ઓક્ટોબર 15, 2024 11:10 એ એમ (AM) ઓક્ટોબર 15, 2024 11:10 એ એમ (AM)

views 12

પાક નુકસાન માટે સરવે કરાવવા અમરેલીના ધારાસભ્ય વેકરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેનાથી ખેતીપાકોને નુકશાનીની ભીતી છે. ત્યારે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોની નુકસાનીનો સર્વે કરીને તાત્કાલિક ધોરણે સહાયની ચૂકવણી કરવાની માંગણી કરી છે. અમરેલી અને જિલ્લામાં સતત વરસાદને કારણે ખેતીપાકોને વ્યાપક નુકશાન થયું હોવાનો પણ તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

ઓક્ટોબર 7, 2024 9:21 એ એમ (AM) ઓક્ટોબર 7, 2024 9:21 એ એમ (AM)

views 9

રાજ્યના ૬૦,૨૪૫ કર્મીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે : ઋષિકેશ પટેલ

રાજ્ય સરકારનાં કર્મચારીઓને છઠ્ઠાને બદલે સાતમા પગારપંચ મુજબ ભથ્થાં આપવાનો અને 2005 પહેલાંનાં કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વય નિવૃત્તિ કે અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.  રાજ્ય સરકારનાં કર્મચારીઓની ઉચ્ચક બદલી દરમિયાન મુસાફરી ભથ્થું અને વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમાં પગાર પંચ પ્રમાણે આપવામાં આવશે. ગઈ કાલે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ...

ઓક્ટોબર 6, 2024 8:49 એ એમ (AM) ઓક્ટોબર 6, 2024 8:49 એ એમ (AM)

views 5

આજે રજાના દિવસે કેબિનેટની બેઠક મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રવિવારના દિવસે સાંજે 4:30 કલાકે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે. આજે સાંજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાનાર છે.. જેમાં કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.. આ ઉપરાંત ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવે તેવી શક્યતાઓ છે... આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગેની પણ ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે..

ઓક્ટોબર 6, 2024 8:28 એ એમ (AM) ઓક્ટોબર 6, 2024 8:28 એ એમ (AM)

views 6

જૂની પેન્શન યોજના સહિતના મુદ્દે કર્મચારી આગેવાનો અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ

રાજ્ય સરકાર અને સરકારી કર્મચારીઓના પ્રતિનિધિઓ વચ્ચે જૂની પેન્શન યોજના અને અલગ અલગ મુદ્દાઓને લઈને સરકાર સાથે બેઠક યોજાઇ હતી. આજે આ મામલે સરકાર દ્વારા નિવેડો લાવવામાં આવે તેવી સંભાવના છે. કર્મચારી આગેવાનો અને સરકાર વચ્ચે અગાઉ યોજાયેલી બેઠક બાદ ફરી એક વખત ગઇકાલે સાંજે વિવિધ પડતર માંગણીઓ અંગે આ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સરકાર અને કર્મચારીઓએ વચ્ચે સકારાત્મક વાતાવરણમાં ચર્ચા કરવામાં આવી હતી. જૂની પેન્શન યોજના તેમજ સાતમા પગાર પંચ સહિતની બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. કર્મચારી મહામંડળ પ્રમુખ દિગ્વીજયસ...

ઓક્ટોબર 5, 2024 10:15 એ એમ (AM) ઓક્ટોબર 5, 2024 10:15 એ એમ (AM)

views 5

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કચ્છમાં 123 કરોડ રૂપિયાનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું

કચ્છના માંડવી તાલુકાના મસ્કા ખાતે ગઇ કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 3૪.૫૬ કરોડ રૂપિયાના કુલ ૭ કામોનું ઈ-ખાતમુહૂર્ત તેમજ ૮૯.૨૧ કરોડ રૂપિયાનાં નવ કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ૧ર૩ કરોડ રૂપિયાથી વધુના કુલ ૧૬ વિકાસકામો પાણી પુરવઠા, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ, શિક્ષણ, મહેસુલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રનાં છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કચ્છમાં પ્રવાસનનો વિકાસ થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. તેમણે જણાવ્યું કે, કચ્છમાં એશિયાના સૌથી મોટા હાઇબ્રિડ ગ્રીન એન...

