જૂન 27, 2025 7:09 પી એમ(PM) જૂન 27, 2025 7:09 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શિક્ષણને લગતી મુશ્કેલીઓને નિવારવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શિક્ષણને લગતી મુશ્કેલીઓને નિવારવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું. ગાંધીનગરની પુન્દ્રા-સણ પ્રાથમિક શાળામાં આજે પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું. દરમિયાન તેમણે આર્થિક મુશ્કેલીના કારણે બાળકોનું શિક્ષણ બંધ કરી દેનારા માતાપિતાઓને બાળકોનું શિક્ષણ ન અટકાવવા અપીલ કરી. તેમજ શ્રી પટેલે સૌ વિદ્યાર્થીઓ અને વાલીઓને સરકારની શૈક્ષણિક યોજનાનો વધુમાં વધુ લાભ લેવા પણ આહ્વાન કર્યું. શ્રી પટેલે આજે શાળાની આંગણવાડી, બાળવાટિકા, પહેલા અને નવમા ધોરણના મળીને કુલ 19...

જૂન 27, 2025 3:06 પી એમ(PM) જૂન 27, 2025 3:06 પી એમ(PM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં કુલ 197 ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં કુલ 197 ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો. તેમણે શાળાની આંગણવાડીમાં 53, બાલવાટિકામાં 54, પહેલા ધોરણમાં 48 બાળકોને શાળામાં આવકાર્યા. તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારાં શાળાના નવ વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા. ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવા ખાતે આવેલી દિપદર્શન પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકોને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ ધનંજય દ્વિવેદીએ કુલ 352 વિદ્યાર્થીનો શૈક્ષણિક કીટ આપીને 'શાળા પ્...

જૂન 27, 2025 3:01 પી એમ(PM) જૂન 27, 2025 3:01 પી એમ(PM)

views 10

અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાનો વિધિવત્ પ્રારંભ કરાવ્યો.

અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાનો વિધિવત્ પ્રારંભ કરાવ્યો. વરસાદના અમી છાંટણાથી આજે રથયાત્રાનો પ્રારંભ થયો. આ પહેલા ભગવાન જગન્નાથજીને નંદીઘોષ, ભાઈ બળભદ્રજીને તાલધ્વજ અને બહેન સુભદ્રાજીને દેવદલન રથમાં બિરાજમાન કરાવાયા. ત્યારબાદ ગુજરાત પોલીસ દ્વારા ભગવાનને ગાર્ડ ઑફ ઑનર અપાયું. સાંભળીએ અમદાવાદના પ્રતિનિધિનો અહેવાલ. અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ રથયાત્રા યોજાઈ છે. ભાવનગરમાં આજે સવારે આઠ વાગ્યે ભગવાન જગન્નાથજીની 40મી રથયાત્રાનું પ...

જૂન 21, 2025 10:24 એ એમ (AM) જૂન 21, 2025 10:24 એ એમ (AM)

views 2

યોગ વિકસિત, તંદુરસ્ત અને સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ, સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત થીમ આધારીત અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશ્વની સાથેસાથે ગુજરાતમાં પણ થઇ રહી છે. આ એક રાજ્ય કક્ષાનો યોગ દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગર ખાતે યોજાઇ રહ્યો છે. આ યોગ દિવસની ઉજવણીના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, યોગ વિકસિત, સ્વસ્થ, અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ કરશે.

માર્ચ 30, 2025 8:16 પી એમ(PM) માર્ચ 30, 2025 8:16 પી એમ(PM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નરોડામાં ચેટીચાંદની ઉજવણી નિમિત્તે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નરોડામાં ચેટીચાંદની ઉજવણી નિમિત્તે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે સિંધી સમાજે ગુજરાતની પ્રગતિમાં સક્રિય યોગદાન આપીને એક ભારત, શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર કર્યો છે . અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આયોજીત ચેટીચાંદ પર્વના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીશ્રીએ સિંધી પરિવારોને ચેટીચાંદ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

માર્ચ 7, 2025 6:58 પી એમ(PM) માર્ચ 7, 2025 6:58 પી એમ(PM)

views 3

ભારત ઉડ્ડયન ઈકોસિસ્ટમનું મજબૂત આધાર સ્તંભ છે :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભારત ઉડ્ડયન ઈકોસિસ્ટમનું મજબૂત આધાર સ્તંભ છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઈન્ડીયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સિંગ સમિટના પ્રારંભે શ્રી પટેલે આમ જણાવ્યું હતું. શ્રી પટેલે ઉમેર્યું કે વૈશ્વિક પુરવઠા કડીમાં ગુજરાતના વધતા પ્રભાવને પરિણામે ગ્લોબલ ઓરીજીનલ ઇક્વિપમેન્ટ ઉત્પાદકો ગુજરાતમાં આકર્ષાય છે. આ પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ જણાવ્યું કે ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને પોલિસી ડ્રીવન ગવર્નન્સથી વિકાસનું ગ્રોથ એન્જિન બન્યુ છે.

