ફેબ્રુવારી 20, 2025 7:48 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:48 પી એમ(PM)

views 4

મિઝોરમમાં, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો-MSMEના કેન્દ્રીય રાજ્ય પ્રધાન શોભા કરંદલાજેએ જણાવ્યું કે ભારત વિશ્વમાં પાંચમું સૌથી મોટું અને સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે

મિઝોરમમાં, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો-MSMEના કેન્દ્રીય રાજ્ય પ્રધાન શોભા કરંદલાજેએ જણાવ્યું કે ભારત વિશ્વમાં પાંચમું સૌથી મોટું અને સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આઈઝોલમાં મીડિયા સાથે વાત કરતા શ્રીમતી કરંદલાજેએ જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં જોવા મળેલા સુશાસનને કારણે દેશની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. સુશ્રી કરંદલાજેએ ઉમેર્યું કે સરકાર માળખાગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, મજબૂત માળખાકીય સુવિધાઓથી જ પ્રગતિ અને વિકાસ પ્રાપ્ત કરી શકાય છે. પૂર્વોત્તર વિશે વાત કરતા તેઓએ કહ્યું કે પૂર્વ...

ફેબ્રુવારી 20, 2025 7:46 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:46 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે વાઇબ્રન્ટ રાજ્ય તેના આકર્ષક ભૂ-દ્રશ્યો, પરંપરાઓ અને તેના લોકોની હૂંફ માટે જાણીતું છે. તેમણે ઉમેર્યું હતું કે મિઝો સંસ્કૃતિ વારસા અને સંવાદિતાનું સુંદર મિશ્રણ દર્શાવે છે. પ્રધાનમંત્રીએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે મિઝોરમ રાજ્ય સમૃદ્ધ થતું રહે અને તેની શાંતિ, વિકાસ અને પ્રગતિની યાત્રા આવનારા વર્ષોમાં વધુ ઊંચાઈઓ સુધી પહોંચે.

ફેબ્રુવારી 11, 2025 7:06 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 7:06 પી એમ(PM)

views 1

મિઝોરમમાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સભ્યોની પસંદગી માટે આવતીકાલે મતદાન થશે

મિઝોરમમાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સભ્યોની પસંદગી માટે આવતીકાલે મતદાન થશે. જિલ્લા પંચાયત હેઠળ આવતા લોંગટલાઈ અને સિયાહા જિલ્લાઓને બાદ કરતાં 9 જિલ્લાઓમાં 544 ગ્રામ પરિષદો અને 111 સ્થાનિક પરિષદોની ચૂંટણીઓ યોજાશે. ગ્રામ પરિષદની ચૂંટણી માટે કુલ 4 લાખ, 37 હજારથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યારે 2 લાખ, 85 હજારથી વધુ મતદારો સ્થાનિક પરિષદની ચૂંટણીમાં ભાગ લેશે. આકાશવાણી ન્યૂઝ સાથે વાત કરતા, રાજ્ય ચૂંટણી કમિશનર ડૉ. એચ.લલ્થલાંગલિયાનાએ જણાવ્યું કે મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ યોજવા માટે ત...