માર્ચ 17, 2025 7:19 પી એમ(PM) માર્ચ 17, 2025 7:19 પી એમ(PM)

views 10

આજ સુધી 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કિર્તી વર્ધનસિંહે જણાવ્યું કે આજ સુધી 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. આ 123 માછીમારોમાંથી 33 માછીમાર વર્ષ 2021થી, 68 માછીમારો 2022થી પાકિસ્તાની જેલમાં કેદ છે. જ્યારે ગુજરાતના નવ માછીમારોને વર્ષ 2023માં અને 13ને વર્ષ 2024માં પાકિસ્તાની સત્તાવાળાઓએ કેદ કર્યા હતા.

જાન્યુઆરી 1, 2025 7:29 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 7:29 પી એમ(PM)

views 11

ભારત અને પાકિસ્તાને આજે રાજદ્વારી સ્તરે એકબીજાની કેદમાં રહેલા કેદીઓ અને માછીમારોની યાદીની આપલે કરી

ભારત અને પાકિસ્તાને આજે રાજદ્વારી સ્તરે એકબીજાની કેદમાં રહેલા કેદીઓ અને માછીમારોની યાદીની આપલે કરી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ભારતે તેની કેદમાં રહેલા 381 પાકિસ્તાની કેદીઓ અને 81 માછીમારોના નામ જાહેર કર્યા છે જ્યારે પાકિસ્તાને તેની કેદમાં રહેલા 49 ભારતીય કેદીઓ અને 217 માછીમારોના નામ જાહેર કર્યા છે. ભારતે પાકિસ્તાની કેદમાંથી કેદીઓ, માછીમારો અને તેમની નૌકાઓ અને ગુમ થયેલા ભારતીય સંરક્ષણ કર્મચારીઓને વહેલા મુક્ત કરવા અને તેમને પરત લાવવાની હાકલ કરી છે. પાકિસ્તાનને 183 ભારતીય માછીમારો અને ...

જુલાઇ 1, 2024 8:04 પી એમ(PM) જુલાઇ 1, 2024 8:04 પી એમ(PM)

views 32

ભારત અને પાકિસ્તાને આજે નાગરિક કેદીઓ અને માછીમારોના નામોની યાદીની આપ-લે કરી

ભારત અને પાકિસ્તાને આજે નાગરિક કેદીઓ અને માછીમારોના નામોની યાદીની આપ-લે કરી. વિદેશમંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ભારતે પાકિસ્તાનને 366 નાગરિક કેદીઓ તેમજ 86 માછીમારોના નામ આપ્યા છે. જ્યારે પાકિસ્તાને ભારતને 43 નાગરિક કેદીઓ અને 211માછીમારોના નામ સોંપ્યા છે. વર્ષ 2008માં દ્વીપક્ષીય સમજૂતી અંતર્ગત બંને દેશો પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈએ આ યાદીની આપ-લે કરે છે. ભારતે પાકિસ્તાની જેલમાં રહેલા નાગરિકો અને માછીમારો તેમજ તેમનીબોટને ઝડપથી મુક્ત કરવા પાકિસ્તાનને અપીલ કરી છે.