નવેમ્બર 16, 2024 4:30 પી એમ(PM)

views 12

અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા મચ્છરજન્ય રોગોને નાથવા માટે AI આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મચ્છર નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવશે

અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા મચ્છરજન્ય રોગોને નાથવા માટે AI આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મચ્છર નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવશે. ડ્રોન દ્વારા મચ્છર ઉત્પતિ સાઈટ શોધીને તેનો નાશ કરાશે, જે માટે કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે. તળાવ, મોટા ખાડાઓ, કચરાનું ડમ્પિંગ, સાઈડ રોડની ઓફસાઇડિંગ, ખુલ્લી ટાંકીઓ અને ખુલ્લા પાત્રો વગેરે સ્થળોએ મેલેરિયા, ફાઇલેરિયા, ડેન્ગ્યુના પરોપજીવી મચ્છરોની ઉત્પત્તિ થતી હોય છે. તેના નિયંત્રણ માટે આવા વિસ્તારનો ડ્રોનથી સર્વે કરી સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થળની વિગતવા...