ફેબ્રુવારી 25, 2025 2:17 પી એમ(PM) ફેબ્રુવારી 25, 2025 2:17 પી એમ(PM)

views 4

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગમા આજે દિલ્હી કૅપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- W.P.L.ની 10મી મેચ આજે દિલ્હી કૅપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી આ મેચ સાંજે સાડા 7 વાગ્યે શરૂ થશે. ગઈકાલે રોયલ ચેલૅન્જર્સ બેંગ્લુરુ- R.C.B. અને યુપી વૉરિયર્ઝ વચ્ચે બેંગ્લોરમાં રમાઈ હતી. R.C.B.એ પહેલા બેટિંગ કરી 180 રન બનાવ્યા હતા. યુપી વૉરિયર્ઝે 20 ઑવરમાં 180 રન બનાવતાં મૅચ ટાઈ રહી હતી. ત્યારબાદ સુપર ઓવર કરતા યુપી વૉરિયર્ઝે વિજય મેળવ્યો હતો.

ફેબ્રુવારી 23, 2025 9:05 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 9:05 એ એમ (AM)

views 3

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગની T20 મેચમાં યુપી વોરિયર્સે દિલ્હી કેપિટલ્સ સામે 33 રનથી વિજય મેળવ્યો.

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગની T20 મેચમાં યુપી વોરિયર્સે દિલ્હી કેપિટલ્સ સામે 33 રનથી વિજય મેળવ્યો. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. યુપીએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા, જ્યારે દિલ્હી કેપિટલ્સ 19 ઓવર અને 3 બોલમાં 144 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.યુપી તરફથી શિનેલ હેનરીએ સૌથી વધુ 23 બોલમાં 62 રન બનાવ્યા. દિલ્હી કેપિટલ્સ તરફથી જેસ જોનાસને 4 વિકેટ લીધી.

ફેબ્રુવારી 21, 2025 2:56 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 2:56 પી એમ(PM)

views 4

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ-WPL ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ-WPL ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. બેંગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે મેચ આજે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ હાલમાં પોઈન્ટ ટેબલમાં આગળ છે. જ્યારે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ ત્રીજા સ્થાને છે.

ફેબ્રુવારી 18, 2025 2:35 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 2:35 પી એમ(PM)

views 4

આજે મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- WPLમાં ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે

ગુજરાતનાં વડોદરામાં આજે મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- WPLની પાંચમી મેચ રમાશે. ગુજરાત જાયન્ટ્સની ટીમ એશલી ગાર્ડનર અને મુંબઈ ઈન્ડિયન્સ હરમનપ્રીત કૌરની આગેવાનીમાં મેદાનમાં ઉતરશે. આ મેચ સાંજે સાડા 7 વાગ્યે શરૂ થશે. અગાઉ 15 ફેબ્રુઆરીએ મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હી કૅપિટલ્સ સામેની મેચમાં 2 વિકેટથી હારી ગયું હતું. પહેલા બેટિંગ કરતાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કૅપિટલ્સને 165 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દિલ્હી કૅપિટલ્સે સરળતાથી આ લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. ગઈકાલે વડોદરામાં WPLની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ...