જૂન 18, 2024 3:24 પી એમ(PM) જૂન 18, 2024 3:24 પી એમ(PM)

views 132

પ્રધાનમંત્રી મોદી આગામી 30 જૂનનાં રોજ ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 30 જૂનનાં રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાનાં વિચારો રજૂ કરશે. દર મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમની આ 111મી કડી હશે. સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ પ્રથમ વાર મન કી બાત કાર્યક્રમ પ્રસારિત થશે. આ કાર્યક્રમ માટે લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર પોતાનાં વિચારો અને સૂચનો મોકલી શકે છે. આ ઉપરાંત, નરેન્દ્ર મોદી એપ અથવા પર માય જીઓવી (MyGov) ઓપન ફોરમ દ્વારા પણ પોતાનાં વિચારો રજૂ કરી શકે છે....