ફેબ્રુવારી 6, 2025 3:21 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 3:21 પી એમ(PM)

views 7

મહીસાગરના ખાનપુર તાલુકાના ઘોઘાવાડા ગામમાં કૂતરાએ બચકાં ભરતા 8 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે

મહીસાગરના ખાનપુર તાલુકાના ઘોઘાવાડા ગામમાં કૂતરાએ બચકાં ભરતા 8 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે અને 5 લોકોને ઇજા થઈ છે. ઉલ્લેખનીય છે કે, સરકારી હોસ્પિટલમાં હડકવાની રસીના અભાવે, આ મોત થયું હોવાનું માલૂમ પડ્યું છે. અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે, સિમલનાળા ઝેર અને વાવકુવા ગામે કૂતરું કરડવાના એક જ દિવસમાં 6 થી વધુ કેસ નોંધાયા છે.

જાન્યુઆરી 23, 2025 8:08 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 8:08 પી એમ(PM)

views 6

મહીસાગર જીલ્લામાં ખાનપુર તાલુકાના લીમડિયા માર્કેટીંગ યાર્ડ ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા ખેતઉપયોગી વાહનોનો ચેકીંગ કેમ્પ યોજાયો

મહીસાગર જીલ્લામાં ખાનપુર તાલુકાના લીમડિયા માર્કેટીંગ યાર્ડ ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા ખેતઉપયોગી વાહનોનો ચેકીંગ કેમ્પ યોજાયો. ઓનલાઇન અરજી દ્વારા ખેડૂતોએ ખરીદેલ ટ્રેકટર, રોટો વેટર વાવણી સહિતના ખેતીમાં ઉપયોગી વાહનોનું ચેકિંગ કરી સરકાર દ્વારા આપવામાં આવતી સહાય તેમના ખાતામાં જમા કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી, તેમ લુણાવાડા મદદનીશ ખેતી નિયામક એમ.વી દેસાઈ ...

ડિસેમ્બર 25, 2024 3:31 પી એમ(PM) ડિસેમ્બર 25, 2024 3:31 પી એમ(PM)

views 4

મહીસાગર જિલ્લામાં બાલાસિનોર ખાતે વિશ્વાસ પ્રૉજેક્ટના બીજા તબક્કાનું ખાતમુહૂર્ત કરાયું હતું

મહીસાગર જિલ્લામાં બાલાસિનોર ખાતે વિશ્વાસ પ્રૉજેક્ટના બીજા તબક્કાનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ તબક્કા હેઠળ રાજસ્થાન સરહદ પર તકેદારી રાખવા ચાર ચેકપૉસ્ટ પર 19 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જિલ્લાના મુખ્યમથક લુણાવાડામાં 12 સ્થળ પર 35 અને બાલાસિનોરમાં 13 સ્થળ પર 56 કેમેરા લગાવવામાં આવશે.

ડિસેમ્બર 19, 2024 8:23 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:23 એ એમ (AM)

views 3

મહીસાગર જિલ્લામાં ઠંડી સારી પડતા અને સિંચાઈ માટે પાણી મળી રહેતા રવિ પાકને સારો લાભ થશે.

મહીસાગર જિલ્લામાં ઠંડી સારી પડતા અને સિંચાઈ માટે પાણી મળી રહેતા રવિ પાકને સારો લાભ થશે. ખેડૂતોને પણ રાજ્ય સરકાર દ્વારા રાહત દરે મળતા નૅનો યુરિયા ખાતરનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે.

ડિસેમ્બર 19, 2024 8:16 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:16 એ એમ (AM)

views 4

મહીસાગર જિલ્લાની ત્રણ મંત્રીઓએ મુલાકાત કરીને પાણી પુરવઠા વિભાગના ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની કામગીરીની સમીક્ષા કરી હતી.

