સપ્ટેમ્બર 19, 2024 7:58 પી એમ(PM)

views 14

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે સુરત પરિક્ષેત્રનો ‘ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’નો લક્ષ્યાંક સિદ્ધ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે સુરત પરિક્ષેત્રનો 'ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'નો લક્ષ્યાંક સિદ્ધ કરશે. ગ્રોથ હબ તરીકે સુરત ક્ષેત્રના 'ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન'નું મુખ્યમંત્રીએ આજે સુરતમાં લોન્ચીંગ કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સુરત અને આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓને 'ગ્રોથ હબ' તરીકે વિકસાવવાનું આયોજન છે. ૨૦૪૭ સુધીમાં ભારતને ૩૦ ટ્રિલિયન ડોલર અર્થતંત્ર બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા માટે શહેરી વ...

સપ્ટેમ્બર 18, 2024 10:32 એ એમ (AM)

views 16

ગુજરાત એ વૈશ્વિક સ્થળ અને ‘ભવિષ્યના પ્રવેશદ્વાર’ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત એ વૈશ્વિક સ્થળ અને ‘ભવિષ્યના પ્રવેશદ્વાર’ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રિ-ઇન્વેસ્ટ સંમેલનમાં ગઈકાલે યોજાયેલા ગુજરાત સેશનમાં મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. શ્રી પટેલે કહ્યું, પવન ઊર્જા અને સોલાર ઊર્જાના ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી રાજ્ય છે. રાજ્યની 50 હજાર મેગાવૉટથી વધુની સ્થાપિત ઊર્જા ક્ષમતામાં 54 ટકા ભાગ પુનઃપ્રાપ્ય ઊર્જાનો છે. મુખ્યમંત્રી રિ-ઇન્વેસ્ટ સ...

સપ્ટેમ્બર 17, 2024 3:19 પી એમ(PM)

views 12

ગાંધીનગરમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પરિસરમાં વૃક્ષારોપણ કર્યું

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી લઇને બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયું ઉજવાઇ રહ્યું છે, જે અંતર્ગત રાજ્યમાં વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. ગાંધીનગરમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો..મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું, જેમાં સચિવાલયના 2 હજારથી વધુ કર્મચારીઓએ વૃક્ષ વાવ્યા હતા.. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મૂળુ બેરાએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વૃક્ષારોપણની કરવામાં આવેલ...

સપ્ટેમ્બર 17, 2024 9:33 એ એમ (AM)

views 16

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુએ સીએમ ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી

ગુજરાતની મુલાકાતે આવેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ગુજરાતમાં યોજાઇ રહેલી ત્રિ-દિવસીય ચોથી રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટના ઉદઘાટન સત્રમાં સહભાગી થવા ગાંધીનગર આવ્યા હતા. ઉદઘાટન સત્રના સમાપન બાદ સાંજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

સપ્ટેમ્બર 17, 2024 9:19 એ એમ (AM)

views 18

પ્રધાનમંત્રીને જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ પુસ્તક ભેટ આપ્યું

ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સવારે તેમને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પૂજ્ય દાદા ભગવાનનું 'જ્ઞાની પુરુષ' પુસ્તક જન્મદિવસની ભેટ રૂપે અર્પણ કર્યું હતું.

સપ્ટેમ્બર 10, 2024 7:53 એ એમ (AM)

views 9

રાજ્ય સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં અપનાવેલી ટેકનોલોજીયુક્ત પહેલ દેશના અન્ય રાજ્યો માટે પથદર્શક છે.

