જાન્યુઆરી 16, 2025 10:07 એ એમ (AM)

views 24

ફિલ્મ અભિનેતા સૈફઅલી ખાન પર હુમલો, ઘાયલ સૈફઅલી લીલાવતી હોસ્પિટલમાં દાખલ

ફિલ્મ અભિનેતા સૈફઅલી ખાન પર હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના ગત મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ગત મોડી રાતના હુમલો થયો હોવાની વિગતો સામે આવી છે. ગત મોડી રાતના એક હુમલાખોરે તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તેણે સૈફઅલી ખાન ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ઘાયલ ફિલ્મ અભિનેતાને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મુંબઈ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટના ગત મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસ...

ઓક્ટોબર 15, 2024 10:59 એ એમ (AM)

views 44

રણજી ટ્રોફીમાં ગુજરાત-બરોડાનો વિજયી પ્રારંભ, સૌરાષ્ટ્રે હારનો સામનો કર્યો

રણજી ટ્રોફીમાં ગુજરાત અને બરોડાએ વિજયી પ્રારંભ કર્યો છે. જ્યારે સૌરાષ્ટ્રે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત હૈદરાબાદ વચ્ચેની મેચમાં ગુજરાતે હૈદરાબાદને 126 રને પરાજ્ય આપ્યો હતો. આ મેચમાં ગુજરાતે પ્રથમ ઇનિંગમાં 343 અને હૈદરાબાદે 248 રન કર્યા હતા. બીજી ઇનિંગમાં ગુજરાત 201 રને ઓલઆઉટ થતાં હૈદરાબાદને જીત માટે 297 રનનો પડકાર મળ્યો હતો પરંતુ હૈદરાબાદ ચોથા દિવસની રમતમાં 170 રને ઓલઆઉટ થતાં તેની 126 રન હાર થઈ હતી. બરોડા મુંબઈ વચ્ચેની મેચમાં બરોડાએ મુંબઈને 84 રને હરાવ્યું છે. આ મેચમાં બરોડાએ પ્રથમ ઇનિંગ...

ઓક્ટોબર 1, 2024 10:40 એ એમ (AM)

views 25

અભિનેતા ગોવિંદાને ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ

બોલિવૂડ એક્ટર ગોવિંદાને પગમાં ગોળી વાગતાં ઘાયલ થયા છે. તેમને તેમની પિસ્ટલમાંથી નીકળેલી ગોળી વાગી છે. આ ઘટના મંગળવારે સવારે 4.45 બની હતી. ઓપરેશન કરીને તેમના પગમાં વાગેલી ગોળીને બહાર કાઢી લેવામાં આવી છે. હાલમાં ગોવિંદાની તબિયત સુધારા પર છે.