ડિસેમ્બર 8, 2024 7:19 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના ગોતા ખાતે શ્રી રાજપૂત વિદ્યાસભા-ગુજરાત દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના ગોતા ખાતે શ્રી રાજપૂત વિદ્યાસભા-ગુજરાત દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત જોડાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દરેક સમાજને સાથે લઈને આગળ વધીએ તો સામાજિક એકતા થકી રાજ્ય અને દેશને વિકાસના માર્ગે આગળ વધારી શકાય છે. રાજપૂત વિદ્યાસભા સંસ્થા શિક્ષણ, યુવા જાગૃતિ, સામાજિક ઉત્થાન, સ્ત્રી સશક્તીકરણ સહિતના વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી રહી છે. જ્યારે પણ સમાજો અને સામાજિક સંસ્થાઓ સમાજ સ...

ડિસેમ્બર 8, 2024 3:11 પી એમ(PM)

views 13

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશનના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં સહભાગી રહ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશનના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં સહભાગી રહ્યા હતા. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે આ પ્રસંગે 'મોહશત્રુનો પરાજય' પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સૌને આ પુસ્તકમાંથી પ્રેરણા લઈ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા જણાવ્યું હતું.

ડિસેમ્બર 8, 2024 8:12 એ એમ (AM)

views 20

ગુજરાતની વડી અદાલત ખાતે રાજ્યના ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓ વધુ મજબૂત કરવા 133 કરોડના વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સૂર્યકાંતે લોકાર્પણ અને ખાતમુર્હત કર્યા હતા.

ગુજરાતની વડી અદાલત ખાતે રાજ્યના ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓ વધુ મજબૂત કરવા 133 કરોડના વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સૂર્યકાંતે લોકાર્પણ અને ખાતમુર્હત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોઇપણ દેશ કે રાજ્યના વિકાસમાં કાયદો, વ્યવસ્થા અને ન્યાય પ્રણાલિનું મહત્વનું યોગદાન હોય છે. લોકોને સુશાસનનો પ્રત્યક્ષ અનુભવ થાય તે માટે ઝડપી ન્યાય પ્રાપ્ત થાય તે અતિ આવશ્યક છે. આ પ્રસંગે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સૂર્યકાંતે જણાવ્યું...

ડિસેમ્બર 5, 2024 7:57 એ એમ (AM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના રાંચરડામાં “શ્રીપાર્શ્વ-પ્રેમ 24 જિનેશ્વર ધામ” ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના રાંચરડામાં "શ્રીપાર્શ્વ-પ્રેમ 24 જિનેશ્વર ધામ" ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ જિનાલયના પ્રાણ પ્રતિષ્ઠા મહોસત્વ અન્વયે ગત 29 મી નવેમ્બરથી એકાદશાન્હિ્કા મહોસત્વનો પ્રારભ થયો છે. આ સ્થળે જિનાલય, ભોજનશાળા, ધર્મશાળા, બિમાર - વૃદ્ધ સાધુ - સાધ્વિઓ માટે આવાસોનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આગામી 08 ડિસેમ્બર જિનાલયનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. આ જિનાલય જૈન તથા દ્રવિડ શૈલીનાં સમન્વયયુક્ત વિશ્વનું પ્રથમ જિનાલય મનાય છે.

ડિસેમ્બર 2, 2024 10:40 એ એમ (AM)

views 17

ધારીને નગરપાલિકાનો દરજ્જો અપાયો

રાજ્યમાં હવે 160 નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે. અમરેલી જિલ્લાની ધારીને નગરપાલિકાની રચનાનો દરજ્જો અપાયા બાદ હવે 'ડ' વર્ગની વધુ એક નગરપાલિકા બનશે. રાજ્યમાં હાલ 'અ' વર્ગની 22, 'બ'ની 30, 'ક'ની 60 અને 'ડ'ની 47 મળીને કુલ 159 નગરપાલિકાઓ છે. સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જુવાનપુરા-સદાતપુરા ગામનો સમાવેશ કરી નગરપાલિકાની હદ વધારવાનો પણ નિર્ણય કરાયો છે. અત્યારે કુલ 159 નગરપાલિકાઓ કાર્યરત છે. હવે તેમાં ધારી નગરપાલિકાનો ઉમેરો થશે. આ નિર્ણયને કારણે ઈડર શહેરનો વિસ્તાર વ્યાપ હવે વધવાથી ટી.પી. સ્કીમ કે ડેવલોપમેન્ટ ...