ઓક્ટોબર 4, 2024 7:42 પી એમ(PM) ઓક્ટોબર 4, 2024 7:42 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વન પ્રાણી સપ્તાહની ઉજવણી પ્રસંગે કચ્છના ચાડવા – રખાલ વિસ્તારમાં 10 કરોડ રૂપિયાના ખર્ચે હેણોતરો પ્રજનન અને સંરક્ષમ કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વન પ્રાણી સપ્તાહની ઉજવણી પ્રસંગે કચ્છના ચાડવા – રખાલ વિસ્તારમાં 10 કરોડ રૂપિયાના ખર્ચે હેણોતરો પ્રજનન અને સંરક્ષમ કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી હતી. માંડવીમાં શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ખાતે આયોજીત સમારોહમાં આ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી કચ્છ માટે 117 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ પહેલા કચ્છ પહોંચેલા મુખ્યમંત્રીએ માતાના મઢે દર્શન કર્યા હતા.

ઓક્ટોબર 1, 2024 9:20 એ એમ (AM) ઓક્ટોબર 1, 2024 9:20 એ એમ (AM)

views 10

સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા નીરના વધામણાં કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા બંધ સંપૂર્ણ ભરાઈ જતાં નર્મદા નદીના નીરમાં વધામણાં કરવા આજે કેવડીયા જશે. આ કાર્યક્રમમાં તેમની સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ જોડાશે. બાદમાં  નર્મદા બંધના  10થી વધુ દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદી બે કાંઠે થશે. જેને લઈ ભરૂચ નર્મદા અને વડોદરાના 42 જેટલા ગામોને સાવચેત કરાયા છે. હાલ બંધની સપાટી 138.61 મીટરે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોસમનો અત્યાર સુધીનો 137 ટકા વરસાદ નોંધાયાના અહેવાલ છે. રાજ્યના ફરી એકવાર મેઘમહેર થતાં અનેક નદીઓની જળસપાટીમ...

સપ્ટેમ્બર 29, 2024 8:52 એ એમ (AM) સપ્ટેમ્બર 29, 2024 8:52 એ એમ (AM)

views 8

રાજ્ય સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપી

નવરાત્રિ શરૂ થવાને આડે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની છૂટછાટ આપી છે. જો કે મોડાં સુધી ગરબા ચાલુ રાખવાથી નજીકની હોસ્પિટલ કે કોઈ નાગરિકને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવા તાકીક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સત્તાવાળાઓ દ્વારા નવરાત્રિ દરમિયાન સામાન્ય રીતે 12 વાગ્યા સુધી જ ગરબા રમવાની મંજૂરી આપવામાં આવતી હોય છે. અમદાવાદ પોલીસે ગઈકાલે નવરાત્રિ દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે, તે અનુસાર શહેર પોલીસે 3 ઓક્ટોબરથી 11 ઑક્ટોબર સુધી એટલે ...

સપ્ટેમ્બર 27, 2024 7:23 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2024 7:23 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે 633 કરોડ રૂપિયાની બનાસકાંઠાની બે જુથ પાણી પુરવઠા યોજનાઓનું આજે લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે 633 કરોડ રૂપિયાની બનાસકાંઠાની બે જુથ પાણી પુરવઠા યોજનાઓનું આજે લોકાર્પણ કરાયું હતું.ડીસાના આખોલ યોજનાને કારણે ડીસા, લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના ૧૯૨ ગામના કુલ ૭ લાખ નાગરિકો માટે દૈનિક ૬.૪૦ કરોડ લીટર પીવાનું પાણી મળી રહેશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા દેવપુરા-વાવ ઓફટેક અને રાણકપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ ૨૦૨૦માં તૈયાર કરવામાં આવી હતી.

સપ્ટેમ્બર 27, 2024 7:21 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2024 7:21 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રીશ્રીના હસ્તે શરૂ થયેલા રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના પ્રથમ દિવસે એક લાખથી વધુ ગરીબ લાભાર્થીઓને ૩૧૮ કરોડ રૂપિયાથી વધુના લાભો અપાયા

રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળામાં પ્રથમ દિવસમાં એક લાખથી વધુ ગરીબ લાભાર્થીઓને ૩૧૮ કરોડ રૂપિયાથી વધુના લાભ-સહાય આપવામાં આવી હતી. ગરીબ કલ્યાણ મેળાની ૧૪મી શૃખંલામાં ૧૨ લાખથી વધુ લાભાર્થીઓને ૪ હજાર ૫૦૦ કરોડ રૂપિયાથી વધુના લાભ-સહાય પહોંચાડવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડિસાથી આજે ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળા ગરીબોના સશક્તીકરણનું જન અભિયાન બની ગયા છે.