મહીસાગર જિલ્લાની ત્રણ મંત્રીઓએ મુલાકાત કરીને પાણી પુરવઠા વિભાગના ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ નાગરિકોને પૂરતું પાણી રહે તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજી બાવળિયા, આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર અને જિલ્લા પ્રભારી અને પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડએ જિલ્લામાં ચાલતા પાણી પુરવઠા અને સિંચાઇ વિભાગના કામોની વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીઓ...

ઓક્ટોબર 10, 2024 3:35 પી એમ(PM) ઓક્ટોબર 10, 2024 3:35 પી એમ(PM)

views 5

મહીસાગરના બાલાસિનોરમાંથી તમંચા સાથે બે ઈસમો ની ધરપકડ કરવામાં આવી

મહીસાગરના બાલાસિનોરમાંથી તમંચા સાથે બે ઈસમો ની ધરપકડ કરવામાં આવી હતી..મહીસાગર એસ.સો.જીની ટીમે રાજપુર ખાતે તમંચા સાથે ઈસમો ને દેશી બંધુક સાથે પકડી પાડયા..આ બંને ઇસમો શિકાર કરવા માટે તમંચો લઇને જતા હતા ત્યારે જ પોલીસે બંનેની ધરપકડ કરી હતી.વિજાપુરના આ બંને બંને ઇસમો સામે પોલીસે આર્મસ એકટ હેઠળ નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સપ્ટેમ્બર 19, 2024 3:19 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2024 3:19 પી એમ(PM)

views 5

મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે રવાડીના મેળાનું ઉદ્ઘાટન કર્યું

મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે રવાડીના મેળાનું ઉદ્ઘાટન કર્યું. ઉલ્લેખનીય છે કે, આ મેળામાં જૈન સમાજ દર વર્ષે ભાદરવા સુદ પાંચમથી ચૌદશ સુધી મહા પર્યુષણપર્વની ઉજવણી કરે છે. અને ત્યારબાદ પૂનમે નાની રવાડી તથા એકમ અને બીજ રવાડી આદિનાથ તીર્થકરની સોના-ચાંદીની પ્રતિમાને રથમાં બેસાડીને તેમની શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જીલ્લા કલેક્ટર નેહા કુમારી, તાલુકા પંચાયત પ્રમુખ હરેશ વળવાઈ, સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

સપ્ટેમ્બર 9, 2024 4:06 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 4:06 પી એમ(PM)

views 5

મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામમાં વડા તળાવ સંપૂર્ણપણે છલકાઈ જતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે ગામની મુલાકાત લીધી

મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામમાં વડા તળાવ સંપૂર્ણપણે છલકાઈ જતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે ગામની મુલાકાત લીધી હતી. મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે કે, તળાવનું પાણી રસ્તા પર આવી જતાં પાળ બનાવીને પાણીને કેનાલમાં લઈ જવાયું હતું ત્યારબાદ વાહનવ્યવહાર પૂર્વવત્ કરાયો હતો. દરમિયાન શિક્ષણ મંત્રીએ નાની સિંચાઈના અધિકારીઓને તળાવના યોગ્ય સમારકામ માટેની પણ સૂચના આપી હતી. મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે, જિલ્લામાં હવે વરસાદનું જોર ઘટી રહ્યું છે. ઉપરવાસમાં વધ...

સપ્ટેમ્બર 9, 2024 3:56 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 3:56 પી એમ(PM)

views 5

મહીસાગરના લુણાવાડા શહેરમાં 121 વર્ષ જૂના જમણી સૂંઢવાળા ગણપતિ ભગવાનના મંદિરમાં ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાઈ

મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં 121 વર્ષ જૂના જમણી સૂંઢવાળા ગણપતિ ભગવાનના મંદિરમાં આ વર્ષે પણ ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. દર વર્ષે વડોદરાના ગાયકવાડ સરકારના કારીગરો દ્વારા વિશિષ્ટ માટીમાંથી ગણેશજીની આ મૂર્તિ તૈયાર કરે છે. ગણેશોત્સવ દરમિયાન દરરોજ રાત્રે કથા અને ભજન-કીર્તન કરવામાં આવે છે.