ફેબ્રુવારી 8, 2025 7:26 પી એમ(PM)
12
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ : ગુજરાતમાં મેડિકલ ટૂરિઝમનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર આ ક્ષેત્રે તમામ સહાય કરવા માટે કટિબદ્ધ છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં મેડિકલ ટૂરિઝમનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર આ ક્ષેત્રે તમામ સહાય કરવા માટે કટિબદ્ધ છે.મુખ્યમંત્રીએ આજે અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ-૨૦૨૫નો શુભારંભ કરાવ્યો અને પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ કર્યું હતું. પટેલે ટેકનોલૉજીના વધતાં વ્યાપ અને પ્રભુત્વ વચ્ચે તેના ઉપયોગથી અંગ પ્રત્યારોપણ માટે નવાં કેન્દ્રો શરૂ કરવા સૂચન કર્યું હતું.આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્ય...