ઓગસ્ટ 8, 2024 8:19 પી એમ(PM) ઓગસ્ટ 8, 2024 8:19 પી એમ(PM)

views 18

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર MSME’નું ઉદઘાટન કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના 'સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર MSME'નું ઉદઘાટન કર્યુ. નવા કેન્દ્રનું ઉદઘાટન કરતાં મુખ્યમંત્રીએ સૂક્ષ્મ, લઘૂ અને મધ્યમ ઉદ્યોગોને અર્થતંત્રની કરોડરજ્જુ ગણાવી હતી. તેમણે દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે નાના અને મધ્યમ ઉદ્યોગોની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.. મુખ્યમંત્રીએ 'સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર MSME' ભારત અને અમેરિકાના ઔદ્યોગિક સંબંધોને વધુ મજબૂત બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વધુમાં મુખ્યમ...

ઓગસ્ટ 3, 2024 10:55 એ એમ (AM) ઓગસ્ટ 3, 2024 10:55 એ એમ (AM)

views 11

મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યની 54 નગરપાલિકાઓને અગ્નિશમન સાધનો અને વાહનો માટે રૂ.63 કરોડ ફાળવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં આકસ્મિક જરૂરી અગ્નિશમન વાહનો – સાધનો (ફાયર વ્હિકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટસ)ની ખરીદી માટે કુલ ૬૩ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. ગુજરાત દેશના વિકાસનું રોલમોડેલ સ્ટેટ છે અને તેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. એટલું જ નહીં, ફાયર સેફ્ટીની જરૂરિયાતો પણ વધી છે. આ સંદર્ભમાં પ્રજાકીય પ્રતિનિધિઓ અને સ્થાનિક અગ્રણીઓએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. જેનો સકારાત્મક પ્રતિસાદ આપતાં મુખ્યમ...

જુલાઇ 27, 2024 8:15 એ એમ (AM) જુલાઇ 27, 2024 8:15 એ એમ (AM)

views 19

ગુજરાત સરકાર અગ્નિવીરોને એસઆરપીમાં પ્રાથમિકતા આપશે : મુખ્યમંત્રી

ગુજરાત સરકાર ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી પોલીસ અને રાજ્ય અનામત પોલિસ દળ-એસઆરપીનીભરતીમાં પ્રાથમિકતા આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સોશિયલ મિડિયામાં એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી પોલીસ દળ અને રાજ્ય અનામત પોલીસ દળ-(એસઆરપીએફ)ની ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, અગ્નિપથ યોજના અને અગ્નિવીરોના મામલે વિપક્ષ દ્વારા જનતામાં ...

જુલાઇ 26, 2024 3:10 પી એમ(PM) જુલાઇ 26, 2024 3:10 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના કોબા ખાતે એક પેડ માં કે નામ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના કોબા ખાતે એક પેડ માં કે નામ અભિયાનનો પ્રારંભ કરાવ્યો.ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં અંદાજે 1500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીલ્લા કલેક્ટર, મેયર, ધારાસભ્યો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જુલાઇ 19, 2024 7:40 પી એમ(PM) જુલાઇ 19, 2024 7:40 પી એમ(PM)

views 12

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘ગુજરાત સેમિકનેક્ટ પરિષદ’નો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'ગુજરાત સેમિકનેક્ટ પરિષદ'નો પ્રારંભ કરાવ્યો છે.. આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ પરિષદ રાજ્યને સુદ્રઢ ઇકોસિસ્ટમ સાથેનું સેમિકન્ડક્ટર ઉત્પાદન કેન્દ્ર બનાવવાના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં એક મજબૂત પગલું સાબિત થશે..તેમણે વધુમાં કહ્યું કે, આ પરિષદ થકી સેમીકન્ડકટર ક્ષેત્રની વૈશ્વિક કંપનીઓ અને ગુજરાતની સ્થાનિક કંપનીઓ એક મંચ પર આવશે. જેના થકી સ્થાનિક પુરવઠા સાંકળ વધુ મજબૂત બનશે.

જુલાઇ 19, 2024 4:19 પી એમ(PM) જુલાઇ 19, 2024 4:19 પી એમ(PM)

views 9

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ગુજરાત સેમિકનેક્ટ પરિષદ’નો પ્રારંભ થયો

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'ગુજરાત સેમિકનેક્ટ પરિષદ'નો પ્રારંભ થયો છે. ગુજરાતના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા યોજાઇ રહેલી આ એક દિવસીય પરિષદમાં વિવિધ વિષયો અંગે આઠ સત્રો યોજાશે.. રાજ્યની સ્થાનિક કંપનીઓને સેમીકન્ડક્ટરની વૈશ્વિક કંપનીઓ સાથે જોડવા માટે આ પરિષદ યોજાઇ રહી છે. ઉદઘાટન સત્રને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ પરિષદ રાજ્યને સુદ્રઢ ઇકોસિસ્ટમ સાથેનું સેમિકન્ડક્ટર ઉત્પાદન કેન્દ્ર બનાવવાના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં એક મજબૂત પગલુ...

જુલાઇ 18, 2024 7:51 પી એમ(PM) જુલાઇ 18, 2024 7:51 પી એમ(PM)

views 10

રાજ્યમાં શ્રમિક બસેરા યોજનાની ૧૭ સાઇટોનું આજે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિભૂજન

રાજ્યમાં શ્રમિક બસેરા યોજનાની ૧૭ સાઇટોનું આજે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિભૂજન થયું,તેમજ શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી પટેલે બાંધકામ શ્રમિકો સહિતના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે આહાર, આરોગ્ય, આવાસ અને આર્થિક આધાર ઉપલબ્ધ કરાવીને તેમના જીવન ધોરણમાં ગુણાત્મક બદલાવ લાવવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી. આ પ્રસંગે તેમણે શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં પાંચ રૂપિયાના રાહત દરે અપાતાં પૌષ્ટિક ભોજન,પી.એમ. શ્રમયોગી માન ધન યોજનામાં વયસ્ક શ્રમિકોને...

જુલાઇ 18, 2024 7:38 પી એમ(PM) જુલાઇ 18, 2024 7:38 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી એ રાજ્યમાં ચાંદીપુરા વાઇરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓની સમીક્ષા બેઠક કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપુરા વાઇરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓની સમીક્ષા બેઠક કરી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના મહાનગરપાલિકાના કમિશનરો, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતવાર માહિતી મેળવી.. આ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોને ચાંદીપુરમ રોગથી ન ડરવાની અપીલ કરતાં જાણ...