ઓક્ટોબર 11, 2024 9:36 એ એમ (AM) ઓક્ટોબર 11, 2024 9:36 એ એમ (AM)
3
આઇસીસી મહિલા ટ્વેન્ટી-20 વિશ્વકપમાં વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું.
આઇસીસી મહિલા ટ્વેન્ટી-20 વિશ્વકપમાં વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે વેસ્ટ ઇન્ડિઝ સેમિફાઇનલમાં સ્થાન મેળવવાની નજીક પહોંચી ગયું છે. સંયુક્ત અરબ અમિરાતના શારજાહ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે આઠ વિકેટના નુકસાને 103 રન બનાવ્યા. જેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમે 43 બોલ બાકી રહેતા જ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. વેસ્ટઇન્ડિઝની ટીમ ગ્રૂપ-બીમાં ટોચ પર પહોંચી ગઈ છે. ત્રણ મેચમાં આ તેની બીજી જીત હતી. આજે દુબઈમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ગ્રૂપ-એ મેચમાં...