માર્ચ 31, 2025 7:00 પી એમ(PM)

views 25

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં દેશના સૌથી મોટા સેનિટરી પેડ ઉત્પાદન એકમનો શુભારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં દેશના સૌથી મોટા સેનિટરી પેડ ઉત્પાદન એકમનો શુભારંભ કરાવ્યો. શ્રી પટેલે જણાવ્યું, રાજ્ય સરકારે સામાન્ય માણસને સરળતાથી આરોગ્યની સેવાઓ મળે તેવી સુવિધા વિકસાવી છે. રાજકોટના બિલિયાડા ખાતેથી માસિક સ્વચ્છતા જાગૃતિ કેમ્પનો શુભારંભ કરાવતા શ્રી પટેલે રાજ્ય આરોગ્યલક્ષી સેવાઓના ઉત્પાદનમાં અગ્રેસર છે.

માર્ચ 26, 2025 7:16 પી એમ(PM)

views 46

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે રાજકોટ અને મોરબીમાં વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ અને શિલાન્યાસ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મોરબીમાં 187 કરોડથી વધુના ખર્ચે 49 વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. આ પ્રસંગે સંબોધન કરતાં, મુખ્યમંત્રીએ સહિતની માળખાકીય સુવિધા આપવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું. રાજ્યમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 15 હજારથી વધુ ગામોમાં 80 હજાર કિલોમીટરના માર્ગ બનાયા હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું. સરકારી યોજનાનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચડવામાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજકોટમાં વિચરતી-વિમુક્ત જાતિના તથા પ્લોટના લાભાર્થીઓને સનદ વિતરણ, પંડિત દીનદયાળ આવા...

માર્ચ 17, 2025 7:16 પી એમ(PM)

views 22

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ, પાણી અને વીજળીની બચતને દેશ સેવા ગણાવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ, પાણી અને વીજળીની બચતને દેશ સેવા ગણાવી છે. સુરત જિલ્લાના ડિંડોલીમાં શ્રી ઉમિયામાતાજી મંદિર ખાતે ઉમાપુરમ દશાબ્દી મહોત્સવમાં શ્રી પટેલે જણાવ્યું કે સ્વચ્છતા માટે સુરત ઉદાહરણ રૂપ બન્યું છે.

માર્ચ 11, 2025 7:12 પી એમ(PM)

views 26

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ખારીકટ કેનાલના પુનઃવિકાસના બીજા તબક્કાની કામગીરી માટે અંદાજે રૂપિયા એક હજાર ત્રણ કરોડના કામોની મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ખારીકટ કેનાલના પુનઃવિકાસના બીજા તબક્કાની કામગીરી માટે અંદાજે રૂપિયા એક હજાર ત્રણ કરોડના કામોની મંજૂરી આપી છે. જેમાં સરદાર પટેલ રીંગ રોડથી નરોડા સ્મશાન ગૃહ, વિંઝોલ વહેળાથી ઘોડાસર સુધી તેમ જ ઘોડાસરથી વટવા ગામ અને વટવા ગામથી સરદાર પટેલ રીંગ રોડ સુધીની હયાત કેનાલને પુનઃવિકસિત કરવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ખારીકટ કેનાલની કુલ લંબાઈ પૈકી પ્રથમ તબક્કામાં નરોડા સ્મશાનથી વિંઝોલ વહેળા સુધીની ૧૨.૭૫ કિલોમ...

માર્ચ 5, 2025 7:18 પી એમ(PM)

views 35

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રાજધાનીના આગામી બજેટ અંગે લોકોની અપેક્ષાઓ અને સૂચનો જાણવા માટે વિવિધ મહિલા સંગઠનો સાથે વિગતવાર વાતચીત કરી

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે રાજધાનીના આગામી બજેટ અંગે લોકોની અપેક્ષાઓ અને સૂચનો જાણવા માટે વિવિધ મહિલા સંગઠનો સાથે વિગતવાર વાતચીત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, મુખ્યમંત્રીએ કહ્યું કે સંવાદ દરમિયાન મહિલા સશક્તિકરણ અને કલ્યાણ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. શ્રીમતી ગુપ્તાએ જણાવ્યું હતું કે આ અર્થપૂર્ણ ચર્ચામાં મળેલા સૂચનોને આગામી બજેટના ડ્રાફ્ટમાં સમાવવા માટે કાર્ય કરવામાં આવશે.

