જૂન 21, 2025 10:35 એ એમ (AM) જૂન 21, 2025 10:35 એ એમ (AM)

views 2

આજે માલીડા અને નવા વાઘણિયા મતદાન મથક પર સાતથી સાંજનાં છ વાગ્યા દરમિયાન પુનઃમતદાન શરૂ

રાજ્યમાં ગત 19 તારીખે યોજાયેલી વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં બે મતદાન મથક પરનું મતદાન રદ કરવામાં આવતા આજે માલીડા અને નવા વાઘણિયા મતદાન મથક પર સાતથી સાંજનાં છ વાગ્યા દરમિયાન પુનઃમતદાન શરૂ થયું છે. આ સાથે જ આવતીકાલે રાજ્યના 33 જિલ્લામાં 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાશે. આમાંથી 4 હજાર 688 પંચાયતો માટે નિયમિત ચૂંટણી અને 3 હજાર 638 પર પેટાચૂંટણી યોજાશે.આ માટે 44 હજાર 850 વોર્ડમાં 16 હજાર 500 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યનાં એક કરોડ 30 લાખથી વધુ મતદારો મત્તાધિકારનો ...

જૂન 19, 2025 4:19 પી એમ(PM) જૂન 19, 2025 4:19 પી એમ(PM)

views 15

મહેસાણાની કડી અને જુનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક માટે આજે મતદાન થઈ રહ્યું છે

મહેસાણાની કડી અને જુનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક માટે આજે મતદાન થઈ રહ્યું છે. બપોરે એક વાગ્યા સુધી કડી બેઠક પર 34.79 ટકા, જ્યારે વિસાવદર બેઠક પર 39.25 ટકા મતદાન નોંધાયું છે. કડી બેઠક પર આઠ અને વિસાવદર બેઠક માટે 16 ઉમેદવાર મેદાને છે. આજે સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે. મહેસાણામાં દિવ્યાંગ મતદારો માટે મતદાન મથક પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

નવેમ્બર 12, 2024 9:32 એ એમ (AM) નવેમ્બર 12, 2024 9:32 એ એમ (AM)

views 3

ઝારખંડમાં આવતીકાલે 43 વિધાનસભા બેઠક માટે પહેલા તબક્કામાં મતદાન થશે

ઝારખંડમાં આવતીકાલે 43 વિધાનસભા બેઠક માટે પહેલા તબક્કામાં મતદાન થશે. આ માટે રાજ્યમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન સંચાલન ટુકડીને પોતપોતાના વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. 225 સંવેદનશીલ બૂથમાંથી આ ટુકડીઓ ગઈકાલે 194 મતદાન કેન્દ્ર પર ભારતીય વાયુસેનાના હેલિકૉપ્ટર દ્વારા પહોંચી છે. જ્યારે અન્ય 30 બૂથના મતદાન અધિકારીઓને આજે મોકલવામાં આવશે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, પશ્ચિમ સિંહભૂમ, લાતેહાર, લોહરદગા, ગઢવા અને ગુમલા જિલ્લા એમ પાંચ જિલ્લામાં આ સંવેદનશીલ બૂથ આવેલા છે. રાજ્યમાં પહેલા તબક્કાના મતદ...

નવેમ્બર 1, 2024 8:55 એ એમ (AM) નવેમ્બર 1, 2024 8:55 એ એમ (AM)

views 3

મહારાષ્ટ્રમાં આગામી 20 નવેમ્બરે 288 વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારા મતદાન માટે સાત હજાર 994 ઉમેદવારના ઉમેદવારીપત્રની ચકાસણી બાદ તેને યોગ્ય ઠેરવવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં આગામી 20 નવેમ્બરે 288 વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારા મતદાન માટે સાત હજાર 994 ઉમેદવારના ઉમેદવારીપત્રની ચકાસણી બાદ તેને યોગ્ય ઠેરવવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી કચેરીના નિવેદનમાં જણાવાયું છે કે, 921 ઉમેદવારના ઉમેદવારીપત્ર અમાન્ય ગણવામાં આવ્યા છે. ઉમેદવારોના ઉમેદવારીપત્ર દાખલ કરવાની પ્રક્રિયા 22 ઑક્ટોબરે શરૂ થઈ 29 ઑક્ટોબરે પૂર્ણ થઈ હતી.

ઓક્ટોબર 5, 2024 10:04 એ એમ (AM) ઓક્ટોબર 5, 2024 10:04 એ એમ (AM)

views 2

હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે મતદાન શરૂ

હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે મતદાન શરૂ થયું છે. સવારે 7 વાગ્યે શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યે પૂર્ણ થશે. આ ચૂંટણીમાં બે કરોડ ત્રણ લાખથી વધુ મતદારો 1 હજાર 31 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. સમગ્ર રાજ્યમાં કુલ 20 હજાર 632 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું હતું કે, મુક્ત, ન્યાયી અને સરળ મતદાન સુનિશ્ચિત કરવા માટે વેબકાસ્ટિંગ સુવિધા સાથે તમામ મતદાન મથકો પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બે પરંપરાગત હરીફો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ...

ઓક્ટોબર 4, 2024 7:52 પી એમ(PM) ઓક્ટોબર 4, 2024 7:52 પી એમ(PM)

views 2

હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે આવતી કાલે મતદાન યોજાશે

હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે આવતી કાલે મતદાન યોજાશે. બે પરંપરાગત હરીફો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય સ્પર્ધા છે. બંને પક્ષોએ 89 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. જો કે રાજકીય નીરિક્ષકોનાં જણાવ્યા પ્રમાણે કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટી, ઇન્ડિયન નેશનલ લોક દળ, બસપા અને જન નાયક જનતા પાર્ટી- JJP નાં ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી મુકાબલો ત્રિપાંખીય બન્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપે પાંચ-પાંચ બેઠકો પર વિજય મેળવ્યો હતો.

સપ્ટેમ્બર 20, 2024 7:50 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2024 7:50 પી એમ(PM)

views 4

શ્રીલંકાના નવમા કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ચૂંટવા આવતીકાલે મતદાન થશે

શ્રીલંકાના નવમા કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ચૂંટવા આવતીકાલે મતદાન થશે. આ ચૂંટણીમાં સમગ્ર શ્રીલંકામાં 13 હજાર, 400થી વધુ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. આશરે પોણા બે કરોડ મતદારો રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ઉભા રહેલા 38 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નિર્ધારિત કરશે. શ્રીલંકાના ચૂંટણી પંચે જણાવ્યું છે કે, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની મતગણતરીના અંતિમ પરિણામો આગામી રવિવારે જાહેર થાય તેવા પ્રયાસ કરાશે. વર્તમાન રાષ્ટ્રપ્રમુખ રાનિલ વિક્રમસિંઘેએ નવી મુદ્દત માટે ચૂંટણી જંગમાં ઝંપ લાવ્યું છે.