સપ્ટેમ્બર 24, 2024 11:18 એ એમ (AM) સપ્ટેમ્બર 24, 2024 11:18 એ એમ (AM)

views 7

રાજ્યની ત્રણ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત 255 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા

રાજ્યની ત્રણ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત 255 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ત્રણ મહાનગરપાલિકાનાં કામો માટે આ મંજૂરી આપી છે, જે અંતર્ગત ગાંધીનગર મહાનગર પાલિકાને 12 કરોડ 84 લાખ રૂપિયા, રાજકોટ મહાનગરપાલિકાને 60 કરોડ 72 લાખ રૂપિયા, તથા સુરત મહાનગરપાલિકાને 181 કરોડ 50 લાખ રૂપિયાની રકમ મંજૂર કરાઇ છે. ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ નવા રોડ બનાવવા અને હયાત માર્ગોની સુધારણા સહિતના કામો માટે રાજ્ય સર...

સપ્ટેમ્બર 21, 2024 10:35 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2024 10:35 એ એમ (AM)

views 11

‘આપ’ ના વરિષ્ઠ નેતા આતિશી આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

આમ આદમી પાર્ટી- 'આપ'ના વરિષ્ઠ નેતા આતિશી આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આમ આદમી પાર્ટી-'આપ'ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ચાલી રહેલા લિકર કેસમાં લાંબો સમય સુધી જેલમાં રહ્યા હતા. કોર્ટના શરતી આદેશ બાદ અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે. જેમાં કોર્ટની શરતો મુજબ અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં પ્રવેશી શકશે નહીં. જેના કારણે અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યું હતું. અરવિંદ કેજરીવાલના રાજીનામાં બાદ 'આપ'ના મોવડીમંડળ દ્વારા આતિશીને દિલ્હીના નવા મ...

સપ્ટેમ્બર 20, 2024 7:21 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2024 7:21 પી એમ(PM)

views 5

અમરેલીને 292 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપતા મુખ્યમંત્રીએ સહિયારા પ્રયાસોથી ગુણવત્તાલક્ષી વિકાસ કાર્યો કરવા પર ભાર મૂક્યો

અમરેલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસના કાર્યોને ગુણવત્તાલક્ષી બનાવવા પર ભાર મૂકયો હતો.અમરેલીમાં ૨૯૨ કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોના મુખ્યમંત્રીએ કરેલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગના ઉદઘાટન દરમિયાન તેમણે અમરેલીને ૪૨.૪૮ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બસપોર્ટને પણ મુખ્યમંત્રીએ ખુલ્લુ મુક્યુ હતું.. આ ઉપરાંત રૂ.૨૫ કરોડના ખર્ચે રાજમહેલના નવીનીકરણની પણ મુખ્યમંત્રીએ ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં સ્વચ્છાગ્રહને જીવનનો સ્વભાવ બનાવી ગામ-નગર સાથે રાજ્યને સ્વચ્છ અને સુંદર બ...

સપ્ટેમ્બર 20, 2024 3:20 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2024 3:20 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી ખાતેથી ૨૯૨ કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી ખાતેથી ૨૯૨ કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ. અમરેલીને ૪૨.૪૮ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બસપોર્ટની અને ૨૫ કરોડ રૂપિયાના ખર્ચે રાજમહેલના નવીનીકરણની પણ મુખ્યમંત્રીએ ભેટ આપી હતી. જેમા રાજ્ય સરકાર દ્વારા ૨૭ કરોડ રૂપિયાના ખર્ચે નાવલી નદી પર રિવરફ્રન્ટ, સાંસ બંદર પર ૭૫ કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ, આંબરડી પાર્કને વિકસાવવા ૨૭ કરોડ રૂપિયા, લાઠી સિવિલ હોસ્પિટલ માટે ૫૦ કરોડ, જિલ્લાકક્ષાના સ્પોર્ટ્સ સંકૂલના પ્રથમ તબક્કા માટે ૧૩ કરો...

સપ્ટેમ્બર 18, 2024 11:05 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2024 11:05 એ એમ (AM)

views 8

“એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વૃક્ષ વાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે.

“એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વૃક્ષ વાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 13 કરોડ 95 લાખ વૃક્ષ વાવવામાં આવ્યા છે. આ અભિયાનને ધ્યાનમાં રાખી ગઈકાલે ગાંધીનગરમાં નવા સચિવાલય સંકુલના પ્રાંગણમાં વિશેષ વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વનમંત્રી મૂળુભાઈ બેરાએ વૃક્ષારોપણ કર્યું હતું. ઉપરાંત રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સહિત 2 હજાર 300 જેટલા કર્મયોગી આ અભિયાનમાં જોડાયા હતા. વનમંત્રી મુળૂભા...

સપ્ટેમ્બર 18, 2024 10:51 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2024 10:51 એ એમ (AM)

views 13

રાજ્યના તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે “સંકલ્પ સે સિદ્ધિ કી ઔર કૃતાર્થ 2024” કાર્યક્રમ યોજાઈ ગયો.

