જાન્યુઆરી 29, 2025 3:18 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 3:18 પી એમ(PM)

views 5

ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ

ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વિધાનસભાના અંદાજપત્ર સત્રની તૈયારીઓ, સત્ર દરમિયાન રજૂ થનારા ખરડાઓ, મહાકુંભ માટે શરૂ થયેલી વૉલ્વો બસ તેમજ મુખ્યમંત્રીના પ્રવાસ અંગે ચર્ચા કરવામાં આવી. ઉપરાંત બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના વિભાજન બાદ મળેલી રજૂઆતો અંગે સમીક્ષા કરવામાં આવી. આ તરફ રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમારની આ છેલ્લી મંત્રીમંડળની બેઠક હતી.

જાન્યુઆરી 1, 2025 7:32 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 7:32 પી એમ(PM)

views 3

રાજ્ય મંત્રીમંડળે નવી નવ મહાનગરપાલિકાની રચનાને બહાલી આપતા હવે રાજ્યમાં 17 મહાનગરપાલિકા બનશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં એક સાથે નવી ૯ મહાનગરપાલિકાની રચના તેમજ બનાસકાંઠા જીલ્લાનું વિભાજન કરીને નવાં વાવથરાદ જીલ્લો બનાવવાનાં નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં નવસારી,વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર- વઢવાણ, મોરબી, પોરબંદર- છાયા અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની જાહેરાત કરી હતી. આ નવ મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી કાર્યરત થશે તેમ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ...

જાન્યુઆરી 1, 2025 6:57 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 6:57 પી એમ(PM)

views 2

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના ચાલુ રાખવાનો નિર્ણય લીધો

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આજે નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ યોજના હેઠળ ફાળવવામાં આવેલી રકમ વધારીને 69 હજાર 515 કરોડ રૂપિયા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ વીમો લીધેલા 88 ટકા ખેડૂતો, નાના અને સીમાંત ખેડૂતો છે અને આ ખેડૂતોમાંથી 57 ટકા અન્ય પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાંથી આવે છે. મંત્રીશ...

જાન્યુઆરી 1, 2025 3:17 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 3:17 પી એમ(PM)

views 3

ગાંધીનગરમાં આજે સવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી જેમાં બનાસકાંઠા જીલ્લાનું વિભાજન કરીને નવો જીલ્લો બનાવવા અંગે ચર્ચા કરાઇ

ગાંધીનગરમાં આજે સવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી જેમાં બનાસકાંઠા જીલ્લાનું વિભાજન કરીને નવો જીલ્લો બનાવવા અંગે ચર્ચા કરાઇ હતી. અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, કેબિનેટની બેઠકમાં બે નવાં જિલ્લા બનાવવા અંગે મંજૂરી અપાઇ છે જોકે મુખ્યમંત્રી કક્ષાએથી આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. મળેલી માહિતી અનુસાર નવી 9 મહાનગરપાલિકાઓને પણ રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી અને આણંદ નડિયાદ પોરબંદરમાં નવી મહાનગરપાલ...

ઓગસ્ટ 28, 2024 7:56 પી એમ(PM) ઓગસ્ટ 28, 2024 7:56 પી એમ(PM)

views 3

આર્થિક મામલાની મંત્રીમંડળની સમિતિએ 6 હજાર 456 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી ભારતીય રેલવેની 2 નવી લાઈન અને એક મલ્ટિ-ટ્રેકિંગ પ્રૉજેક્ટને મંજૂરી આપી

આર્થિક મામલાની મંત્રીમંડળની સમિતિએ 6 હજાર 456 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી ભારતીય રેલવેની 2 નવી લાઈન અને એક મલ્ટિ-ટ્રેકિંગ પ્રૉજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રૉજેક્ટ યાત્રાને સરળ બનાવશે, ખર્ચ અને તેલ આયાતને ઘટાડશે. તેમ જ કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનને પણ ઘટાડશે. નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ માધ્યમોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્ચિની વૈષ્ણવે કહ્યું, 121 કિલોમીટરની જમશેદપૂર-પુરૂલિયા-આસનસોલની ત્રીજી લાઈન તેમ જ 37 કિલોમીટરની સારડેગા-ભાલુમુડા નવી ડબલ લાઈનને મંજૂરી આપવામાં આવી છે.