માર્ચ 4, 2025 6:08 પી એમ(PM)

views 14

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિદ્યાર્થીઓને તેમના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યેય પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા વિનંતી કરી

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિદ્યાર્થીઓને તેમના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યેય પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા વિનંતી કરી છે. નવી દિલ્હીમાં ભારતીય દૂર સંદેશાવ્યવહાર સંસ્થા-IIMC ના 56મા દીક્ષાંત સમારોહને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે, આજે  માધ્યમોની સમગ્ર દુનિયા જ  બદલાઈ રહી છે. તેમણે વિદ્યાર્થીઓને હંમેશા રાષ્ટ્રને પ્રથમ રાખવા કહ્યું. શ્રી વૈષ્ણવે IIMC ને અત્યાધુનિક સુવિધાઓ સાથે વિશ્વ કક્ષાની મીડિયા સંસ્થા બનાવવાનો પુનરોચ્ચાર કર્યો. આ કાર્યક્રમ દરમિયાન, મંત્રીશ્રીએ 2023-24ની બેચના...

ફેબ્રુવારી 20, 2025 8:03 પી એમ(PM)

views 12

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓનલાઈન ક્યુરેટેડ સામગ્રી પ્રકાશક OTT પ્લેટફોર્મ અને OTT પ્લેટફોર્મની સ્વ-નિયમનકારી સંસ્થાઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરી

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓનલાઈન ક્યુરેટેડ સામગ્રી પ્રકાશક OTT પ્લેટફોર્મ અને OTT પ્લેટફોર્મની સ્વ-નિયમનકારી સંસ્થાઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. માહિતી ટેકનોલોજી નિયમો, 2021માં નિર્ધારિત ભારતના કાયદાઓ અને નૈતિક સંહિતાનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે આ માર્ગદર્શિકા જાહેર કરાઇ. મંત્રાલયે તેની માર્ગદર્શિકામાં નીતિશાસ્ત્રની સંહિતા હેઠળ નિર્ધારિત સામગ્રીના વય આધારિત વર્ગીકરણના કડક પાલન પર ભાર મૂક્યો હતો. તેણે OTT પ્લેટફોર્મની સ્વ-નિયમનકારી સંસ્થાઓને પ્લેટફોર્મ દ્વારા નૈતિક સંહિતાના ઉલ્લંઘન ...

નવેમ્બર 14, 2024 6:44 પી એમ(PM)

views 10

માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ આર્થિક સલાહકાર રવિન્દ્ર કુમાર જેનાએ આજે અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામૂહિક સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા

માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ આર્થિક સલાહકાર રવિન્દ્ર કુમાર જેનાએ આજે અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામૂહિક સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન આકાશવાણીના ડાયરેક્ટર જનરલ ડો. પ્રજ્ઞા પાલીવાલ ગૌર, એડિશનલ ડાયરેક્ટર જનરલ એલ. મધુ નાગ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ આકાશવાણી ભવન, નવી દિલ્હી ખાતે સ્વચ્છતાની પ્રતિજ્ઞા લીધી.

સપ્ટેમ્બર 2, 2024 7:52 પી એમ(PM)

views 17

માહિતી અને પ્રસારણ મંત્રાલયે વેબ સિરીઝ-814નાં વિષયવસ્તુ અંગે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સનાં કન્ટેન્ટ હેડ પાસેથી સ્પષ્ટતા માંગી

માહિતી અને પ્રસારણ મંત્રાલયે વેબ સિરીઝ-814નાં વિષયવસ્તુ અંગે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સનાં કન્ટેન્ટ હેડ પાસેથી સ્પષ્ટતા માંગી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, વેબ સિરીઝનાં કથિત વિવાદાસ્પદ મુદ્દાઓ અંગે સમજૂતિ આપવા કન્ટેન્ટ હેડને આવતીકાલે મંત્રાલયસમક્ષ રૂબરમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વેબ સિરીઝમાં કેટલાંક પાત્રોનાં ચિત્રણ મુદ્દે કથિત વિવાદોની પૃષ્ઠભૂમિમાં મંત્રાલયે આ પગલું લીધું છે.

જુલાઇ 26, 2024 2:04 પી એમ(PM)

views 17

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નવી દિલ્હી ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત, સંરક્ષણ ક્ષેત્રે આત્મ નિર્ભર બન્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે 70 ટકા સંરક્ષણ સાધનો દેશમાં જ ઉત્પાદિત થઈ રહ્યા છે. જ્યારે કે ભારત 80 જેટલા દેશોને રૂપિયા 25 હજાર કરોડ ખર્ચના સંરક્ષણ ઉત્પાદનો નિકાસ કરી રહ્યું છે.

જુલાઇ 24, 2024 8:11 પી એમ(PM)

views 16

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર બનાવટી અને ભ્રામક માહિતીના ફેલાવાને નિયંત્રિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિનીવૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર બનાવટી અને ભ્રામક માહિતીનાફેલાવાને નિયંત્રિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. આવાસમાચાર દેશની લોકશાહીને નબળી બનાવી શકે છે અને સમાજમાં તિરાડ ઊભી કરે છેઆજે લોકસભામાં એક લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યુંહતું કે વિવિધ મીડિયા પ્લેટફોર્મ પર નકલી સમાચારને ડામવા માટે સરકાર પાસે વૈધાનિક અનેસંસ્થાકીય પદ્ધતિઓ છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારનેલગતા બનાવટી સમાચારોનો સામનો કરવા માટે નવેમ્બર  2019માં માહિતી અને પ્રસારણ મંત્ર...