ડિસેમ્બર 26, 2024 3:19 પી એમ(PM)

views 11

મહેસાણાની સાર્વજનિક સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીની સ્વિમિંગમાં ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્વીમીંગ ચેમ્પિયનશીપમાં પસંદગી કરવામાં આવી

મહેસાણાની સાર્વજનિક સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીની સ્વિમિંગમાં ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્વીમીંગ ચેમ્પિયનશીપમાં પસંદગી કરવામાં આવી છે. ચેન્નાઈ ખાતે સાઉથ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટીની સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં મહેસાણાની પ્રીષાની ૧૦૦ અને ૨૦૦ મીટર બટર ફ્લાય અને ૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઇલ વિભાગમાં પસંદગી થઇ છે.

ડિસેમ્બર 25, 2024 3:35 પી એમ(PM)

views 16

મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિતના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી

મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિતના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યકમ અંતર્ગત વિસનગર તાલુકાના ગુંજા, વાલમ અને કાસા ગામ ખાતે આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ ગામમાં છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયેલા રક્તપિત્તના દર્દીના ઘરે જઈ પરિવારના તમામ સભ્યોની રક્તપિત્ત અંતર્ગત તપાસ હાથ ધરાઈ હતી. આ તકે રક્તપિત રોગ અંગે સમજ પણ આપવામાં આવી હતી.

નવેમ્બર 15, 2024 3:42 પી એમ(PM)

views 16

મહેસાણાના ઊંઝા પાસે આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં દૈનિક 13 ગાડી કપાસની સારી આવક થઈ રહી છે

મહેસાણાના ઊંઝા પાસે આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં દૈનિક 13 ગાડી કપાસની સારી આવક થઈ રહી છે. મહેસાણાના અમારાં પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે કે કપાસના મણનો ભાવ 1 હજાર 151 થી લઈને 1 હજાર 530 રૂપિયા સુધીના રહ્યા હતા. ખેડૂતો પોતાના માલનું વેચાણ કરવા માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા હોવાથી ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે.

ઓક્ટોબર 24, 2024 3:10 પી એમ(PM)

views 10

મહેસાણા જિલ્લાના અંતરિયાળ ગામના લોકોને આરોગય સેવાનો લાભ મળે તે હેતુથી વધુ 4 ગામને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે

મહેસાણા જિલ્લાના અંતરિયાળ ગામના લોકોને આરોગયસેવાનો લાભ મળે તે હેતુથી વધુ 4 ગામને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.15મા નાણાં પંચ સહીતના અન્ય અનુદાનમાંથી ફાળવવામાં આવેલી એમ્બ્યુલન્સ સેવાનો લાભ નદાસણ, જેતલવાસ, કાસા અને ભાનડુ સહિતના ગામના લોકોને મળશે.છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં 87 જેટલી એમ્બ્યુલન્સ હાલમાં લોકોની સેવા કરી રહી છે.

સપ્ટેમ્બર 19, 2024 3:25 પી એમ(PM)

views 19

મહેસાણા જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ હેઠળ 10 તાલુકામાં પશુ આરોગ્ય સારવાર કેમ્પ યોજાયો હતો

મહેસાણા જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ હેઠળ 10 તાલુકામાં પશુ આરોગ્ય સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં 464 લાભાર્થીના 1 હજાર 335 પશુને સારવાર આપવામાં આવી હતી. 750 પશુઓનું રસીકરણ તેમજ 7 પશુઓને કૃત્રિમ બીજદાન અને 1 હજાર 438 પશુઓનું ડી-વોર્મિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પશુ સારવારના ત્રણ હજાર 532 કેસનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.

ઓગસ્ટ 8, 2024 5:30 પી એમ(PM)

views 13

મહેસાણાની કડી નગરપાલિકાએ શ્રાવણ માસ દરમિયાન સ્વચ્છતા જાળવવા અનોખી પહેલ કરી છે

મહેસાણાની કડી નગરપાલિકાએ શ્રાવણ માસ દરમિયાન સ્વચ્છતા જાળવવા અનોખી પહેલ કરી છે. કડી શહેરના તમામ 30 શિવાલયમાંથી બિલિપત્ર અને ફૂલ એક જ વાહનમાં એકત્રિત કરી તેનો બાયોગેસ પ્લાન્ટમાં યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે.