ફેબ્રુવારી 18, 2025 7:27 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 7:27 પી એમ(PM)

views 4

મહારાષ્ટ્ર મંત્રીમંડળે આજે નાર્કોટિક્સ વિરોધી ટાસ્ક ફોર્સમાં 346 નવા પદો અને છઠ્ઠા રાજ્ય નાણાં પંચની સ્થાપનાને મંજૂરી આપી

મહારાષ્ટ્ર મંત્રીમંડળે આજે નાર્કોટિક્સ વિરોધી ટાસ્ક ફોર્સમાં 346 નવા પદો અને છઠ્ઠા રાજ્ય નાણાં પંચની સ્થાપનાને મંજૂરી આપી છે. મંત્રીમંડળે સાંગલી જિલ્લામાં મ્હૈસાલ લિફ્ટ સિંચાઈ યોજનાની ઉર્જા કાર્યક્ષમતા સુધારવા માટે 1 હજાર 594 કરોડ રૂપિયાના સૌર ઉર્જા પ્રોજેક્ટને મંજૂરી આપી. આ પ્રોજેક્ટ દ્વારા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં એક લાખ 8 હજાર એકસો 97 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે.

નવેમ્બર 23, 2024 8:14 પી એમ(PM) નવેમ્બર 23, 2024 8:14 પી એમ(PM)

views 3

ભાજપના વડપણ હેઠળનું મહાયુતિ ગઠબંધન મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે ઝારખંડની વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને સત્તા જાળવી રાખી છે

ભાજપના વડપણ હેઠળનું મહાયુતિ ગઠબંધન મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે ઝારખંડની વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને સત્તા જાળવી રાખી છે. મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો પૈકી ભાજપે અત્યાર સુધીમાં થયેલી મતગણતરી મુજબ 33 બેઠકો જીતી લીધી છે અને 99 બેઠકો ઉપર સરસાઈ મેળવી છે.એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેનાએ 15 બેઠકો મેળવી છે જ્યારે 40 બેઠકો ઉપર તેના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.એવી રીતે અજીત પવારના વડપણ હેઠળની એનસીપીએ 18 બેઠકો જીતી છે અને 23 બેઠકો ઉપર સરસાઈ મેળવી છે.કોંગ...

નવેમ્બર 23, 2024 1:57 પી એમ(PM) નવેમ્બર 23, 2024 1:57 પી એમ(PM)

views 5

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી પૂરજોશમાં – મહારાષ્ટ્રમાં ભાજપ, તો ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા આગળ

ઝારખંડમાં વિધાનસભાની તમામ 81 બેઠક માટે આજે મતગણતરી ચાલી રહી છે.હાલમાં મળતા વલણ અનુસાર, ઇન્ડી ગઠબંધનમાં ઝારખંડ મુક્તિ મોરચા 31, કૉંગ્રેસ 14, આર.જે.ડી. 4 અને સી.પી.આઈ.એમ - માલે લેનિન 2 બેઠક પર આગળ ચાલી રહ્યા છે. એન.ડી.એ.માં ભાજપ 26, આજસુ, L.J.P. રામવિલાસ અને જનતા દળ યુનાઈટેડ એક-એક બેઠક પર આગળ ચાલી રહ્યા છે અને અન્યમાં જે.કે.એલ.કે.એમ. તેમજ અપક્ષ એક બેઠક પર આગળ ચાલી રહ્યા છે.

નવેમ્બર 16, 2024 7:07 પી એમ(PM) નવેમ્બર 16, 2024 7:07 પી એમ(PM)

views 5

મહારાષ્ટ્રમાં ચાલી રહેલાં વિવિધ રેલવે પ્રોજેક્ટોમાં અત્યાર સુધી એક લાખ, 64 હજાર, 605 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થયું

મહારાષ્ટ્રમાં ચાલી રહેલાં વિવિધ રેલવે પ્રોજેક્ટોમાં અત્યાર સુધી એક લાખ, 64 હજાર, 605 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થયું છે. એવી જ રીતે રાજ્યમાં છ હજાર કિલોમીટરની લંબાઈના નવા રેલવે માર્ગો તૈયાર થઈ રહ્યા છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે મુંબઈમાં પત્રકાર પરિષદમાં વધુમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળ 132 થી વધુ રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. બીજા એક પ્રશ્નના જવાબમાં રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં મુંબઈની ઉપનગર રેલવે...

નવેમ્બર 15, 2024 7:46 પી એમ(PM) નવેમ્બર 15, 2024 7:46 પી એમ(PM)

views 3

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક તબક્કામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ મુખ્ય રાજકીય પક્ષોના ટોચના નેતાઓએ આજે જાહેરસભાઓ યોજી

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક તબક્કામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ મુખ્ય રાજકીય પક્ષોના ટોચના નેતાઓએ આજે જાહેરસભાઓ યોજી હતી. ઉમરખેડમાં એક રેલીમાં, ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને સુપ્રિયા સુળેના વિરોધ છતાં ભાજપ વકફ બોર્ડના કાયદામાં સુધારો કરવા મક્કમ છે.. ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ થાણેમાં એક જાહેર સભામાં જણાવ્યું હતું કે ભાજપે સંરક્ષણ ક્ષેત્રને સશક્ત બનાવ્યું છે, દેશની આંતરિક સુરક્ષામ...

