જાન્યુઆરી 16, 2025 8:41 એ એમ (AM)

views 12

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદીય ક્ષેત્રમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં જળવ્યવસ્થાપનનાં પરિણામે ઉત્તરગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ગામેગામ સિંચાઈ અને પીવાનું શુધ્ધ પાણી પૂરતા પ્રમાણમાં પહોંચ્યું છે. ગઇકાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તેમના સંસદીય વિસ્તાર ગાંધીનગરનાં માણસામાં અંદાજે 241 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું.તેમણે અંબોડ ખાતે 234 કરોડ રૂપિયાનાં ખર્ચે સાબરમતી નદી પર નિર્માણ થનારા બેરેજનું ભૂમિપૂજન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી અમિત શા...

જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM)

views 20

અમિત શાહ વડનગરમાં આજે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

ગુજરાતની ચાર દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહેસાણા જિલ્લાના વડનગર શહેરની મુલાકાત કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આ મુલાકાતમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મ્યૂઝિકલ મ્યુઝિયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે, તેમજ તેમના હસ્તે નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરવામાં આવશે. તેમની આ વડનગરની મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

જાન્યુઆરી 15, 2025 8:20 એ એમ (AM)

views 7

સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણનું પર્વ હર્ષોલ્લાસ સાથે મનાવાયું હતું.

સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણનું પર્વ હર્ષોલ્લાસ સાથે મનાવાયું હતું ત્યારે રાજકિય નેતાઓએ પણ કાર્યકર્તાઓ અને પરિવારજનો સાથે તેની ઉજવણી કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગરમાં પરિવાર સાથે પતંગોત્સવ મનાવ્યો હતો જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ સાબરમતીમાં પણ ધારાસભ્ય સાથે પતંગની મજા માણી હતી ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પતંગ ઉડાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી.મોટી સખ્યામા કાર્યકરો અને પરિવારજનો સાથે તેમણે આ ઉજવણી કરી હતી. અરવલ્લીમાં મોડાસા ખાતે રાજયકક્ષાના મંત્રી ભીખ...

જાન્યુઆરી 12, 2025 8:13 એ એમ (AM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટના વિજતાઓને એવોર્ડ એનાયત કરતાં કહ્યું કે રાજ્યમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ મજબૂત કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાણંદ ખાતે ૨૮મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિકની યજમાની માટે દેશ તૈયારી કરી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર અને પ્રશિક્ષણ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને રાજ્યમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ મજબૂત કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા યોજાતી આવી સ્પર્ધાઓ...

જાન્યુઆરી 11, 2025 9:04 એ એમ (AM)

views 9

કરુણા અભિયાન અંતર્ગત પશુ-પંખીઓ માટેની એમ્બ્યુલન્સની સંખ્યા 37 થી વધારી 87 કરાઇ

કરુણા અભિયાન અંતર્ગત પ્રાણી અને પંખીઓને ઝડપથી મદદ પહોંચે તે માટે રાજ્યભરમાં ૧૯૬૨ એમ્બ્યુલન્સની સંખ્યા ૧૪ અને ૧૫ જાન્યુઆરી દરમિયાન ૩૭થી વધારીને ૮૭ કરવામાં આવી છે.   રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોની ઘટનાનાં વિશ્લેષણના આધારે, ૧૪ જાન્યુઆરીના રોજ અંદાજે ૧,૪૭૬  ઇમર્જન્સી કેસ નોંધાવાની શક્યતા છે, જે સામાન્ય દિવસોમાં નોંધાતા ૮૪૨ કેસોની સરખામણાએ ૭૨.૨૮% નો વધારો દર્શાવે છે. તે જ રીતે, ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ૧,૪૯૫ ઇમર્જન્સી કેસ થવાની શક્યતા છે, જે ૭૭.૫૩% નો વધારો દર્શાવે છે. રાજકોટ જિલ્લામાં સામાન્ય દિવસો...

જાન્યુઆરી 9, 2025 3:05 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “ધંધા અને રોજગાર માટે જેટલું આગળ વધી શકાય તેટલું આપણે વધવાની તૈયારી છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “ધંધા અને રોજગાર માટે જેટલું આગળ વધી શકાય તેટલું આપણે વધવાની તૈયારી છે. ધંધા-રોજગાર માટે વીજળી અને પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે. આ બંને માટે સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે.” ગાંધીનગરમાં આજે ગ્લૉબલ પાટીદાર બિઝનૅસ સમિટ 2025નો પ્રારંભ કરાવતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું.

જાન્યુઆરી 6, 2025 8:51 એ એમ (AM)

views 16

એશિયન પેરા ગેમ્સમાં સુવર્ણ અને કાંસ્ય પદક મેળવનાર દિવ્યાંગ ખેલાડીને રાજ્ય સરકાર નોકરી આપશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2023ની એશિયન પેરા ગેઇમ્સની ચેસ રમતમાં સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક જીતનાર રાજ્યના બે દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને રાજ્ય સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે.આ ખેલાડીઓની રાજ્ય સરકારમાં વર્ગ ૧ અને વર્ગ-૨ના અધિકારી તરીકે નિમણૂક કરાશે. ચોથી એશિયન પેરા ગેઇમ્સમાં પુરુષોની ચેસ રમતમાં સુવર્ણ ચંદ્રક જીતનાર દર્પણ ઇનાણીની ગુજરાત રમતગમત સત્તામંડળમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ ૧ તરીકે જ્યારે મહિલાઓ માટેની ચેસ રમતમાં કાંસ્ય ચંદ્રક જીતનાર ખેલાડી  હિમાંશી રાઠીને તાલુકા વિકાસ અધિકા...

જાન્યુઆરી 6, 2025 8:45 એ એમ (AM)

views 19

ગુજરાત આગામી ત્રણ વર્ષમાં પાંચ વિશ્વ સ્તરના રમતોત્સવ માટે પ્રયત્નશીલ : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, 2036ના ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતે દાવેદારી કરી છે, ત્યારે રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૫, ૨૦૨૬ તથા ૨૦૨૯ એમ ત્રણ વર્ષમાં પાંચ જેટલાં વિશ્વ કક્ષાનાં રમતોત્સવનાં આયોજન માટે પ્રયત્નશીલ છે. ગઈ કાલે ભાવનગરમાં સિદસર સ્પોર્ટ્સ સંકુલ ખાતે 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધાનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ૨૦૨૪નું વર્ષ ભારત માટે રમત-ગમત ક્ષેત્રે અનેક સફળતાનું વર્ષ બન્યું છે. આ પ્રસંગે રમત- ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આવનારા દિવસોમાં ગુજરાત સ્પ...

જાન્યુઆરી 5, 2025 8:12 એ એમ (AM)

views 13

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે, ભાવનગર ખાતે કારડીયા રાજપૂત સમાજ દ્વારા આયોજિત આભાર દર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે, ભાવનગર ખાતે કારડીયા રાજપૂત સમાજ દ્વારા આયોજિત આભાર દર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે રાજપૂત સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે સમાજ દ્વારા નિર્માણધીનમાં ભવાની સંસ્થાન માટેની જમીનમાં સરકાર દ્વારા વિશેષ રાહ આપવામાં આવી છે. જે અંગે આભાર પ્રકટ કરવા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહેશે.

જાન્યુઆરી 5, 2025 8:07 એ એમ (AM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ એસ.ટી. વિભાગીય કચેરી અને ગોંડલ એસ.ટી.વર્કશોપનું ગઇકાલે ઇ-લોકાર્પણ કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ એસ.ટી. વિભાગીય કચેરી અને ગોંડલ એસ.ટી.વર્કશોપનું ગઇકાલે ઇ-લોકાર્પણ કર્યું. આ સાથે મુખ્યમંત્રીએ 9 નવી હાઇટેક વોલ્વો બસનું પણ ફ્લેગ ઓફ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નવી વોલ્વોના કારણે પરિવહન વ્યવસ્થા વધુ સુદ્રઢ બનવાની સાથે મુસાફરોની યાત્રા વધુ આરામદાયક બનશે. આ નવી વોલ્વો બસ અદ્યતન સુવિધા ધરાવે છે. આ પ્રસંગે મંત્રી હર્ષ સંઘવી, કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા, સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.