓ અને ઉદ્યોગજગત સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં સ્મશાનગૃહમાં પહોંચ્યા હતા.. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગુજરાત...

ઓક્ટોબર 10, 2024 2:21 પી એમ(PM)

views 9

સુપ્રસિધ્ધ ઉદ્યોગપતિ અને દાનવીર રતન ટાટાનું ગઇકાલે રાત્રે મુંબઇમાં અવસાન થયું

સુપ્રસિધ્ધ ઉદ્યોગપતિ અને દાનવીર રતન ટાટાનું ગઇકાલે રાત્રે મુંબઇમાં અવસાન થયું હતું. તેઓ 86 વર્ષનાં હતા. તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા રતન ટાટાના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે નરીમાન પોઇન્ટમાં એન.સી.પી.એ. લોન ખાતે મૂકવામાં આવ્યું છે. આજે સાંજે સાડા ચાર વાગે મુંબઈના વર્લી સ્મશાન ગૃહ ખાતે રાજકીય સન્માન સાથે સ્વર્ગસ્થ ટાટાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે સ્વર્ગસ્થ રતન ટાટાના માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ, દ્રૌપદી મુર્મુ, ઉપર...

ઓક્ટોબર 10, 2024 8:41 એ એમ (AM)

views 14

પીઢ ઉદ્યોગપતિ અને દાતા રતન ટાટાનું મુંબઇમાં નિધન

સુપ્રસિધ્ધ પીઢ ઉદ્યોગપતિ અને દાતા રતન ટાટાનું ગઇ કાલે રાત્રે મુંબઇમાં અવસાન થયું હતું. તેઓ 86 વર્ષનાં હતા. તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને ગંભીર સ્થિતિમાં હતા. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે એક નિવેદનમાં રતન ટાટાનાં અવસાનની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, ઉત્કૃષ્ટતા, નિષ્ઠા અને નવીનીકરણ પ્રત્યેની અતૂટ પ્રતિબધ્ધતા સાથે રતન ટાટાનાં નેતૃત્વમાં ટાટા જૂથે તેની વૈશ્વિક ઉપસ્થિતિનું વિસ્તરણ કર્યું અને હંમેશા પોતાનાં નૈતિક દાયરા પ્રત્યે નિષ્ઠાવાન રહ્યા. તેમનાં પરિવાર...