ફેબ્રુવારી 13, 2025 8:15 એ એમ (AM) ફેબ્રુવારી 13, 2025 8:15 એ એમ (AM)

views 4

રાજ્યનાં સાત શહેરોમાં યોજાયેલા મિલેટ મહોત્સવમાં એક કરોડ 62 લાખ રૂપિયાની પ્રાકૃતિક ખેત-પેદાશો અને મિલેટ વાનગીનું વેચાણ.

રાજ્યમાં જાડા ધાન્ય એટલે કે, મિલેટના ઉપયોગમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં યોજાયેલા બે દિવસના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૫’ માં 1 કરોડ 62 લાખ રૂપિયાના મિલેટ્સ, પ્રાકૃતિક ખેત પેદાશો અને મિલેટ વાનગીઓનું વેચાણ થયું હતું. આ શહેરોમાં મિલેટ મહોત્સવમાં કુલ 2 લાખ 93 હજાર નાગરિકોએ મુલાકાત લીધી. મિલેટ મહોત્સવ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ના પરિણામે સમગ્ર વિશ્વના નાગરીકો સુપરફૂડ મિલેટ...

ફેબ્રુવારી 9, 2025 8:23 એ એમ (AM) ફેબ્રુવારી 9, 2025 8:23 એ એમ (AM)

views 37

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના અધ્યક્ષસ્થાને રાજકોટ ખાતે “મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ – ૨૦૨૫”નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના અધ્યક્ષસ્થાને રાજકોટ ખાતે "મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ - ૨૦૨૫"નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત મિલેટ એક્સ્પોમાં મિલેટ પ્રોડકટ્સ અને પ્રાકૃતિક કૃષિ પેદાશોનું પ્રદર્શન કમ વેચાણ કરાઈ રહ્યું છે. આ અવસરે નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, લોકોમાં શ્રી અન્ન અંગે જાગૃતિ આવી છે. ભૂતકાળમાં ગ્રામીણ લોકો બાજરા-જુવારના રોટલા આરોગતા હતા.

ફેબ્રુવારી 5, 2025 7:48 પી એમ(PM) ફેબ્રુવારી 5, 2025 7:48 પી એમ(PM)

views 7

રાજ્યમાં 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025’ કાર્યક્રમ યોજાશે

રાજ્યમાં 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025’ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 8 ફેબ્રુઆરીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય સ્તરના કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને રાજ્યકક્ષાના કૃષિમંત્રી બચુભાઈ ખાબડ પણ ઉપસ્થિત રહેશે.FPO સાથે સંકળાયેલા 1000થી વધુ મિલેટ પકવતા અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો તેમજ કૃષિ નિષ્ણાંતો આ કાર્યક્રમમાં જોડાશે.આ કાર્યક્રમ સાત મ્યુનિસિપલ કોર્પોરેશનો - અમદાવાદ, જામનગર, ગાંધીનગર, વડોદર...