ઓક્ટોબર 7, 2024 9:21 એ એમ (AM)

views 15

રાજ્યના ૬૦,૨૪૫ કર્મીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે : ઋષિકેશ પટેલ

રાજ્ય સરકારનાં કર્મચારીઓને છઠ્ઠાને બદલે સાતમા પગારપંચ મુજબ ભથ્થાં આપવાનો અને 2005 પહેલાંનાં કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વય નિવૃત્તિ કે અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.  રાજ્ય સરકારનાં કર્મચારીઓની ઉચ્ચક બદલી દરમિયાન મુસાફરી ભથ્થું અને વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમાં પગાર પંચ પ્રમાણે આપવામાં આવશે. ગઈ કાલે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ...

ઓક્ટોબર 6, 2024 8:49 એ એમ (AM)

views 12

આજે રજાના દિવસે કેબિનેટની બેઠક મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રવિવારના દિવસે સાંજે 4:30 કલાકે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે. આજે સાંજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાનાર છે.. જેમાં કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.. આ ઉપરાંત ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવે તેવી શક્યતાઓ છે... આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગેની પણ ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે..

ઓક્ટોબર 6, 2024 8:28 એ એમ (AM)

views 13

જૂની પેન્શન યોજના સહિતના મુદ્દે કર્મચારી આગેવાનો અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ

રાજ્ય સરકાર અને સરકારી કર્મચારીઓના પ્રતિનિધિઓ વચ્ચે જૂની પેન્શન યોજના અને અલગ અલગ મુદ્દાઓને લઈને સરકાર સાથે બેઠક યોજાઇ હતી. આજે આ મામલે સરકાર દ્વારા નિવેડો લાવવામાં આવે તેવી સંભાવના છે. કર્મચારી આગેવાનો અને સરકાર વચ્ચે અગાઉ યોજાયેલી બેઠક બાદ ફરી એક વખત ગઇકાલે સાંજે વિવિધ પડતર માંગણીઓ અંગે આ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સરકાર અને કર્મચારીઓએ વચ્ચે સકારાત્મક વાતાવરણમાં ચર્ચા કરવામાં આવી હતી. જૂની પેન્શન યોજના તેમજ સાતમા પગાર પંચ સહિતની બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. કર્મચારી મહામંડળ પ્રમુખ દિગ્વીજયસ...

ઓક્ટોબર 1, 2024 9:20 એ એમ (AM)

views 14

સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા નીરના વધામણાં કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા બંધ સંપૂર્ણ ભરાઈ જતાં નર્મદા નદીના નીરમાં વધામણાં કરવા આજે કેવડીયા જશે. આ કાર્યક્રમમાં તેમની સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ જોડાશે. બાદમાં  નર્મદા બંધના  10થી વધુ દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદી બે કાંઠે થશે. જેને લઈ ભરૂચ નર્મદા અને વડોદરાના 42 જેટલા ગામોને સાવચેત કરાયા છે. હાલ બંધની સપાટી 138.61 મીટરે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોસમનો અત્યાર સુધીનો 137 ટકા વરસાદ નોંધાયાના અહેવાલ છે. રાજ્યના ફરી એકવાર મેઘમહેર થતાં અનેક નદીઓની જળસપાટીમ...

સપ્ટેમ્બર 29, 2024 7:51 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘સહકારી ક્ષેત્ર એ દેશના વિકાસનું વૈકલ્પિક મોડેલ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘સહકારી ક્ષેત્ર એ દેશના વિકાસનું વૈકલ્પિક મોડેલ છે. નાના માણસની મોટી બેન્ક કહેવાતી સહકારી બેન્કો એ સ્થાનિક સ્તરે લોકોને મોટો આર્થિક આધાર પૂરો પાડે છે. ગુજરાતે માઈક્રો અને મેક્રો બંને સ્તરે સહકારીના લક્ષ્યાંકો સિદ્ધ કર્યા છે. સહકારી સંસ્થાઓ જે રીતે નાનકડા બીજમાંથી વટવૃક્ષ બનીને વિકાસ પામી છે એમ આપણે સૌ પણ હરિયાળા વિકાસમાં સહભાગી થઈને પર્યાવરણપ્રિય, સ્વચ્છ અને નિર્મળ ગુજરાત બનાવીએ.’ રાજકોટના જામકંડોરણા ખાતે યોજાયેલી જિલ્લાકક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધા...