ફેબ્રુવારી 25, 2025 8:50 એ એમ (AM)

views 4

રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર રહી છે. તેમજ રાજ્યના ખેડૂત આર્થિક રીતે વધુ સક્ષમ બને તે માટે સરકાર કટિબધ્ધ છે. ગઈકાલે પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા આ યોજનાના 19માં હપ્તાના ચૂકવણા પ્રસંગે ગાંધીનગરમાં વર્ચ્યુઅલી જોડાયેલા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 19મા હપ્તામાં રાજ્યના 51 લાખથી વધુ ખેડૂતોને એક હજાર 148 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. ડાંગના વઘઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો 'કિસાન સન્માન' સમારોહમાં ...

ફેબ્રુવારી 24, 2025 8:34 એ એમ (AM)

views 30

વિકસિત ગુજરાતના નિર્માણ માટે નાગરિકોને વરસાદી પાણીનો સંગ્રહ સાથે પર્યાવરણની જાળવણી કરવા મુખ્યમંત્રીની અપીલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાતના નિર્માણમાટે વરસાદી પાણીનો સંગ્રહ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણને સહજ સ્વભાવ બનાવવા નાગરિકોને અપીલ કરી છે. અમદાવાદમાં ગઈકાલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “સાબરમતી રિવરફ્રન્ટ, નર્મદાના પાણીનું વિતરણ નેટવર્ક, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને 24 કલાક વીજળીથી ગુજરાત દેશના વિકાસનું આદર્શ રાજ્ય બન્યું છે.” આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે ભારતમાં સેમિ-કન્ડક્ટરની પહેલી ચી...

ફેબ્રુવારી 24, 2025 8:27 એ એમ (AM)

views 18

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો જાહેર કરશે. આ યોજના અંતર્ગત જમીનધારક ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે. આ દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’ યોજાશે. તેમાં રાજ્યના 51 લાખ 41 હજારથી વધુ ખેડૂત પરિવારને એક હજાર 148 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે એમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. આ તરફ નવસારીમાં યોજાનારા કિસાન સન્માન સમારોહમા...

ફેબ્રુવારી 22, 2025 11:00 એ એમ (AM)

views 79

બાળક અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનું પણ મહત્વ સમજે તે જરૂરી : ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, બાળક અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનું પણ મહત્વ સમજે તે જરૂરી છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત સાહિત્ય ગૌરવ પુરસ્કાર સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આજના યુવાનોમાં સાહિત્ય ક્ષેત્રમાં રસ ઘટતો જઈ રહ્યો છે ત્યારે નવી પેઢી સુધી માતૃભાષાનો વારસો પહોંચાડવાનું કાર્ય આપણી જવાબદારી છે.

ફેબ્રુવારી 22, 2025 8:32 એ એમ (AM)

views 27

વિશ્વ સાથે સ્પર્ધા કરતા હોઈએ ત્યારે વસ્તુની ગુણવત્તા પર ભાર મૂકવો પડે : ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે જ્યારે આપણે વિશ્વ સાથે સ્પર્ધા કરતા હોઈએ ત્યારે વસ્તુની ગુણવત્તા પર ભાર મૂકવો જ પડે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેના ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે દેશના કુલ GDPમાં ગુજરાતનું યોગદાન 8.3% છે, અને તેને વર્ષ 2030 સુધીમાં 10 ટકા સુધી લઇ જવાનું ગુજરાતનું લક્ષ્ય છે. આ કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલના હસ્તે 3 હજાર 600 કરોડ રૂપિયાથી વધુના લાભોનું વિતરણ કરાયું હતું. દરમિયાન GIDCના 480 કરોડ રૂપિયાના 5...