નવેમ્બર 28, 2024 3:49 પી એમ(PM)

views 11

મહિસાગર જીલ્લાના ભાદર બંધમાંથી રવિપાક માટે ભાદર કેનાલ મારફતે 50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે

મહિસાગર જીલ્લાના ભાદર બંધમાંથી રવિપાક માટે ભાદર કેનાલ મારફતે 50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી છોડવાથી જીલ્લાના ત્રણ તાલુકાના 60 ગામોની આઠ હજાર હેક્ટર જમીનને પાણી મળશે. આ વર્ષે સારા ચોમાસાને કારણે ભાદર બંધ 100 ટકા ભરાયો હોવાથી જેમ જેમ ખેડૂતોની માંગ થશે તેમ તેમ પાણી છોડવામાં આવશે.

સપ્ટેમ્બર 29, 2024 7:55 પી એમ(PM)

views 19

મહિસાગર જિલ્લામાં કારટા ગામ પાસે નદીમાં ન્હાવા ગયેલા 5 યુવાનો પાણીના પ્રવાહમાં ખેંચાઇ જતા એક યુવાનનું ડૂબી જતાં મોત નીપજ્યું.

મહિસાગર જિલ્લામાં કારટા ગામ પાસે નદીમાં ન્હાવા ગયેલા 5 યુવાનો પાણીના પ્રવાહમાં ખેંચાઇ જતા એક યુવાનનું ડૂબી જતાં મોત નીપજ્યું છે. મહિસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે આ યુવાનોમાંથી ચાર લોકોને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ખાનપુર મામલતદાર અને બાકોર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.