ડિસેમ્બર 17, 2024 10:01 એ એમ (AM)

views 45

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક સમાચાર ચેનલ દ્વારા આયોજિત રાઈઝિંગ ગુજરાત ૨૦૨૪ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક સમાચાર ચેનલ દ્વારા આયોજિત રાઈઝિંગ ગુજરાત ૨૦૨૪ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે દુનિયાભરમાં જાણીતી બની છે. રાઇઝિંગ ગુજરાત થકી રાઇઝિંગ ભારતના નિર્માણમાં સૌએ સાથે મળીને આગળ વધવાનું છે એમ જણાવીને મુખ્યમંત્રીએ વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા સૌને અનુરોધ કર્યો હતો. તેમણે વિજય દિવસ નિમિતે જવાનોની સેવાઓને બિરદાવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સંવાદ સત્રોમાં રાજ્ય સરકારના કેબિનેટ અને રાજ્ય...

ડિસેમ્બર 16, 2024 11:36 એ એમ (AM)

views 12

કચ્છમાં પ્રવાસનને વધુ વેગ આપવા રણ પ્રવાસન સર્કિટ વિકસાવાશે : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કચ્છમાં પ્રવાસનને વધુ વેગ આપવા આગામી સમયમાં રણ પ્રવાસન સર્કિટ વિકસાવવાની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ ગઇકાલે  ધોરડોના સફેદ રણની ઔપચારિક મુલાકાત દરમિયાન એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યુ હતું કે, રણોત્સવમાં આવતા પ્રવાસીઓ માતાના મઢ, કાળો ડુંગર, નારાયણ સરોવર, માંડવી જેવા અન્ય સ્થાનોની પણ મુલાકાત લઈ શકાય તે માટે  તેને જોડતી બસ સેવાઓ ધોરડોથી શરૂ કરીને સમગ્રતયા રણ પ્રવાસન સર્કિટ આવનારા સમયમાં બનાવવાની રાજ્ય સરકારની નેમ છે. આ પ્રસંગે, ધોરડોના સફેદ રણ ખાતે મધ્યમવર્ગીય પરિવાર...

ડિસેમ્બર 15, 2024 8:02 એ એમ (AM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના ધોરડો સફેદ રણની મુલાકાતે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના ધોરડો સફેદ રણની મુલાકાતે આવશે. દરમિયાન તેઓ કળા બજાર, ખાદ્ય બજારની મુલાકાત લઈ સાંજે સફેદ રણને નિહાળશે. પશ્ચિમ કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે, આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ભારતીય ટપાલ વિભાગના “રણોત્સવ 2024-25” વિષયવસ્તુ પર આધારિત વિશેષ ટપાલ કવરનું વિમોચન કરાશે. ઉપરાંત શ્રી પટેલ સફેદ રણના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થશે. આ મુલાકાત દરમિયાન પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરા તેમની સાથે ઉપસ્થિત રહેશે.

ડિસેમ્બર 14, 2024 8:25 એ એમ (AM)

views 6

ન્યૂ જર્સીનાં લેફ્ટનન્ટ ગવર્નર તાહેશા વેનીએ ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.

ન્યૂ જર્સીનાં લેફ્ટનન્ટ ગવર્નર તાહેશા વેનીએ ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. દરમિયાન સુશ્રી વેનીએ ન્યૂ જર્સી અને ગુજરાત વચ્ચે થયેલા સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટને આગળ ધપાવવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, આના પરિણામે બંને રાજ્ય વચ્ચેનો સંબંધ સુદ્રઢ બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂ જર્સી અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક, આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્રે આદાનપ્રદાન વધુ સંગીન બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ન્યૂ જર્સીના આ ક્ષેત્રના લોકો ગુજરાત...

