માર્ચ 12, 2025 6:17 પી એમ(PM) માર્ચ 12, 2025 6:17 પી એમ(PM)
3
‘સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક’ મિશનના ભાગરૂપે જોખમગ્રસ્ત સગર્ભા માતાઓ અને ટીબીના 50 જેટલા દર્દીઓને ન્યુટ્રીશન કિટનું વિતરણ કરાયું
'સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક' મિશનના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના સાણંદના ચાંગોદર ગામે જોખમગ્રસ્ત સગર્ભા માતાઓ અને ટીબીના 50 જેટલા દર્દીઓને ન્યુટ્રીશન કિટનું વિતરણ કરાયું હતું. જેમાં 38 જેટલી સગર્ભા માતાઓ તેમજ 12 જેટલા ટીબીના દર્દીઓનો સમાવેશ કરાયો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, ગામના સરપંચ શ્રી તેમજ આરોગ્ય કેન્દ્રના કર્મીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.