માર્ચ 11, 2025 7:13 પી એમ(PM) માર્ચ 11, 2025 7:13 પી એમ(PM)

views 3

ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ 2025-26 માટેનું એક હજાર 718 કરોડ રૂપિયાનું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કરાયું

ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ 2025-26 માટેનું એક હજાર 718 કરોડ રૂપિયાનું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કરાયું છે. મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મેયર મીરાં પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં મહાનગરપાલિકાના તમામ સભ્યોએ અંદાજપત્રને સમર્થન આપ્યું હતું. મેયર મીરાં પટેલે આ અંગે માહિતી આપી હતી.

ફેબ્રુવારી 14, 2025 3:42 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 3:42 પી એમ(PM)

views 6

અમદાવાદ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન દેવાંગ દાણીએ વર્ષ 2025-26 નું સુધારા સાથેનું અંદાજપત્ર રજૂ કર્યું

અમદાવાદ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન દેવાંગ દાણીએ વર્ષ 2025-26 નું સુધારા સાથેનું અંદાજપત્ર રજૂ કર્યું. આ અંદાજપત્રમાં એડવાન્સ ટેકસ ચુકવનારને 10 ટકાને બદલે 12 ટકા રીબેટ આપવાનો નિર્ણય લેવાયો છે. ઓનલાઇન પેમેન્ટ અને સળંગ ત્રણ વર્ષનો એડવાન્સ ટેક્સ ચૂક્યો હોય તે તમામને 15 ટકા જેટલું પ્રિબેટ અપાશે. જેનો અમલ આગામી નાણાકીય વર્ષ 2025- 26થી કરાશે. ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા 14 હજાર કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરાયું, જ્યારે શાસક પક્ષ દ્વારા 1501 કરોડના વધારા સાથે 15 હ...

ફેબ્રુવારી 13, 2025 7:52 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 7:52 પી એમ(PM)

views 3

આગામી 16 મી ફેબ્રુઆરીએ જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજવાની છે

આગામી 16 મી ફેબ્રુઆરીએ જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજવાની છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી એ પોતાનો ચૂંટણી લક્ષી ઢંઢેરો જાહેર કર્યો હતો અને પાંચ વર્ષ દરમિયાન જૂનાગઢમાં થનાર વિકાસ કાર્યોની વિગતો પૂરી પાડી હતી શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ કહ્યું કે આ વિકાસ ઢંઢેરામાં નાગરિકોની સુખાકારીની સાથે સાથે જૂનાગઢ શહેર પ્રથમ હરોળનું વિકસિત અને પ્રવાસન ધામ બને તેવી અનેક જોગવાઈઓ કરવામાં આવી છે ખાસ કરીને 114 કરોડ રૂપિયાને ખર્ચે ગિરનારનો વિકાસ નવાબીકાળના વિલીંગ્ડન ડેમની કાયાપલટ, નવા ફાયર સ્ટેશન સહિતની...

ફેબ્રુવારી 7, 2025 6:43 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 6:43 પી એમ(PM)

views 6

રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આવતીકાલ થી 9મી ફેબ્રુઆરી સુધી બે દિવસીય ‘મિલેટ મહોત્સવઅને પ્રાકૃતિક ખેડુત બજાર 2025’ યોજાશે

રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આવતીકાલ થી 9મી ફેબ્રુઆરી સુધી બે દિવસીય 'મિલેટ મહોત્સવઅને પ્રાકૃતિક ખેડુત બજાર 2025' યોજાશે. મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવશે. જેમાં શહેર-જિલ્લા સહિત રાજ્યભરમાંથી મિલેટઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્યઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓ ભાગ લેશે. આ મહોત્સવમાં વિવિધ પ્રકારના પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ વેચાણ અને પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઈવ ફૂડ સ્ટોલ્સ મુલાકાતીઓમાં આકર્ષણ ...