માર્ચ 21, 2025 6:28 પી એમ(PM) માર્ચ 21, 2025 6:28 પી એમ(PM)

views 4

સોમનાથના માઢવાડ બંદરે દરિયામાં ડૂબી જતાં બે બાળકો મોત થયા

સોમનાથના માઢવાડ બંદરે દરિયામાં ડૂબી જતાં બે બાળકો મોત થયા હતા. બંને બાળકો શાળાએથી છૂટી દરિયામાં થરમોકોલ ઉપર બેસી રમતા હતા તે દરમિયાન પવન તેજ હોવાના કારણે બંને બાળકો દરિયામાં ડૂબ્યાં હતા. ગામના માછીમાર યુવાનોએ માછલી પકડવાની જાળથી બાળકોની શોધખોળ હાથ ધરી હતી.જેમાં એકપછી એક એમ બંને બાળકોના મૃતદેહ ફસાતા બહાર કઢાયા હતા.

ઓક્ટોબર 23, 2024 7:24 પી એમ(PM) ઓક્ટોબર 23, 2024 7:24 પી એમ(PM)

views 3

પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના ખારોઇ ગામે આજે બપોરે નર્મદા કેનાલમાં પિતા-પુત્રના ડુબી જવાથી મોત નીપજ્યાં

પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના ખારોઇ ગામે આજે બપોરે નર્મદા કેનાલમાં પિતા-પુત્રના ડુબી જવાથી મોત નીપજ્યાં છે. અમારા કચ્છના પ્રતિનિધિ રામજી મેરિયા જણાવે છે કે આજે બપોરે ખેતરમાંથી પરત ફરતાં પુત્રને તરસ લાગતાં તે કેનાલમાં પાણી પીવા ઉતર્યો હતો, અને પગ લપસતા કેનાલમાં તણાયો હતો. તેને બચાવવા જતાં તેમના પિતા પણ પાણીના પ્રવાહમાં ખેંચાઇ જતાં બંને ડુબી ગયા હતા.. ગામની આસપાસના લોકોને ખબર પડતાં તેમને બંનેને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. પિતા-પુત્રને બહાર કાઢી ભચાઉ સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં બંનેને મૃત જ...