ફેબ્રુવારી 6, 2025 8:00 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 8:00 પી એમ(PM)

views 8

મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના બેહતા ગામમાં આજે વાયુસેનાનું એક લડાકુ વિમાન તૂટી પડ્યું હતું

મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના બેહતા ગામમાં આજે વાયુસેનાનું એક લડાકુ વિમાન તૂટી પડ્યું હતું. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલી હતી. બંને પાયલટ સલામત રીતે બહાર નીકળી ગયા હતા. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ભારતીય વાયુસેનાએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

જાન્યુઆરી 30, 2025 1:54 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 1:54 પી એમ(PM)

views 4

મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં સીમરિયા ખાતે જે કે સિમેન્ટ ફેક્ટરીના પ્લાન્ટમાં નિર્માણાધીન છત તૂટી પડતા બે શ્રમિકોના મૃત્યુ થયા છે અને કેટલાકને ઇજા થઇ છે

મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં સીમરિયા ખાતે જે કે સિમેન્ટ ફેક્ટરીના પ્લાન્ટમાં નિર્માણાધીન છત તૂટી પડતા બે શ્રમિકોના મૃત્યુ થયા છે અને કેટલાકને ઇજા થઇ છે. સત્તાવાર માહિતી પ્રમાણે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતા વહીવટી તંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે, અને અંદર દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાનો પ્રયત્ન ચાલુ છે.

ઓક્ટોબર 8, 2024 9:11 એ એમ (AM) ઓક્ટોબર 8, 2024 9:11 એ એમ (AM)

views 4

મધ્યપ્રદેશના મૈહરમાં આજથી ઉસ્તાદ અલાઉદ્દીન ખાન સંગીત સમારોહ શરૂ

મધ્યપ્રદેશના મૈહરમાં આજથી ઉસ્તાદ અલાઉદ્દીન ખાન સંગીત સમારોહ શરૂ થઈ રહ્યો છે. આ સંગીત સમારોહનું આ સુવર્ણ જયંતિ વર્ષ છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં દેશની જાણીતી હસ્તીઓ પોતાની કલાનું પ્રદર્શન કરશે. અમારા સંવાદદાતા જણાવે છે કે આ ઉત્સવનું આયોજન મધ્યપ્રદેશ સાંસ્કૃતિક વિભાગ, ઉસ્તાદ અલાઉદ્દીન ખાન મ્યુઝિક એન્ડ આર્ટ એકેડમી અને મૈહર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે 10 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહ્યું છે. ઉસ્તાદ અલાઉદ્દીન ખાન દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંગીત જગતમાં પ્રખ્યાત હતા. તેમણ...