ડિસેમ્બર 15, 2024 8:33 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:33 એ એમ (AM)

views 2

મસ્કતમાં આજે મહિલા જુનિયર એશિયા કપની ફાઇનલમાં ભારત અને ચીન સામ સામે ટકરાશે.

મસ્કતમાં આજે મહિલા જુનિયર એશિયા કપની ફાઇનલમાં ભારત અને ચીન સામ સામે ટકરાશે. ભૂતપૂર્વ વિજેતા ભારત પોતાનું ટાઇટલ જાળવી રાખવા માટે મજબૂત સ્થિતિમાં છે. આ પહેલા ચીને પૂલ મેચમાં ભારતને 2-1થી હરાવ્યું હતું. પૂલ Aમાં ચીન નવ પોઈન્ટ સાથે ટોચ પર હતું અને ભારત બીજા સ્થાને હતું. ગઈકાલે ભારતે જાપાનને 3-1થી હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતું. દીપિકાને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. અન્ય સેમિફાઇનલમાં, ચીને દક્ષિણ કોરિયાને 4-1થી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

ડિસેમ્બર 12, 2024 9:00 એ એમ (AM) ડિસેમ્બર 12, 2024 9:00 એ એમ (AM)

views 2

હોકીમાં, ભારત આજે મસ્કતમાં મહિલા જુનિયર એશિયા કપની તેની ચોથી અને અંતિમ લીગ મેચમાં થાઈલેન્ડ સામે ટકરાશે.

હોકીમાં, ભારત આજે મસ્કતમાં મહિલા જુનિયર એશિયા કપની તેની ચોથી અને અંતિમ લીગ મેચમાં થાઈલેન્ડ સામે ટકરાશે. ગઈકાલે ભારત તેની ત્રીજી મેચમાં ચીન સામે 1-2થી હારી ગયું હતું. આ જીત સાથે, ચીન પુલ-Aમાં નવ પોઈન્ટ સાથે ટોચ પર છે, અને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે ભારત અને મલેશિયા છ-છ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. સેમિફાઇનલ શનિવારે અને ફાઇનલ રવિવારે યોજાશે. ભારતે જાપાનમાં રમાયેલી આ સ્પર્ધાની છેલ્લી આવૃત્તિમાં ફાઇનલમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવીને ખિતાબ જીત્યો હતો.