માર્ચ 17, 2025 7:08 પી એમ(PM) માર્ચ 17, 2025 7:08 પી એમ(PM)

views 43

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં 3 હજાર 15 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઇ

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં 3 હજાર 15 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઇ છે. જે ગયા વર્ષની સરખામણીએ 700 કરોડ રૂપિયા વધુ છે. આ યોજના હેઠળ વર્ષ 2024-25માં 16 લાખથી વધુ મહિલાઓને 2 હજાર 100 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય ચૂકવાઈ છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019માં આ યોજના હેઠળ વિધવા મહિલાઓને આપવામાં આવતી માસિક આર્થિક સહાય વધારીને 1 હજાર 250 રૂપિયા કરવામાં આવી હતી, તેમજ આ રકમ લાભાર્થી મહિલાઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

જુલાઇ 22, 2024 7:30 પી એમ(PM) જુલાઇ 22, 2024 7:30 પી એમ(PM)

views 5

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ અત્યાર સુધીમાં બે કરોડ 28 લાખથી વધુ કારીગરોની નોંધણી કરવામાં આવી

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ અત્યાર સુધીમાં બે કરોડ 28 લાખથી વધુ કારીગરોની નોંધણી કરવામાં આવી છે.જેમાં પાંચ લાખ 42 હજાર 222 મહિલાઓ સહિત 13 લાખ 94 હજારથી વધુ લાભાર્થીઓની સફળતાપૂર્વક નોંધણી કરવામાં આવી છે. ઉદ્યોગ સાહસિકતા રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ આજે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, દેશભરમાં કુલ પાંચ લાખ ત્રણ હજાર 161 ઉમેદવારોને પાયાની તાલીમ આપવામાં આવી છે, જેમાંથી બે લાખ 74 હજાર 703 મહિલાઓ છે.. શ્રી ચૌધરીએ એ જણાવ્યું કે, કર્ણાટકમાંથી સૌથી વધુ એક લાખ નવ હજારથી વધુ ઉમેદવારોને મૂળભૂત કૌશલ્...