ડિસેમ્બર 12, 2024 7:30 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજય સરકારના વિવિધ વિભાગોમાં નિમણુંક પામેલા 580 યુવાનોને નિમણુકપત્રો એનાયત કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજય સરકારના વિવિધ વિભાગોમાં નિમણુંક પામેલા 580 યુવાનોને નિમણુકપત્રો એનાયત કર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેના નેતૃત્વવાળી વર્તમાન રાજય સરકારના બે વર્ષ પૂર્ણ થઇ તૃતીય વર્ષમાં પદાર્પણ અવસરે આજે મહાત્મા મંદિરમાં સમારોહ યોજાયો હતો. ગાંધીનગરમાં નિયુક્ત પ્રમાણપત્ર એનાયત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુશાસનની જે પ્રણાલી પ્રસ્થાપિત કરી છે, તેને પારદર્શક ભરતી પ્રક્રિયાથી વર્તમાન સરકાર આગળ ધપાવી રહી છે.

ડિસેમ્બર 12, 2024 7:28 પી એમ(PM)

views 7

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના બીજી ટર્મમાં બે વર્ષ પુર્ણ કર્યા છે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના બીજી ટર્મમાં બે વર્ષ પુર્ણ કર્યા છે.. આ બે વર્ષની ઉજવણી ગરીબ, યુવાન, અન્નદાતા અને નારી શક્તિના વિકાસની વસ્તુ પર યોજાવણાં આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ બે વર્ષઃ સેવા , સમર્પણ અને સુશાનના શિર્ષક સાથેના એક પુસ્તકનું પણ ગાંધીનગર ખાતે વિમોચન કર્યુ હતું.

ડિસેમ્બર 12, 2024 6:13 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાના ૭૯૩ કરોડ ૪૫ લાખ રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાના ૭૯૩ કરોડ ૪૫ લાખ રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધિન ૧.૫ BHK ના ૧ હજાર ૧૦ આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પણ કરવામાં આવશે. આ અંગે આજે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં કાર્યક્રમ અંતર્ગત જરૂરી માર્ગદર્શન અને સૂચના અપાઈ હતી

ડિસેમ્બર 12, 2024 6:11 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું અમદાવાદમાં લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું અમદાવાદમાં લોકાર્પણ કર્યું હતું.. મુખ્યમંત્રીએ આ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં જઇને શ્રમિકોને ભોજન પીરસ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારના બે વર્ષની ઉજવણીના ભાગરૂપે નરોડામાં આ શ્રમિક સુવિધા કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું. કડિયાનાકે રોજગાર અને કોન્ટ્રાક્ટચ્યુલ લેબર વર્ક માટે એકઠા થતા શ્રમિકો માટે ભોજન અને રિફ્રેશમેન્ટ માટે આ કેન્દ્રનો આરંભ કરાયો છે.. અમદાવાદમાં કુલ ૧૧ સહિત રાજ્યભરમાં આવા શ્રમિક સુવિધા કેન્દ્રો ...

ડિસેમ્બર 12, 2024 8:05 એ એમ (AM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી તરીકેના બીજા કાર્યકાળને આજે 2 વર્ષ પૂર્ણ થતાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી તરીકેના બીજા કાર્યકાળને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે. શ્રી પટેલના હસ્તે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે '2 વર્ષ: સેવા, સંકલ્પ અને સમર્પણ'ના પુસ્તકનો વિમોચન કાર્યક્રમ યોજાશે. આજના દિવસની ઉજવણી પ્રસંગે “ગ્યાન” એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા, નારીશક્તિને લગતા વિકાસના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની બીજી ટર્મની ધૂરા 12મી ડિસેમ્બર 2022માં સંભાળી હતી.. ત્યારે આજે આ શાસનકાળને બે વર્ષ પૂર્ણ થયા છે.. આ નિમિત્તે પ્રજાકિય કલ્યાણના કાર્યક...

ડિસેમ્બર 10, 2024 5:15 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી.ગાંધીનગરમાં આજે સવારે યોજાયેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે.જેમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી, ડીએપી ખાતર અને બાકી રહેલા કૃષિ રાહત પેકેજ,પીએમજેએવાય માં નવી એસઓપી તથા ખ્યાતિ કાંડની તપાસ સહિતના વિષયો ઉપર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોવાની શક્યતા છે.આ ઉપરાંત રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા થઇ હોવાની સત્તાવાર સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.