ફેબ્રુવારી 18, 2025 7:05 પી એમ(PM)

views 9

યુક્રેન યુદ્ધનો અંત લાવવાના ઉદ્દેશ્યથી આજે સાઉદી અરેબિયાના રિયાધમાં અમેરિકા અને રશિયા વચ્ચે સંવાદ થયો

યુક્રેન યુદ્ધનો અંત લાવવાના ઉદ્દેશ્યથી આજે સાઉદી અરેબિયાના રિયાધમાં અમેરિકા અને રશિયા વચ્ચે સંવાદ થયો. રશિયાના વિદેશ મંત્રી  સેરગેઈ લવરોવ અને પુતિનના વરિષ્ઠ સહાયક યુરીઉષાકોવે યુએસ વિદેશ સચિવ, માર્કો રુબિયો, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વોલ્ટ્ઝ અને પશ્ચિમ એશિયાના રાજદૂત સ્ટીવ વિટકોફ સાથે ચર્ચા કરી હતી. આ વાટાઘાટોનો હેતુ યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે સંભવિત શાંતિ કરાર પર પ્રથમ આદાનપ્રદાનનો માર્ગ મોકળો કરવાનો છે. જોકે, યુક્રેન અને યુરોપિયન નેતાઓને વાટાઘાટોમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. યુક્રેનન...

ફેબ્રુવારી 17, 2025 2:19 પી એમ(PM)

views 9

યુક્રેનમાં કાયમી શાંતિ લાવવામાં મદદ કરવા માટે જર્મનીના મ્યુનિકમાં ગ્રુપ ઓફ સેવન-G7 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઇ

યુક્રેનમાં કાયમી શાંતિ લાવવામાં મદદ કરવા માટે જર્મનીના મ્યુનિકમાં ગ્રુપ ઓફ સેવન-G7 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઇ. આ બેઠકમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને અમેરિકા ઉપરાંત યુરોપિયન યુનિયનના બનેલા G7 મંત્રીઓએ શાંતિ માટે સાથે મળીને કામ કરવાનું વચન આપ્યું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પદ સંભાળ્યા પછી G7 વિદેશ મંત્રીઓની આ પ્રથમ બેઠક હતી. યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહા પણ બેઠકમાં જોડાયા હતા.