નવેમ્બર 22, 2024 2:24 પી એમ(PM) નવેમ્બર 22, 2024 2:24 પી એમ(PM)

views 6

છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 જેટલા માઓવાદીઓ માર્યા ગયા

છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 જેટલા માઓવાદીઓ માર્યા ગયા હતા. સીઆરપીએફ અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ-ડીઆરજીની સંયુક્ત ટીમને માઓવાદી હોવાની મળેલી બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતુ. સુકમા જિલ્લાના કોન્ટા વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન, ભેજી વિસ્તારના જંગલ અને પહાડીઓમાં એન્કાઉન્ટર થયું હતુ, જેમાં માઓવાદીઓ માર્યા ગયા. સુરક્ષા દળોએ માર્યા ગયેલા માઓવાદીઓના મૃતદેહ કબજે કર્યા છે. આ સિવાય ઘટનાસ્થળેથી એક AK-47 સહિત મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. આ વિસ્તારમાં હજુ પ...

નવેમ્બર 16, 2024 6:53 પી એમ(PM) નવેમ્બર 16, 2024 6:53 પી એમ(PM)

views 5

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સલામતી દળોએ કરેલી કાર્યવાહીમાં પાંચ માઓવાદીઓ ઠાર થયા

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સલામતી દળોએ કરેલી કાર્યવાહીમાં પાંચ માઓવાદીઓ ઠાર થયા છે. સરહદ સલામતી દળ, ખાસ કાર્યદળ અને જિલ્લા અનામત દળના જવાનોએ અગાઉ મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. સલામતી દળના જવાનોને ઘટના સ્થળેથી માઓવાદીઓના મૃતદેહો ઉપરાંત મોટી સંખ્યામાં શસ્ત્રો મળી આવ્યા છે. આ અથડામણમાં સલામતી દળના બે જવાનોને ઇજા થઈ છે.

ઓક્ટોબર 5, 2024 10:05 એ એમ (AM) ઓક્ટોબર 5, 2024 10:05 એ એમ (AM)

views 5

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 28 માઓવાદીઓ માર્યા ગયા

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 28 માઓવાદીઓ માર્યા ગયા છે. દક્ષિણ અબુઝમાદ વિસ્તારમાં ગઈકાલે માઓવાદીઓની હાજરી વિશે માહિતી મળતાં સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટુકડીએ ગોવેલ, નેંદુર અને થુલથુલી વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન નેંદુર-થુલથુલીના જંગલમાં માઓવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ 28 જેટલા માઓવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષાકર્મીઓએ ઘટનાસ્થળેથી માર્યા ગયેલા માઓવાદીઓના મૃતદેહ કબજે કર્યા છે. ઘટના સ્થળેથી એકે-47 સહિત અન્ય હથિયારો પણ મળી આવ્યા છે. છેલ્લ...

સપ્ટેમ્બર 6, 2024 2:37 પી એમ(PM) સપ્ટેમ્બર 6, 2024 2:37 પી એમ(PM)

views 4

તેલંગાણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં છ માઓવાદી ઠાર મરાયા

તેલંગાણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં છ માઓવાદી ઠાર મરાયા છે. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ અથડામણમાં તેલંગાણા પોલીસના નક્સલ વિરોધી દળના બે કમાન્ડો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે ઘટનાસ્થળેથી મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કર્યો છે.