ફેબ્રુવારી 26, 2025 10:31 એ એમ (AM) ફેબ્રુવારી 26, 2025 10:31 એ એમ (AM)
5
રાજ્યભરમાં આજે મહાશિવરાત્રિના પાવન પર્વની ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે.
રાજ્યભરમાં આજે મહાશિવરાત્રિના પાવન પર્વની ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર, દ્વારકાના નાગેશ્વર મંદિર સહિત રાજ્યના અનેક અગ્રણી શિવમંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોની સવારથી જ ભીડ જોવા મળી રહી છે. અમારાં સંવાદદાતા અપર્ણા ખુંટ જણાવે છે કે, સોમનાથ મંદિરમાં ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિર આજે સવારે ચાર વાગ્યાથી સતત 42 કલાક સુધી ખૂલ્લું રહેશે. ધાર્મિક પરંપરા મુજબ, સોમનાથ યજ્ઞશાળામાં વહેલી સવારથી જ હોમ લઘુરુદ્ર યજ્ઞન...