ફેબ્રુવારી 23, 2025 8:17 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 8:17 એ એમ (AM)

views 7

રાજ્યમાં ત્રણ દિવસ પછી મહત્તમ તાપમાનમાં વધારો થવાની આગાહી છે.

રાજ્યમાં ત્રણ દિવસ પછી મહત્તમ તાપમાનમાં વધારો થવાની આગાહી છે. જોકે, આગામી સાત દિવસ દરમિયાન વાતાવરણ શુષ્ક રહેશે. ગત 24 કલાકમાં સૌથી વધુ 36.3 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રાજકોટમાં નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી અને ગાંધીનગરમાં 33.4 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું છે. હવે આવતીકાલે વેસ્ટર્સ ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ફેરફાર થશે તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું.