ડિસેમ્બર 30, 2024 7:46 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 7:46 પી એમ(PM)

views 6

રાજ્ય સરકારે ૧૭ નગરપાલિકાઓ, ૭ મહાનગરપાલિકાઓ અને ૩ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોને વિવિધ વિકાસ કામો માટે એક હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૭ મહાનગરપાલિકાઓ, ૩ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને ‘ક’ તથા ‘ડ’ વર્ગની નાની નગરપાલિકાઓ સહિત ૧૭ નગરપાલિકાઓમાં શહેરીજન જીવન સુવિધા વધારવાના કામો માટે કુલ એક હજાર કરોડથી વધુ ફાળવવાની મંજૂરી આપી છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે કુલ ૧૪૧ કરોડથી વધુ રૂપિયા મંજૂર થયા છે તેમાં નવી રચાયેલી મુન્દ્રા-બોરાઈ નગરપાલિકાને ચોમાસામાં ભારે વરસાદથી માર્ગોને થયેલા નુક્શાનની મરામત અને નવા માર્ગો માટે ૭ કરોડ ૭૫ લાખ સહિત વાઘોડિયા નગરપાલિકા માટે ૪.૪૬ કરોડ, ડભોઇ માટે ૧.૭૫ કરોડ ત...

ડિસેમ્બર 30, 2024 6:34 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 6:34 પી એમ(PM)

views 9

આસામના મુખ્યમંત્રી ડૉ.હિમંતા બિસ્વા સરમાએ આવનાર 2025 ના વર્ષને વાંચન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી

આસામના મુખ્યમંત્રી ડૉ.હિમંતા બિસ્વા સરમાએ આવનાર 2025 ના વર્ષને વાંચન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે, આ જાહેરાત સાથે જ વાંચનને પ્રોત્સાહન મળે તેવી સામાજિક વ્યવસ્થાનો પાયો નાખવામાં આવ્યો છે. તેઓએ જણાવ્યું કે, આ વર્ષમાં રાજ્યમાં 259.7 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધા થી સજ્જ 2 હજાર 597 પુસ્તકાલય બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.

ડિસેમ્બર 27, 2024 3:44 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 3:44 પી એમ(PM)

views 3

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંઘના અવસાન નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના તમામ કાર્યક્રમ રદ કરાયા

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંઘના અવસાન નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના તમામ કાર્યક્રમ રદ કરાયા છે. દરમિયાન અમદાવાદ શહેરમાં શરૂ થયેલા કાંકરિયા કાર્નિવલના પણ તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો આગામી 31 ડિસેમ્બર સુધી મોકૂફ રખાયા છે. જોકે, કાંકરિયા લેકફ્રન્ટ પરિસર ખાતે લોકોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે એમ અમદાવાદ મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે, જિલ્લાના ઝોઝવા ગામમાં પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે ઓરસંગ નદીના પુલ...

ડિસેમ્બર 27, 2024 8:30 એ એમ (AM) ડિસેમ્બર 27, 2024 8:30 એ એમ (AM)

views 6

પૂર્વ પીએમ મનમોહનસિંઘનું નિધન : મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું, રાજ્યમાં શોક પળાશે

દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંઘનું ગઇકાલે નિધન થયું હતું. 92 વર્ષની જૈફ વયે તેમનું નિધન થતાં દેશમાં શોકનો માહોલ પ્રવર્તી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટર મનમોહનસિંઘના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણ સોશિયલ મીડિયા પોસ્ટ X ના માધ્યમથી દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, દેશના વિકાસમાં ડોક્ટર મનમોહનસિંઘનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આ દુઃખના પ્રસંગે રાજ્યભરમાં પણ શોક પાળવામાં આવશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘના દુઃખદ નિધનને કારણે જાહેર કરાયેલ રાષ્ટ્રીય શ...

ડિસેમ્બર 24, 2024 9:54 એ એમ (AM) ડિસેમ્બર 24, 2024 9:54 એ એમ (AM)

views 5

સુશાસન દિવસથી મુખ્યમંત્રીનો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે ‘સ્વાગત 2.0’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપનુ ઇ લોન્ચીંગ કરાશે

આવતીકાલ એટલે કે 25મી ડીસેમ્બર 2024ના સુશાસન દિવસથી મુખ્યમંત્રીનો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ ટેકનોલોજીના ત્વરીત ઉપયોગથી વધુ સુદ્રઢ અને અસરકારક બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘સ્વાગત 2.૦’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપનુ ઇ લોન્ચીંગ કરશે પાયલોટ પ્રોજેકટ તરીકે મહેસુલ અને પંચાયત વિભાગ તથા પાટણ અને ખેડા જીલ્લામાં કાર્યરત થયેલા ઓટો એસ્કેલેશન મેટ્રીકસની સફળતાને પગલે હવે બધા જ વિભાગો અને તમામ જીલ્લાઓમાં અમલી બનાવવાનો મુખ્યમંત્રીએ નિર્ધાર વ્યક્ત કર્યો છે. ગત મોબાઇલ એપમાં નાગર...

