ડિસેમ્બર 4, 2024 8:36 એ એમ (AM) ડિસેમ્બર 4, 2024 8:36 એ એમ (AM)

views 10

કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વિશ્વ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું

કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વિશ્વ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું છે. પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ માટે સ્મૃતિવનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભુજના આ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને 2024ના વર્ષની શરૂઆતમાં વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થ...

ડિસેમ્બર 2, 2024 10:56 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:56 એ એમ (AM)

views 7

પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કરાયો

ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કર્યો છે. નવનિર્મિત જિલ્લો મહાકુંભ મેળા તરીકે ઓળખાશે. આગામી કુંભ મેળાના સંચાલન અને વહીવટને સુવ્યવસ્થિત કરવા આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયનો ઉદ્દેશ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી  યોગી આદિત્યનાથે માઘ મેળા 2024 દરમિયાન વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મહાકુંભનો મેળો દર 12 વર્ષે એકવાર યોજાય છે, તે પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીએ શરૂ થશે અને 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. ભારતીય સંસ્કૃતિના સંવર્ધનમાં મહાકુંભ એક સીમાચિહ...

ડિસેમ્બર 2, 2024 10:40 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:40 એ એમ (AM)

views 13

ધારીને નગરપાલિકાનો દરજ્જો અપાયો

રાજ્યમાં હવે 160 નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે. અમરેલી જિલ્લાની ધારીને નગરપાલિકાની રચનાનો દરજ્જો અપાયા બાદ હવે 'ડ' વર્ગની વધુ એક નગરપાલિકા બનશે. રાજ્યમાં હાલ 'અ' વર્ગની 22, 'બ'ની 30, 'ક'ની 60 અને 'ડ'ની 47 મળીને કુલ 159 નગરપાલિકાઓ છે. સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જુવાનપુરા-સદાતપુરા ગામનો સમાવેશ કરી નગરપાલિકાની હદ વધારવાનો પણ નિર્ણય કરાયો છે. અત્યારે કુલ 159 નગરપાલિકાઓ કાર્યરત છે. હવે તેમાં ધારી નગરપાલિકાનો ઉમેરો થશે. આ નિર્ણયને કારણે ઈડર શહેરનો વિસ્તાર વ્યાપ હવે વધવાથી ટી.પી. સ્કીમ કે ડેવલોપમેન્ટ ...

નવેમ્બર 27, 2024 7:42 પી એમ(PM) નવેમ્બર 27, 2024 7:42 પી એમ(PM)

views 5

હેમંત સોરેન આવતી કાલે ચોથી વાર ઝારખંડના મુખ્યમંત્રી પદનાં શપથ ગ્રહણ કરશે

હેમંત સોરેન આવતી કાલે ચોથી વાર ઝારખંડના મુખ્યમંત્રી પદનાં શપથ ગ્રહણ કરશે. રાંચીનાં મોરાબાડી ગ્રાઉન્ડ ખાતે આયોજિત શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, એનસીપીના નેતા શરદ પવાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સહિતના અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રી સોરેન ઉપરાંત, કોંગ્રેસ અને આરજેડીમાંથી એક-એક મંત્રી પણ શપથ લે તેવી સંભાવના છે. દરમિયાન, મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ આજે જણાવ્યું હતું કે, રાજ્...

નવેમ્બર 27, 2024 7:23 પી એમ(PM) નવેમ્બર 27, 2024 7:23 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અમારા ગાંધીનગરના પ્રતિનિધી દુર્ગેશ મહેતા જણાવે છે કે, આજે મળેલી કેબિનેટની બેઠકમાં ટેકાના ભાવે ચાલી રહેલી જણસોની ખરીદી, ખાતરની અછત અંગે ખેડૂતોની ફરિયાદ, ખ્યાતિ કાંડ બાદ ખાનગી હોસ્પિટલ માટેની માર્ગદર્શિકા, રેશનકાર્ડના kyc મુદ્દે લાગતી લાંબી કતારોના કારણો, ખેલ મહાકુંભના આયોજન અંગે અને કાયદો- વ્યવસ્થાની પ્રવર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી હતી.