સપ્ટેમ્બર 29, 2024 7:43 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના એકમો એટલે કે, MSME ક્ષેત્રને રાજ્યની કરોડરજ્જૂ સમાન ગણાવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના એકમો એટલે કે, MSME ક્ષેત્રને રાજ્યની કરોડરજ્જૂ સમાન ગણાવ્યા છે. વડોદરામાં લઘુ ઉદ્યોગ ભારતીના ક્ષેત્રીય સંમેલનમાં સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘દેશની જીડીપી એટલે કે, કુલ સ્થાનિક ઉત્પાદનમાં MSME ક્ષેત્રનું 35 ટકા જેટલું યોગદાન રહ્યું છે. લઘુ ઉદ્યોગ ભારતી ઉદ્યોગ હિત સાથે રાષ્ટ્ર હિતનો વિચાર કરતું સંગઠન છે અને તે “આત્મનિર્ભર ભારત” અને “મેક ઇન ઇન્ડિયા” માટે અવિરતપણે કાર્યરત્ છે. શ્રી પટેલે ઉમેર્યુ કે, અવકાશથી લઈ સેમિ-કન્ડકટર અન...

સપ્ટેમ્બર 29, 2024 8:52 એ એમ (AM)

views 13

રાજ્ય સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપી

નવરાત્રિ શરૂ થવાને આડે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની છૂટછાટ આપી છે. જો કે મોડાં સુધી ગરબા ચાલુ રાખવાથી નજીકની હોસ્પિટલ કે કોઈ નાગરિકને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવા તાકીક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સત્તાવાળાઓ દ્વારા નવરાત્રિ દરમિયાન સામાન્ય રીતે 12 વાગ્યા સુધી જ ગરબા રમવાની મંજૂરી આપવામાં આવતી હોય છે. અમદાવાદ પોલીસે ગઈકાલે નવરાત્રિ દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે, તે અનુસાર શહેર પોલીસે 3 ઓક્ટોબરથી 11 ઑક્ટોબર સુધી એટલે ...

સપ્ટેમ્બર 28, 2024 8:31 એ એમ (AM)

views 22

ગુજરાત પોલીસમાં ૧૪,૮૨૦ જગ્યાઓ માટે ભરતી કરાશે : હર્ષ સંઘવી

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025માં રાજ્યના પોલીસ દળમાં વર્ગ – 3ની વિવિધ શ્રેણીઓમાં કુલ 14 હજાર, 820 જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ દળમાં જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે, તેમાં હથિયારી પીએસઆઈ, બિન હથિયારધારી પીએસઆઈ, વાયરલેસ પીએસઆઈ, ટેક્નિકલ ઑપરેટર, હેડ કોન્સ્ટેબલ, ડ્રાઇવર મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર, જેલ પુરુષ અને મહિલા સિપાઈ સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત પોલીસ ખાતાની કચેરીઓની સિનિયર ક્લાર્કની ૪૫ ...

સપ્ટેમ્બર 26, 2024 8:08 પી એમ(PM)

views 12

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે બનાસકાંઠામાં 633 કરોડ રૂપિયાના બે પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે બનાસકાંઠામાં 633 કરોડ રૂપિયાના બે પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે. બનાસકાંઠા જિલ્લામાં પીવાની પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે ડીસા અને લાખણી તાલુકાના ગામોની જૂથ પાણી પુરવઠા યોજના ઉપરાંત દેવપુરા અને રણકપુર ઓફટેક યોજનાના સુધારિત વિકાસ કાર્યોનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે. આ બે યોજનાઓને કારણે ડીસા અને લાખણી તાલુકાના 88 ગામો તેમજ દિયોદરના કુલ 104 ગામ અને થરા શહેરને શુદ્ધ પીવાના પાણીનો લાભ મળશે. આ બંને યોજનાઓ અંતર્ગત નર્મદા કેનાલના પૂર્વ ભાગના કુલ...

સપ્ટેમ્બર 26, 2024 8:01 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલક્ષેત્રને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટેની ચાવીરૂપ ક્ષેત્ર ગણાવ્યું છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલક્ષેત્રને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટેની ચાવીરૂપ ક્ષેત્ર ગણાવ્યું છે.. દેશના અમૃતકાળમાં ભારતને વિશ્વની ત્રીજી મોટી આર્થિક તાકાત બનાવવા માટે ઔદ્યોગિક અને માળખાગત વિકાસ મહત્વપૂર્ણ પાસાં છે તેવો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. એસોચેમ દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાત કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ કોન્કલેવ-૨૦૨૪નો મુખ્યમંત્રીએ આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે ઉદ્યોગો અને માળખાગત વિકાસની મહત્તાને રજૂ કરી હતી.. મુખ્યમંત્રીએ કેમિકલ વેસ્ટનો સંપૂર્ણ નાશ વૈજ્...