જાન્યુઆરી 10, 2025 10:33 એ એમ (AM) જાન્યુઆરી 10, 2025 10:33 એ એમ (AM)

views 10

13 મીથી મહાકુંભનો પ્રારંભ થશે, મુખ્યમંત્રી યોગી આકાશવાણીની કુંભવાણી ચેનલને લૉન્ચ કરશે

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે આગામી તા. ૧૩મી જાન્યુઆરીથી મહાકુંભ ૨૦૨૫નો પ્રારંભ થશે. આ મહાકુંભનો મેળો તા. ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ભવ્ય કાર્યક્રમ પોષ પૂર્ણિમાના પવિત્ર અમૃત સ્નાનથી શરૂ થશે અને મહાશિવરાત્રીના દિવસે મહાકુંભ ૨૦૨૫ના છેલ્લા અમૃત સ્નાન સાથે સમાપ્ત થશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે, આ વર્ષે અંદાજીત ૪૦ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આ મહાકુંભમાં સહભાગી થશે. આ અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહાકુંભ 2025 ને સમર્પિત આકાશવાણીની કુંભવાણી ચેનલને પણ લોન્ચ કરશે. માહિતી અન...

ડિસેમ્બર 2, 2024 10:56 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:56 એ એમ (AM)

views 6

પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કરાયો

ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કર્યો છે. નવનિર્મિત જિલ્લો મહાકુંભ મેળા તરીકે ઓળખાશે. આગામી કુંભ મેળાના સંચાલન અને વહીવટને સુવ્યવસ્થિત કરવા આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયનો ઉદ્દેશ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી  યોગી આદિત્યનાથે માઘ મેળા 2024 દરમિયાન વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મહાકુંભનો મેળો દર 12 વર્ષે એકવાર યોજાય છે, તે પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીએ શરૂ થશે અને 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. ભારતીય સંસ્કૃતિના સંવર્ધનમાં મહાકુંભ એક સીમાચિહ...