નવેમ્બર 18, 2024 8:51 એ એમ (AM) નવેમ્બર 18, 2024 8:51 એ એમ (AM)

views 11

રાજ્યના 61 માર્ગોને રૂ. 2,995 કરોડના ખર્ચે પહોળા કરાશે

રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા 61 માર્ગોની પહોળાઈ વધારવા 2 હજાર 995 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન માટે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. રાજ્યના 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઇને ફોર લેન કરવા 1 હજાર 646.44 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જ્યારે  15 માર્ગોની 221.45 કિલોમીટર લંબાઇને 10 મીટર પહોળા કરવા 580 કર...

નવેમ્બર 16, 2024 7:28 પી એમ(PM) નવેમ્બર 16, 2024 7:28 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુંબઈના વર્સોવામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુંબઈના વર્સોવામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને તેનાથી સામાન્ય લોકોના જીવનમાં આવેલા બદલાવો અંગે વાત કરી હતી. મુખ્યમંત્રીએ મેક ઇન ઇન્ડિયા, એક પેડ મા કે નામ, કેચ ધી રેન ઝુંબેશ વિશે વાત કરતા જણાવ્યું કે, આ યોજનાઓને સૌથી વધુ લાભ મહારાષ્ટ્રને મળ્યો છે. મુખ્યમંત્રીએ આજે એક દિવસના મુંબઈ પ્રવાસ દરમિયાન વિવિધ ચૂંટણી સભાઓ સંબોધી હતી. તેમણએ બાન્દ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વ...

નવેમ્બર 16, 2024 7:19 પી એમ(PM) નવેમ્બર 16, 2024 7:19 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિરિમથક સાપુતારા ખાતે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેન્ડનું ડિજીટલ માઘ્યમથી લોકાર્પણ કરતાં લોકોની સુખાકારીમાં વધારો થયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિરિમથક સાપુતારા ખાતે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેન્ડનું ડિજીટલ માઘ્યમથી લોકાર્પણ કરતાં લોકોની સુખાકારીમાં વધારો થયો છે. રાજ્ય સ્તરીય જનજાતિય ગૌરવ દિવસની આહવા ખાતે કરાયેલી ઉજવણી દરમિયાન આ લોકાર્પણ કરાયું હતું. આ અંગે માહિતી આપતાં આહવાના ડેપો મેનેજર શ્રી પરમારે જણાવ્યું હતું કે, આશરે 214 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ બસ સ્ટેન્ડથી દરરોજ 60થી વધુ ટ્રીપના સંચાલન સાથે અંદાજિત ત્રણેક હજારથી વધુ મુસાફરો આ જાહેર પરિવહન સેવાઓનો લાભ લેશે.

નવેમ્બર 16, 2024 4:27 પી એમ(PM) નવેમ્બર 16, 2024 4:27 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે છે. તેઓ એક જ દિવસમાં ચાર જનસભાઓ સંબોધશે. આ ઉપરાંત, તેઓ બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે સંવાદ કરશે. ત્યારબાદ તેઓ જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે. શ્રી પટેલ વર્સોવા, અંધેરી, ઘાટકોપર પૂર્વ સહિત અન્ય સ્થળોએ સભા સંબોધશે.

નવેમ્બર 16, 2024 10:27 એ એમ (AM) નવેમ્બર 16, 2024 10:27 એ એમ (AM)

views 29

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈના ચૂંટણી પ્રવાસે, એક જ દિવસમાં ચાર સભા સંબોધશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે જવા રવાના થયા છે. તેઓ એક જ દિવસમાં ચાર જનસભાઓ સંબોધશે. આજે સવારે તેઓ દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે 'ચાય પે ચર્ચા'માં સહભાગી થઈ તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે સંવાદ કરશે. ત્યારબાદ તેઓ બપોરે જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે. ત્યાર...