ડિસેમ્બર 28, 2024 8:15 એ એમ (AM) ડિસેમ્બર 28, 2024 8:15 એ એમ (AM)

views 4

આજે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહના અંતિમ સંસ્કાર કરાશે

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહની અંતિમ યાત્રા આજે સવારે સાડા નવ વાગ્યે નવી દિલ્હીના કૉંગ્રેસ મુખ્યમથક ખાતેથી નીકળી સ્મશાન ઘાટ પહોંચશે. ડૉ. મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે આજે અંતિમ સંસ્કાર કરાશે. આજે સવારે તેમના પાર્થિવ શરીરને તેમના આવાસથી કૉંગ્રેસ કાર્યાલય ખાતે લઈ જવાશે અને ત્યાં સામાન્ય નાગરિકો અને પક્ષના કાર્યકર્તાઓ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. કૉંગ્રેસ કાર્ય સમિતિ- સીડબલ્યુસી એ ગઈકાલે ડૉ. મનમોહન સિંહના અવસાન પર એક શોક પ્રસ્તાવ પસાર કર્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહના અંતિ...

ડિસેમ્બર 27, 2024 10:52 એ એમ (AM) ડિસેમ્બર 27, 2024 10:52 એ એમ (AM)

views 3

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહનું નિધન : સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહનું નિધન થયું છે, ડૉ. સિંહના નિધન અંગે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહનું ગઈકાલે નવી દિલ્હીમાં નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. ગઈકાલે સાંજે તેઓ ઘરે બેભાન થઈ જતાં તેમને દિલ્હી એઈમ્સના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોએ તેમને બચાવવા તમામ પ્રયાસો કર્યા હતા. ગઇકાલે રાત્રે નવ વાગીને 51 મિનિટે AIIMSએ તેમનું નિધન થયું હોવાનું જાહેર કર્યું હતું. તેમની તબિયત કેટલાક મહિનાઓથી ખરાબ હતી. તેમના પરિવારમાં તેમની પત્ની ગુરુશ...

ડિસેમ્બર 27, 2024 8:30 એ એમ (AM) ડિસેમ્બર 27, 2024 8:30 એ એમ (AM)

views 6

પૂર્વ પીએમ મનમોહનસિંઘનું નિધન : મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું, રાજ્યમાં શોક પળાશે

દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંઘનું ગઇકાલે નિધન થયું હતું. 92 વર્ષની જૈફ વયે તેમનું નિધન થતાં દેશમાં શોકનો માહોલ પ્રવર્તી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટર મનમોહનસિંઘના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણ સોશિયલ મીડિયા પોસ્ટ X ના માધ્યમથી દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, દેશના વિકાસમાં ડોક્ટર મનમોહનસિંઘનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આ દુઃખના પ્રસંગે રાજ્યભરમાં પણ શોક પાળવામાં આવશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘના દુઃખદ નિધનને કારણે જાહેર કરાયેલ રાષ્ટ્રીય શ...