નવેમ્બર 18, 2024 8:51 એ એમ (AM)

views 14

રાજ્યના 61 માર્ગોને રૂ. 2,995 કરોડના ખર્ચે પહોળા કરાશે

રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા 61 માર્ગોની પહોળાઈ વધારવા 2 હજાર 995 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન માટે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. રાજ્યના 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઇને ફોર લેન કરવા 1 હજાર 646.44 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જ્યારે  15 માર્ગોની 221.45 કિલોમીટર લંબાઇને 10 મીટર પહોળા કરવા 580 કર...

નવેમ્બર 16, 2024 10:27 એ એમ (AM)

views 34

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈના ચૂંટણી પ્રવાસે, એક જ દિવસમાં ચાર સભા સંબોધશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે જવા રવાના થયા છે. તેઓ એક જ દિવસમાં ચાર જનસભાઓ સંબોધશે. આજે સવારે તેઓ દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે 'ચાય પે ચર્ચા'માં સહભાગી થઈ તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે સંવાદ કરશે. ત્યારબાદ તેઓ બપોરે જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે. ત્યાર...

નવેમ્બર 15, 2024 7:05 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે. મુખ્યમંત્રી પ્રવાસ દરમિયાન એક જ દિવસમાં ચાર જનસભાઓને સંબોધન કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે. મુખ્યમંત્રી પ્રવાસ દરમિયાન એક જ દિવસમાં ચાર જનસભાઓને સંબોધન કરશે. આવતીકાલે સવારે 10 વાગ્યે તેઓ દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે "ચાય પે ચર્ચા"માં સહભાગી થઈને મુંબઈમાં તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે. તેમના આ પ્રવાસ દરમિયાન બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે તેઓ વાર્તાલાપ કરશે. ત્યારબાદ તેઓ બપોરે જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહ...

નવેમ્બર 15, 2024 7:00 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના જનજાતિય ગૌરવ દિવસની ડાંગ ખાતે થયેલી ઉજવણીમાં 102 કરોડ 87 લાખ રૂપિયાના 37 વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના જનજાતિય ગૌરવ દિવસની ડાંગ ખાતે થયેલી ઉજવણીમાં 102 કરોડ 87 લાખ રૂપિયાના 37 વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું. 568 જેટલા લાભાર્થોને બે કરોડ 34 લાખના યોજનાકીય લાભો એનાયત કરવામાં આવ્યા હતા. બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ડાંગમાં યોજાયેલા રાજ્યકક્ષાના જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દર પટેલે સ્વાતંત્ર્ય સંગ્રામના આદિવાસી અગ્રીમ યોદ્ધા બિરસા મુંડાની મહાત્મા બનવા સુધીની યાત્રાની ઝાંખી કરાવી હતી. તેમણે કહ્યું હતુ...

નવેમ્બર 14, 2024 7:09 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત ‘ભારતકૂલ’ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત 'ભારતકૂલ' મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ભાવ, રાગ અને તાલના સંગમ આધારિત ચાર દિવસના આ કાર્યક્રમમાં ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આપણી સંસ્કૃતિમાં 'ભાવ'નું વિશેષ મહત્વ રહેલું છે. તેમણે જણાવ્યું કે, આપણી સંસ્કૃતિ અને ઇતિહાસને હરહંમેશ જીવંત રાખવા જોઈએ. આ પ્રકારના કાર્યક્રમો યુવા પેઢીને આપણી સંસ્કૃતિ, કલા અને ઇતિહાસ સાથે જોડશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ માધ્ય...