જાન્યુઆરી 31, 2025 7:37 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 7:37 પી એમ(PM)
4
ICC અંડર-19 મહિલા T20 ક્રિકેટ વિશ્વકપમાં, બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 9 વિકેટથી હરાવીને ભારત ફાઇનલમાં પહોંચ્યું
ICC અંડર-19 મહિલા T20 ક્રિકેટ વિશ્વકપમાં, કુઆલાલંપુરમાં રમાયેલી બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 9 વિકેટથી હરાવીને ભારત ફાઇનલમાં પહોંચ્યું છે. ઇંગ્લેન્ડે આપેલા 114 રનના લક્ષ્યને 15 ઓવરમાં એક વિકેટે ગુમાવી હાંસલ કરી લીધું હતું. ભારત તરફથી જી ત્રિશાએ 29 બોલમાં 35 રન અને જી કમાલિનીએ અણનમ 56 રન કર્યા હતા. તો ભારતીય સ્પિનર પરુણિકા સિસોદિયા અને વૈષ્ણવી શર્માએ 3-3 વિકેટ લીધી. રવિવારે ખિતાબી મુકાબલામાં ભારત દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.