સપ્ટેમ્બર 9, 2024 2:59 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 2:59 પી એમ(PM)

views 6

યુએસ ઓપન ટેનિસમાં ઇટાલીનાં યેનિક સિનરે વર્ષનું બીજું ગ્રાન્ડ સ્લેમ જીત્યું

યુએસ ઓપન ટેનિસમાં ઇટાલીનાં યેનિક સિનરે અમેરિકાનાં ટેલર ફ્રિટ્ઝને 6–3, 6–4, 7–5થી હરાવી વર્ષનું બીજું ગ્રાન્ડ સ્લેમ જીત્યું છે અને યુએસ ઓપનનો ખિતાબ જીતનાર પ્રથમ ઈટાલિયન ખેલાડી બનીને ઈતિહાસ રચ્યો છે. અગાઉ આ વર્ષનાં પ્રારંભમાં સિનર ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા હતા. આ સિઝનમાં સિનરનું આ છઠ્ઠું અને કારકિર્દીનું 55મું ટાઇટલ છે, જેનાથી રેન્કિંગમાં તેની ટોચની સ્થિતિ વધુ મજબૂત બની છે.