ડિસેમ્બર 20, 2024 9:26 એ એમ (AM) ડિસેમ્બર 20, 2024 9:26 એ એમ (AM)

views 2

વાઈબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું : મુખ્યમંત્રી

વાઈબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઈ) વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમમાં જણાવ્યું હતું. ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક સ્નેહમિલનમાં અમદાવાદમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, આજે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસનો મંત્ર સાકાર થઈ રહ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે GCCIની 75 વર્ષની યશગાથા વર્ણવતી વિડિયો ફિલ્મ લોન્ચ કરવામાં આવી હતી. વધુમાં આ પ્રસંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમ...

ડિસેમ્બર 20, 2024 9:15 એ એમ (AM) ડિસેમ્બર 20, 2024 9:15 એ એમ (AM)

views 13

કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી

ગુજરાતનાં પ્રવાસે આવેલા કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પત્રકારોએ પોતાના પ્રવાસ અંગેના અનુભવ જણાવતા કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી, અમૂલ ડેરી પ્લાન્ટની મુલાકાતથી તેમણે ઘણી મળી છે. પત્રકારોએ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી તેમજ ગિફ્ટ નિફ્ટીની પણ મુલાકાત હતી અને ગિફ્ટ સિટી અંગેના આગામી પ્રોજેક્ટ્સ વિશે માહિતી મેળવી હતી. કેરળથી આવેલા પત્રકાર પ્રતિનિધિ મંડળનાં સંકલન અધિકારી તરીકે તિરુવનંતપુરમ પીઆઈબીનાં નાયબ નિયામક, ડૉ.અથિરા થમ્પીએ મુખ્યમંત્રીન...

ડિસેમ્બર 16, 2024 11:36 એ એમ (AM) ડિસેમ્બર 16, 2024 11:36 એ એમ (AM)

views 10

કચ્છમાં પ્રવાસનને વધુ વેગ આપવા રણ પ્રવાસન સર્કિટ વિકસાવાશે : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કચ્છમાં પ્રવાસનને વધુ વેગ આપવા આગામી સમયમાં રણ પ્રવાસન સર્કિટ વિકસાવવાની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ ગઇકાલે  ધોરડોના સફેદ રણની ઔપચારિક મુલાકાત દરમિયાન એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યુ હતું કે, રણોત્સવમાં આવતા પ્રવાસીઓ માતાના મઢ, કાળો ડુંગર, નારાયણ સરોવર, માંડવી જેવા અન્ય સ્થાનોની પણ મુલાકાત લઈ શકાય તે માટે  તેને જોડતી બસ સેવાઓ ધોરડોથી શરૂ કરીને સમગ્રતયા રણ પ્રવાસન સર્કિટ આવનારા સમયમાં બનાવવાની રાજ્ય સરકારની નેમ છે. આ પ્રસંગે, ધોરડોના સફેદ રણ ખાતે મધ્યમવર્ગીય પરિવાર...

ડિસેમ્બર 10, 2024 10:01 એ એમ (AM) ડિસેમ્બર 10, 2024 10:01 એ એમ (AM)

views 5

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં GRIT અને IIM અમદાવાદ વચ્ચે સમજૂતી કરાર થયા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત ઇન્સ્ટિટ્યૂશન ફૉર ટ્રાન્સફૉર્મેશન - GRITની સંચાલન સંસ્થાની પ્રથમ બેઠક ગઈકાલે ગાંધીનગરમાં યોજાઈ ગઈ. બેઠકમાં GRITની વિસ્તૃત કાર્યક્ષેત્ર અને વ્યવસ્થાઓ અંગે વિચાર-પરામર્શ કરાયો હતો. તેમજ GRITનાં નવનિયુક્ત મુખ્ય કાર્યકારી અધિકારી- CEO એસ. અપર્ણાએ GRITની અત્યાર સુધીની પ્રારંભિક કાર્યવાહીના લક્ષ્યાંકોનું પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું. બેઠક દરમિયાન IIM અમદાવાદ અને GRIT વચ્ચે સમજૂતી કરાર કરાયા હતા. રાજ્ય સરકારના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ, યોજનાઓમાં IIM અમદાવા...

ડિસેમ્બર 6, 2024 3:27 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 3:27 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠાના દાંતીવાડાથી રાજ્યવ્યાપી રવી કૃષિ મહોત્સવ-2024નો શુભારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠાના દાંતીવાડાથી રાજ્યવ્યાપી રવી કૃષિ મહોત્સવ-2024નો શુભારંભ કરાવ્યો છે. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્ર્મમાં 12 જેટલા પ્રગતિશિલ ખેડૂતોનું સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ અને વિવિધ સહાયના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે અને આવતીકાલે રાજ્યના 246 તાલુકાઓમાં રાજ્યમાં રવી કૃષિ મહોત્સવની ઉજવણી કરાશે. જેમાં અંદાજે 2 લાખ 50 હજારથી વધુ ખેડૂતો સહભાગી થશે. ખેડૂતોને રવિ પ...