રાજ્યના તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે “સંકલ્પ સે સિદ્ધિ કી ઔર કૃતાર્થ 2024” કાર્યક્રમ યોજાઈ ગયો. દરમિયાન શ્રી પટેલે આજના પરિપ્રેક્ષ્યમાં બાળ માનસિકતાને સમજીને સંશોધન કરવા પર ભાર મુક્યો હતો. શ્રી પટેલે કહ્યું, આજના સમયમાં બે વર્ષનું નાનું બાળક મોબાઈલમાં વ્યસ્ત રહીને સમય પસાર કરે છે. સમયની સાથે બાળકોનું પરિપ્રેક્ષ્ય બદલાયું છે, જેને સમજવાની જરૂર છે. શ્રી પટેલ સહિત મહાનુભાવોએ યુનિવર્સિટીના 40થી પણ વધુ વાર્ષિકકાર્યોનો પ્રારંભ કરાવ...

સપ્ટેમ્બર 18, 2024 10:32 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2024 10:32 એ એમ (AM)

views 11

ગુજરાત એ વૈશ્વિક સ્થળ અને ‘ભવિષ્યના પ્રવેશદ્વાર’ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત એ વૈશ્વિક સ્થળ અને ‘ભવિષ્યના પ્રવેશદ્વાર’ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રિ-ઇન્વેસ્ટ સંમેલનમાં ગઈકાલે યોજાયેલા ગુજરાત સેશનમાં મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. શ્રી પટેલે કહ્યું, પવન ઊર્જા અને સોલાર ઊર્જાના ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી રાજ્ય છે. રાજ્યની 50 હજાર મેગાવૉટથી વધુની સ્થાપિત ઊર્જા ક્ષમતામાં 54 ટકા ભાગ પુનઃપ્રાપ્ય ઊર્જાનો છે. મુખ્યમંત્રી રિ-ઇન્વેસ્ટ સ...

સપ્ટેમ્બર 18, 2024 10:15 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2024 10:15 એ એમ (AM)

views 7

રિ-ઇન્વેસ્ટ સંમેલનના બીજા દિવસે ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ “એક્સપ્લોરિંગ ક્લાઇમેટ ફાઇનેન્સ અપાર્ચ્યૂનિટી ફૉર ગુજરાત” વિષય પર યોજાયેલી C.E.O. રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સની અધ્યક્ષતા કરી

રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, રિ-ઇન્વેસ્ટ સમિટના બે જ દિવસમાં શપથપત્રના માધ્યમથી અંદાજે 3 લાખ 25 હજાર કરોડ રૂપિયાથી વધુના રોકાણની જાહેરાત થઈ છે. દેશમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત એક કરોડ ઘર ઉપર સોલાર સિસ્ટમ લગાવવાનું લક્ષ્યાંક છે, જેની સામે રાજ્યને 10 લાખનો લક્ષ્યાંક મળ્યો છે. ગાંધીનગરમાં યોજાયેલા રિ-ઇન્વેસ્ટ સંમેલનના બીજા દિવસે ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ "એક્સપ્લોરિંગ ક્લાઇમેટ ફાઇનેન્સ અપાર્ચ્યૂનિટી ફૉર ગુજરાત" વિષય પર યોજાયેલી C.E.O. રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સની અધ્યક્ષતા કરી...

સપ્ટેમ્બર 17, 2024 9:19 એ એમ (AM) સપ્ટેમ્બર 17, 2024 9:19 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રીને જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ પુસ્તક ભેટ આપ્યું

ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સવારે તેમને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પૂજ્ય દાદા ભગવાનનું 'જ્ઞાની પુરુષ' પુસ્તક જન્મદિવસની ભેટ રૂપે અર્પણ કર્યું હતું.

ઓગસ્ટ 28, 2024 7:17 પી એમ(PM) ઓગસ્ટ 28, 2024 7:17 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પડેલ ભારે વરસાદ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી વરસાદની પરિસ્થતિનો તાગ મેળવી જરૂરી સહાય અને સૂચનો કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પડેલ ભારે વરસાદ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી વરસાદની પરિસ્થતિનો તાગ મેળવી જરૂરી સહાય અને સૂચનો કર્યા હતા.. આ બેઠકમાં રાહત અને બચાવ કામગીરીની વિગતો આપવામાં આવી હતી, જેમાં પોરબંદર જિલ્લાના મોરાણા ગામે ગત રાત્રે એક સાથે ત્રણ સ્થળોએ બચાવ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અતિ ભારે વરસાદની સ્થિતિમાં ૪૭૪ લોકોનું સ્થળાંતર કરાયું હતું. ઇન્ડિયન નેવીના અથાગ પરિશ્રમના પરિણામે નાગરિકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકાની ખંભાળિયામાં પાણીમાં...