માર્ચ 5, 2025 7:12 પી એમ(PM) માર્ચ 5, 2025 7:12 પી એમ(PM)

views 2

સેમિકંડક્ટર નીતિ લાગુ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સેમિકંડક્ટર નીતિ લાગુ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ગાંધીનગરમાં ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-2025નો પ્રારંભ કરાવતા શ્રી પટેલે જણાવ્યું કે, ગુજરાત સેમિકન્ડક્ટરની વૈશ્વિક માગ-પુરવઠા કડીમાં મહત્વપૂર્ણ ભુમિકા માટે સજ્જ થઈ રહ્યું છે. આ પરિષદની શરૂઆતમાં 8 સમજૂતી કરાર, સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈન કોમ્પેડીયમનું વિમોચન તેમજ ધોલેરા ખાતે નિર્માણ થનારી હોસ્પિટલ, ઇન્ટરનેશનલ સ્કૂલ અને ફાયર સ્ટેશનના ઈ-ખાતમુહૂર્ત પણ કરાયા હતા. આ ત્રિ-દિવસીય પરિષદમાં દેશ-વિદેશના દોઢ હજ...

માર્ચ 2, 2025 7:19 પી એમ(PM) માર્ચ 2, 2025 7:19 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આમોદરા ખાતે સાંસદ સમૂહ લગ્નોત્સવમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આમોદરા ખાતે સાંસદ સમૂહ લગ્નોત્સવમાં સહભાગી થયા હતા.આ સમૂહ લગ્નોત્સવમાં 122 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.આ પ્રસંગે તેમણે નવ યુગલોને શુભકામનાઓ પાઠવતા સમૂહ લગ્નના આયોજનને બિરદાવ્યું હતું. શ્રી પટેલે કહ્યું, આ સાંસદ સમૂહ લગ્ન ઉત્સવ જેવા આયોજનોએ સૌનો સાથ, સૌના વિકાસના મંત્રને ચરિતાર્થ કર્યો છે.તેમણે સમૂહ લગ્નોત્સવને સામાજિક સમરસતાની દિશામાં એક પ્રશંસનીય પહેલ ગણાવી હતી. અમારા જિલ્લા પ્રતિનિધિ જણાવે છે કે સાબરકાંઠા - અરવલ્લી જિલ્લા ક્ષત્રિ...

ફેબ્રુવારી 26, 2025 8:27 એ એમ (AM) ફેબ્રુવારી 26, 2025 8:27 એ એમ (AM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકો અને યુવાનોમાં ભારતીય સંસ્કૃતિના આદર્શ અને મૂલ્યોને પુનઃઉજાગર થાય તે સમયની માગ હોવા પર ભાર મૂક્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકો અને યુવાનોમાં ભારતીય સંસ્કૃતિના આદર્શ અને મૂલ્યોને પુનઃઉજાગર થાય તે સમયની માગ હોવા પર ભાર મૂક્યો હતો. ગાંધીનગરથી રાજ્યના તમામ સરકારી, અનુદાનિત અને સૅલ્ફ ફાઈનાન્સ કૉલેજના વિદ્યાર્થીઓ માટે શરૂ થયેલી ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. યુવાશક્તિના સહારે વિકસિત ભારત 2047નો તેમનો સંકલ્પ હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધામાં ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્રનિર્માણ, વિકસ...

ફેબ્રુવારી 26, 2025 8:12 એ એમ (AM) ફેબ્રુવારી 26, 2025 8:12 એ એમ (AM)

views 2

રાજ્ય સરકારે ગુજરાત વહીવટી સુધારણા પંચને કાર્યરત્ કરવા મંજૂરી આપી.

રાજ્ય સરકારે ગુજરાત વહીવટી સુધારણા પંચ કાર્યરત્ કરવા મંજૂરી આપી છે. સત્તાવાર યાદી મુજબ, વહીવટી સુધારણાના વિવિધ પાસાંઓ અંગે આ પંચ 2 વર્ષ સુધીમાં અભ્યાસ પૂર્ણ કરી સમયાંતરે પોતાની ભલામણ સરકારમાં રજૂ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય અગ્ર-સલાહકાર ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં મુખ્યસચિવ સહિત પાંચ વરિષ્ઠ સચિવ આ પંચના સભ્ય રહેશે. રાજ્યના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિઓમાં જરૂરી ફેરફાર કરવા રચાયેલું પંચ વિકસિત ગુજરાતનો ધ્યેય પ્રાપ્ત કરવા વહીવટી તંત્રની કાર્યક્ષમતા, અસરકારકતા અને પ્રતિભાવશીલતા વધા...