સપ્ટેમ્બર 1, 2024 7:44 પી એમ(PM)

views 12

રાજ્યભરમાં ભારે વરસાદ બાદ માર્ગ મરામત, આરોગ્ય ચકસણી, વીજ પુરવઠો પૂર્વવત્ કરવા સહિતની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી

રાજ્યભરમાં ભારે વરસાદ બાદ માર્ગ મરામત, આરોગ્ય ચકસણી, વીજ પુરવઠો પૂર્વવત્ કરવા સહિતની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.. અમદાવાદ જીલ્લામાં વિરમગામ, ધોળકા અને ધંધુકા તાલુકાના કુલ 42 જેટલા રસ્તાઓને અસર થઈ હતી.. 42 રસ્તાઓ પૈકી હાલ 30 માર્ગો પર વાહનવ્યવહાર પૂર્વવત્ થઈ ગયો છે. આ ઉપરાંત જ્યાં પાણી ભરાયા હતા એ પાણી ઓસરતા ક્રમશઃ રિપેરિંગ તથા પેચવર્કની કામગીરી સત્વરે હાથ ધરાઈ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારે વરસાદના કારણે તૂટી ગયેલા રોડ રસ્તાનું સમારકામ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મહ...