નવેમ્બર 11, 2024 9:32 એ એમ (AM)

views 9

મુખ્યમંત્રી આજે રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતભરમાં સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરુઆત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી આ ખરીદીનો આરંભ કરાવશે. રાજ્યમાં અંદાજે ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩ લાખ ૩૩ હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. જે ખેડૂતોએ નોંધણી કરાવી છે તે તમામ ખેડૂતો પાસેથી એક હજાર ૩૫૬ રૂપિયા અને ૬૦ પૈસા પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે.

નવેમ્બર 10, 2024 8:14 એ એમ (AM)

views 6

ઐતિહાસિક શહેર વડનગરમાં બે દિવસીય તાના-રીરી સંગીત સમારોહનો આજથી પ્રારંભ

ઐતિહાસિક શહેર વડનગરમાં બે દિવસીય તાના-રીરી સંગીત સમારોહનો આજથી પ્રારંભ થશે. આ વર્ષે એવોર્ડ તાના-રીરી સમારોહમાં ખ્યાતનામ મહિલા પ્રતિભા સુશ્રી વિદુષી પદ્મા સુરેશ તલવલકર અને ડો. પ્રદીપ્તા ગાંગુલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ એનાયત કરશે. તાના-રીરી એવોર્ડથી સન્માનિત શાસ્ત્રીય સંગીતની મહિલા પ્રતિભાઓને અઢી લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર, તામ્રપત્ર અને શાલ અર્પણ કરવામાં આવશે. એવોર્ડ સમારોહમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઇ બેરા અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે....

નવેમ્બર 10, 2024 8:07 એ એમ (AM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિવિધ સામાજિક કાર્યકમોમાં ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિવિધ સામાજિક કાર્યકમોમાં ઉપસ્થિત રહેશે. તેઓ ગાંધીનગરના અંબાપુર ખાતે ચોર્યાસી સમાજ સંસ્કાર સંકુલ અર્પણ સમારોહમાં હાજરી આપશે. શ્રી પટેલ આજે સાંજે વડોદરાના નવલખી મેદાન ખાતે પૂજ્ય દાદા ભગવાન 117મો જન્મ જયંતી મહોત્સવનો પ્રારંભ કરાવશે. આ પ્રસંગે તેઓ સ્મારક ટિકિટ પણ જાહેર કરશે.

નવેમ્બર 8, 2024 11:56 એ એમ (AM)

views 13

11 મીએ મુખ્યમંત્રી હિંમતનગરથી એકસાથે 160 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. ૧૧ નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩,૩૩,૦૦૦થી વધુ ખેડૂતોએ ...

ઓક્ટોબર 31, 2024 3:38 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સહિતના મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સહિતના મહાનુભાવોએ ગુજરાત વિધાનસભા પરિસરમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા તેમજ વિધાનસભા પોડિયમમાં સરદાર પટેલના તૈલ ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ, રાજ્ય વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડયા, નાયબ સચિવો, અધિકારીઓ સહિતના અગ્રણીઓએ પણ સરદાર પટેલની પ્રતિમા તેમજ તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા.

ઓક્ટોબર 24, 2024 8:04 એ એમ (AM)

views 7

રાજ્યના ખેડૂતો માટે 1 હજાર 419 કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર– ઓક્ટોબર માસ દરમિયાન થયેલા નુકસાન સામે પણ મળશે વળતર

રાજ્ય સરકારે ઓગસ્ટ 2024માં થયેલ ભારે વરસાદને કારણે ખેડૂતોની નુકસાનની ભરપાઇ માટે ૧ હજાર ૪૧૯ કરોડથી વધુનું કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને કૃષિ મંત્રી રાધવજી પટેલે આ જાહેરાત કરતાં જણાવ્યું કે અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકશાનની તીવ્રતાને ધ્યાને લઇ રાજ્ય ભંડોળમાંથી વધારાના ૩૨૨ કરોડ ૩૩ લાખ રૂપિયાની ટોપ-અપ સહાય પણ અપાશે. SDRFના નિયમો પ્રમાણે ૩૩ ટકાથી વધુ નુકશાન હોય તેવા આશરે...

ઓક્ટોબર 17, 2024 8:06 એ એમ (AM)

views 13

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ ઘર ઘર સુધી પહોંચ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ ઘર ઘર સુધી પહોંચ્યો છે, જેના પરિણામે લોકો આર્થિક રીતે મજબૂત થઈ રહ્યા છે. જનસંવાદ કાર્યક્રમ દ્વારા નાગરિકો પોતાનો અવાજ રજૂ કરી શકે છે. આણંદ જિલ્લાના ભાદરણમાં મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે જનસંવાદ દરમિયાન આમ જણાવ્યું હતું. શ્રી પટેલે ઉમેર્યું કે, રાજ્યમાં નાણાંના અભાવે વિકાસનું એક પણ કામ અટકવાનું નથી. ગામ, તાલુકા અને જિલ્લાકક્ષાએ વિકાસકામોનું યોગ્ય રીતે આયોજન કરવા તેમણે અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ ગ્રામજનોએ રજૂ કર...

ઓક્ટોબર 15, 2024 11:10 એ એમ (AM)

views 21

પાક નુકસાન માટે સરવે કરાવવા અમરેલીના ધારાસભ્ય વેકરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેનાથી ખેતીપાકોને નુકશાનીની ભીતી છે. ત્યારે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોની નુકસાનીનો સર્વે કરીને તાત્કાલિક ધોરણે સહાયની ચૂકવણી કરવાની માંગણી કરી છે. અમરેલી અને જિલ્લામાં સતત વરસાદને કારણે ખેતીપાકોને વ્યાપક નુકશાન થયું હોવાનો પણ તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

ઓક્ટોબર 12, 2024 9:26 એ એમ (AM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગર ખાતે માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર રકતાં ગુજરાત દિપોત્સવી અંક વિક્રમ સંવત 2080નું વિમોચન કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગર ખાતે માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર રકતાં ગુજરાત દિપોત્સવી અંક વિક્રમ સંવત 2080નું વિમોચન કર્યું હતું. આ અંકમાં 30 અભ્યાસ લેખો, 38 નવલિકાઓ, 15 વિનોદિકાઓ, 9 નાટિકા અને 96 જેટલી કાવ્ય રચનાઓ છે. આ અંકમાં સર્વશ્રી ગુણવંતભાઈ શાહ, વિષ્ણુભાઈ પંડ્યા, ડોક્ટર કુમારપાળ દેસાઈ, માધવ રામાનુજ વગેરે જેવા લબ્ધ પ્રતિષ્ઠિત સાહિતકારોની લખાયેલી સાહિત્ય કૃતિઓ આ અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

ઓક્ટોબર 11, 2024 8:14 એ એમ (AM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આવતીકાલે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મુકાશે.

સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ગઈકાલે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૪-૨૫નો લોગો, ટીઝર અને વેબસાઇટ લોન્ચ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આવતીકાલે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મુકાશે. જે ૧૪ જાન્યુઆરી સુધી ચાલશે. આ અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા મંત્રી જગદીશ વિશ્વકર્મએ જણાવ્યું કે, આ ફેસ્ટિવલ ૪ મુખ્ય શોપિંગ સ્થળો ખાતે યોજાશે.