ઓગસ્ટ 28, 2024 9:10 એ એમ (AM)

views 19

રાજ્યમાં ભારે વરસાદની પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને મુખ્યમંત્રીશ્રીનો રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો

રાજ્યમાં ભારે વરસાદની પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને આવતીકાલ એટલે કે ગુરૂવારે યોજાનારો મુખ્યમંત્રીશ્રીનો રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ તેમજ જિલ્લા કક્ષાએ યોજવામાં આવતો જિલ્લા સ્વાગત મુલતવી રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનાનો રાજ્ય સ્વાગત 29 ઓગસ્ટના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ સંબંધિતોને આ અંગેની નોંધ લેવા મુખ્યમંત્રીશ્રીના જન સંપર્ક એકમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ઓગસ્ટ 16, 2024 8:07 એ એમ (AM)

views 16

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ગુજરાત પોલીસે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કર્યું હતું

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ગુજરાત પોલીસે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કર્યું હતું,આ શસ્ત્ર પ્રદર્શનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉદ્ઘાટન કર્યું હતું.સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ઉપલક્ષમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યાં હતાં. આ શસ્ત્ર પ્રદર્શનમાં ઉપસ્થિત મહાનુભાવોએ સુરક્ષા દળો દ્વારા વપરાતા અત્યાધુનિક શસ્ત્રોને રસપૂર્વક નિહાળ્યા હતા. નડિયાદના કેશવ કથા કુંજ હોલ ખાતે યોજાયેલું આ પ્રદર્શન તારીખ આજે સાંજ સુધી જાહેર જનતા માટે સવારે 9:00થી સાંજના 7 કલાક સુધી ખુલ્લુ રહેશે. આ શ...

ઓગસ્ટ 12, 2024 7:48 પી એમ(PM)

views 10

બ્રિટિશ હાઈકમિશનરે રાજ્યના ઉદ્યોગ-રોકાણકારોને બ્રિટનમાં રોકાણ માટે સહયોગની ઉત્સુક્તા દર્શાવી

બ્રિટીશ હાઈ કમિશનરે રાજ્યના ઉદ્યોગ-રોકાણકારોને બ્રિટનમાં રોકાણ માટે આવકારવા અને સહયોગની ઉત્સુક્તા દર્શાવી છે. ભારત સ્થિત બ્રિટીશ હાઈ કમિશનર લિન્ડિ કેમરોને ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત દરમિયાન આ વાત કહી હતી. દરમિયાન સુશ્રી કેમરોને પુનઃપ્રાપ્ય ઊર્જા, સાયબર સુરક્ષા સહિત લોકો વચ્ચે સીધો સંપર્ક નિર્માણ કરવા પરસ્પર સહયોગની તત્પરતા દર્શાવી હતી. મુલાકાત દરમિયાન બંને મહાનુભાવોએ ઑલિમ્પિક્સ રમતના આયોજનની બ્રિટનની તજજ્ઞતાનો રાજ્યને લાભ મળે તે દિશામાં વિચાર વિમર્શ કર્યો હતો. મુખ્યમ...

ઓગસ્ટ 9, 2024 7:55 એ એમ (AM)

views 13

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે દેવભૂમિદ્વારકા જિલ્લા ખાતે 75મા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે દેવભૂમિદ્વારકા જિલ્લા ખાતે 75મા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત મુખ્યમંત્રીએ ગાંધવી ગામે હરસિદ્ધિ વનનું લોકાર્પણ કર્યું હતું. જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ હરસિદ્ધિ મંદિર નજીક આ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. સમુદ્રની નજીક વિશાળ જગ્યામાં બનેલા આ સુંદર વનને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

ઓગસ્ટ 5, 2024 8:05 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 8મી ઑગસ્ટે રાજ્યકક્ષાનો “75મો વન મહોત્સવ” દેવભૂમિ દ્વારકા ખાતે યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 8મી ઑગસ્ટે રાજ્યકક્ષાનો “75મો વન મહોત્સવ” દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામ ખાતે યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી 23મા સાંસ્કૃતિક “હરસિદ્ધિ વન”નું પણ લોકાર્પણ કરશે. આ રીતે જિલ્લાને "હરસિદ્ધિ વન”ની અનોખી ભેટ મળવા જઈ રહી હોવાનુંવન વિભાગે જણાવ્યું છે. હરસિદ્ધિ વનમાં મુખ્યદ્વાર, પ્રવેશ પરિસર, હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટિ, સેરેમોનિયલ ગાર્ડન, શ્રીકૃષ્ણ ઉપવન, શ્રીકૃષ્ણ કમળવાટિકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણો નિમાર્ણ કરાશે. જ્યારે આ વનમાં બ...

ઓગસ્ટ 5, 2024 3:29 પી એમ(PM)

views 21

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે બંને જિલ્લાના કલેક્ટર સાથે ટેલિફૉનિક વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ બંને જિલ્લાના ગામોમાં નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી હતી. ઉપરાંત વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિમાં જાનમાલનું નુકસાન ન થાય તેવી સતર્કતા અને તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું હતું.

ઓગસ્ટ 2, 2024 7:56 પી એમ(PM)

views 14

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને વરસાદી પાણીના સંગ્રહના 7 હજાર 497 કામો માટે 144 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને વરસાદી પાણીના સંગ્રહના 7 હજાર 497 કામો માટે 144 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી આ કામોનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા કરશે. અમદાવાદ મહાનગરપાલિકાના ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3 હજાર 180, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1 હજાર 617 તથા પશ્ચિમ ઝોનમાં 2 હજાર 500 મળી કુલ 7 હજાર 497 સોસાયટીઓ દ્વારા વરસાદી પાણીના સંગ્રહના કામો માટે અરજીઓ મળેલી છે.