ગુજરાત સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં અપનાવેલી ટેકનોલોજીયુક્ત પહેલ અન્ય રાજ્યો માટે પથદર્શક છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં બોલતા કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોષીએ આ મુજબ જણાવ્યું. આ બેઠકમાં કેન્દ્રિય મંત્રીએ વિવિધ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી.બેઠકમાં મંત્રીશ્રીને રાજ્યની વાજબી ભાવની દુકાનો, ખાદ્યાન્નના પરિવહન, સંગ્રહ, વિતરણ વ્યવસ્થા, ગુણવત્તા, ‘માય રાશન’-મોબાઈલ એપ સહિતના બાબતોની માહિતી આપવામાં આવી હતી. કેન્દ્રિય મંત્રીએ તમામ વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર...

સપ્ટેમ્બર 9, 2024 7:43 પી એમ(PM)

views 10

રાજ્ય સરકારે રાજકોટના ગોંડલમાં 2 નવા ચારમાર્ગીય પુલના નિર્માણ માટે 56 કરોડ 84 લાખ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના ગોંડલમાં 2 નવા ચારમાર્ગીય પુલોના નિર્માણ માટે 56 કરોડ 84 લાખ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ્ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફ્લાયઑવર બ્રિજ હેઠળ ગોંડલમાં પાંજરાપોળ પાસે 28 કરોડ અને ગવર્નમેન્ટ હૉસ્પિટલ ચૉક પાસે 28 કરોડ 82 લાખ રૂપિયાના ખર્ચે આ બે પૂલ નિર્માણ પામશે.નવા પુલ નિર્માણ થવાથી ભાવનગર-આટકોટથી જુનાગઢ જતા વાહનોને અને ઘોઘાવદર મોવિયાથી જુનાગઢ અને કોટડાથી જેતપુર-જુનાગઢ જતા વાહનોને સુવિધા મળશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ગોંડલી નદી પરના ...

સપ્ટેમ્બર 6, 2024 8:14 એ એમ (AM)

views 14

21 જિલ્લામાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય

રાજ્ય સરકારે 21 જિલ્લામાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત, 7 આદિજાતિ જિલ્લાના 14 તાલુકામાં પણ પુસ્તકાલયો શરૂ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. જેથી, તમામ આદિવાસી સમુદાયોને વાંચન સેવાનો 100 ટકા લાભ પ્રાપ્ત થશે. ઉપરાંત, આ વર્ષે 64 જેટલા સરકારી તાલુકા ગ્રંથાલયો શરૂ કરવાનો પણ નિર્ણય કરાયો છે. વિશિષ્ટ, શહેર અને ગ્રામ ગ્રંથાલયો, મહિલા અને બાળ ગ્રંથાલયો વગેરેના અનુદાનના દરોમાં વધારો કરવા માટે પણ રાજ્ય સરકારે મંજૂરી આપી છે. ઉપરાંત, સ્વર્ગીય શ્રી મોતીભાઈ અમીન ગ્રંથાલય સ...

સપ્ટેમ્બર 5, 2024 3:07 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજ દાયિત્વનો ઋણ સ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ ક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજ દાયિત્વનો ઋણ સ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. શિક્ષક કલ્યાણનિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે સવારે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને ગાંધીનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને સ્કૂલ ઓફ એચિવર્સનાં બાળકો પહોંચ્યાં હતાં. મુખ્યમંત્રીએ પોતાનો ફાળો અર્પણ કરીને ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે ફાળો લેવા આવેલા શાળાના બાળકો સાથે સંવાદ કરીને શિક્ષકો પ્રત્યેના તેમના આદરભાવનું આદાન-પ્રદાન...

ઓગસ્ટ 28, 2024 9:34 એ એમ (AM)

views 8

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ સામે નાગરિકોની સલામતી રાજ્યનું વહીવટી તંત્ર આગોતરી તૈયારી સાથે સુસજ્જ છે. ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ સહિત રાહત કમિશનર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતેથી સમગ્ર રાજ્યની પરિસ્થતિનો સતત તાગ મેળવી જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડ્યુ હતું. રાજ્યમાં પૂરની સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર દ્વારા રાહત-બચાવ કામગીરી માટે આર્મીની 6 કોલમ ક્રમશ: દેવભૂમ...