સપ્ટેમ્બર 29, 2024 10:05 એ એમ (AM) સપ્ટેમ્બર 29, 2024 10:05 એ એમ (AM)

views 9

પીએમ મોદી આજે મહારાષ્ટ્રમાં 11,200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર માટે 11 હજાર, 200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ અને ખાતમહૂર્ત કરશે. તેઓ એક હજાર, 810 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પૂણે જિલ્લા અદાલતથી સ્વરગેટ સુધીની પુણે મેટ્રોનું ઉદ્ઘઘાટન કરશે. ઉપરાંત પુણે મેટ્રોના બીજા તબક્કામાં સ્વરગેટ – કટરાજ એક્સ્ટેન્શન પ્રોજેક્ટનું ખાતમહૂર્ત કરશે. બે હજાર, 955 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર 5.4 કિલોમીટરનો આ મેટ્રો રુટ ભૂર્ગભમાં છે, જેના ત્રણ સ્ટેશનમાં માર્કેટયાર્ડ, પદ્માવતી અને કટરાજ સામેલ છે. ...

સપ્ટેમ્બર 5, 2024 8:34 પી એમ(PM) સપ્ટેમ્બર 5, 2024 8:34 પી એમ(PM)

views 7

મહારાષ્ટ્રના મુંબઈના મલાડ વિસ્તારમાં આજે બપોરે એક નિર્માણાધીન 23 માળની ઈમારતનો સ્લેબ તૂટી પડતાં ત્રણ લોકોનાં મોત થયાં

મહારાષ્ટ્રના મુંબઈના મલાડ વિસ્તારમાં આજે બપોરે એક નિર્માણાધીન 23 માળની ઈમારતનો સ્લેબ તૂટી પડતાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં અને ત્રણ ઘાયલ થયાં હતાં. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

સપ્ટેમ્બર 2, 2024 2:58 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 2:58 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ મહારાષ્ટ્રના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ મહારાષ્ટ્રના પ્રવાસે જશે. આજે પહેલા દિવસે રાષ્ટ્રપતિ કોલ્હાપૂરના શ્રી વારણા મહિલા સહકારી સમૂહના સુવર્ણ જયંતિ સમારોહમાં ઉપસ્થિ તરહેશે. જ્યારે આવતીકાલે સુશ્રી મુર્મૂ પુણેના સિમ્બાયોસીઝ આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયના 21મા પદવીદાન સમારોહમાં સંબોધન કરશે. ઉપરાંત રાષ્ટ્રપતિ મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના શતાબ્દી વર્ષ સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. પ્રવાસના અંતિમ દિવસે તેઓ લાતૂરના ઉદગીર ખાતે બૌદ્ધ વિહારનું ઉદ્ઘાટન કરશે અને સાથે જ તેઓ શાસન આપલ્યા દારી તથા મુખ્યમંત્...

ઓગસ્ટ 26, 2024 3:30 પી એમ(PM) ઓગસ્ટ 26, 2024 3:30 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર મંત્રીમંડળે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સુધારેલી રાષ્ટ્રીય પેન્શન યોજનાના અમલીકરણને મંજૂરી આપી

મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર મંત્રીમંડળે કેન્દ્રની યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ની જેમ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સુધારેલી રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS)ના અમલીકરણને મંજૂરી આપી છે. રાજ્ય સરકારની સુધારેલી રાષ્ટ્રીય પેન્શન યોજના 1 માર્ચ, 2024થી લાગુ કરવામાં આવશે. રાજ્ય સરકારના અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનાં 13 લાખ 45 હજાર કર્મચારીઓ છે આમાંથી 8 લાખ 27 હજાર કર્મચારીઓને હાલમાં રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

ઓગસ્ટ 22, 2024 2:05 પી એમ(PM) ઓગસ્ટ 22, 2024 2:05 પી એમ(PM)

views 5

મહારાષ્ટ્રના બદલાપુરમાં બે સગીર બાળકીઓ સાથેના યૌન શોષણ મામલે મુબંઈની વડી અદાલતે નોંધ લઈ સુનાવણી કરવાનું નક્કી કર્યું

મહારાષ્ટ્રના બદલાપુરમાં બે સગીર બાળકીઓ સાથેના યૌન શોષણ મામલે મુબંઈની વડી અદાલતે નોંધ લઈ સુનાવણી કરવાનું નક્કી કર્યું છે. ન્યાયાધીશ શરેવતી મોહિતે ડેરે અને ન્યાયાધીશ પૃથ્વીરાજ ચૌહાણની ખંડપીઠ આ અંગે સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે બદલાપુરમાં એક ખાનગી શાળાના સફાઈકર્મીઓ પર બે બાળકીઓનું યૌનશોષણનો આરોપ છે. ગત સપ્તાહે આ ઘટના ઉજાગર થયા બાદ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં માટે પાયો વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.