ડિસેમ્બર 4, 2024 8:36 એ એમ (AM) ડિસેમ્બર 4, 2024 8:36 એ એમ (AM)

views 10

કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વિશ્વ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું

કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વિશ્વ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું છે. પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ માટે સ્મૃતિવનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભુજના આ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને 2024ના વર્ષની શરૂઆતમાં વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થ...

ડિસેમ્બર 2, 2024 10:40 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:40 એ એમ (AM)

views 13

ધારીને નગરપાલિકાનો દરજ્જો અપાયો

રાજ્યમાં હવે 160 નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે. અમરેલી જિલ્લાની ધારીને નગરપાલિકાની રચનાનો દરજ્જો અપાયા બાદ હવે 'ડ' વર્ગની વધુ એક નગરપાલિકા બનશે. રાજ્યમાં હાલ 'અ' વર્ગની 22, 'બ'ની 30, 'ક'ની 60 અને 'ડ'ની 47 મળીને કુલ 159 નગરપાલિકાઓ છે. સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જુવાનપુરા-સદાતપુરા ગામનો સમાવેશ કરી નગરપાલિકાની હદ વધારવાનો પણ નિર્ણય કરાયો છે. અત્યારે કુલ 159 નગરપાલિકાઓ કાર્યરત છે. હવે તેમાં ધારી નગરપાલિકાનો ઉમેરો થશે. આ નિર્ણયને કારણે ઈડર શહેરનો વિસ્તાર વ્યાપ હવે વધવાથી ટી.પી. સ્કીમ કે ડેવલોપમેન્ટ ...

નવેમ્બર 18, 2024 8:51 એ એમ (AM) નવેમ્બર 18, 2024 8:51 એ એમ (AM)

views 11

રાજ્યના 61 માર્ગોને રૂ. 2,995 કરોડના ખર્ચે પહોળા કરાશે

રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા 61 માર્ગોની પહોળાઈ વધારવા 2 હજાર 995 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન માટે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. રાજ્યના 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઇને ફોર લેન કરવા 1 હજાર 646.44 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જ્યારે  15 માર્ગોની 221.45 કિલોમીટર લંબાઇને 10 મીટર પહોળા કરવા 580 કર...

નવેમ્બર 16, 2024 10:27 એ એમ (AM) નવેમ્બર 16, 2024 10:27 એ એમ (AM)

views 29

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈના ચૂંટણી પ્રવાસે, એક જ દિવસમાં ચાર સભા સંબોધશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે જવા રવાના થયા છે. તેઓ એક જ દિવસમાં ચાર જનસભાઓ સંબોધશે. આજે સવારે તેઓ દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે 'ચાય પે ચર્ચા'માં સહભાગી થઈ તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે સંવાદ કરશે. ત્યારબાદ તેઓ બપોરે જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે. ત્યાર...

નવેમ્બર 8, 2024 11:56 એ એમ (AM) નવેમ્બર 8, 2024 11:56 એ એમ (AM)

views 9

11 મીએ મુખ્યમંત્રી હિંમતનગરથી એકસાથે 160 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. ૧૧ નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩,૩૩,૦૦૦થી વધુ ખેડૂતોએ ...

ઓક્ટોબર 19, 2024 10:40 એ એમ (AM) ઓક્ટોબર 19, 2024 10:40 એ એમ (AM)

views 12

અમદાવાદ ખાતે ‘ઈન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની 34મી વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ હતી

અમદાવાદ ખાતે 'ઈન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની 34મી વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ હતી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂષણ ગવઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં અંગદાન પ્રત્યે લોકજાગૃતિ કેળવવા ઉપર ભાર મૂકાયો હતો. 'અંગદાન થકી જીવનદાન'એજ સર્વશ્રેષ્ઠ દાન છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.. જ્યારે અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં લીગલ સિસ્ટમ અને લીગલ ફ્રેમવર્કની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનો મત સર્વોચ્ચ અદાલતના ન્યાયમ...

ઓક્ટોબર 15, 2024 11:10 એ એમ (AM) ઓક્ટોબર 15, 2024 11:10 એ એમ (AM)

views 12

પાક નુકસાન માટે સરવે કરાવવા અમરેલીના ધારાસભ્ય વેકરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેનાથી ખેતીપાકોને નુકશાનીની ભીતી છે. ત્યારે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોની નુકસાનીનો સર્વે કરીને તાત્કાલિક ધોરણે સહાયની ચૂકવણી કરવાની માંગણી કરી છે. અમરેલી અને જિલ્લામાં સતત વરસાદને કારણે ખેતીપાકોને વ્યાપક નુકશાન થયું હોવાનો પણ તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

ઓક્ટોબર 10, 2024 3:45 પી એમ(PM) ઓક્ટોબર 10, 2024 3:45 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને દેશના ઔદ્યોગિક નક્શે આગવું સ્થાન પામેલા ટાટા ગ્રુપના સ્વ. શ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને દેશના ઔદ્યોગિક નક્શે આગવું સ્થાન પામેલા ટાટા ગ્રુપના સ્વ. શ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.. સ્વ. રતન ટાટાનું ગઈ મોડી રાત્રે અવસાન થયું છે. સ્વર્ગસ્થનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે નેશનલ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ લેન, નરીમાન પોઈન્ટ, મુંબઈ ખાતે રાખવામા આવ્યો છે. મુખ્યમંત્રીએ મુંબઈ પહોંચીને સ્વ. રતન ટાટાના પાર્થિવ દેહના દર્શન કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

ઓક્ટોબર 7, 2024 9:21 એ એમ (AM) ઓક્ટોબર 7, 2024 9:21 એ એમ (AM)

views 9

રાજ્યના ૬૦,૨૪૫ કર્મીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે : ઋષિકેશ પટેલ

રાજ્ય સરકારનાં કર્મચારીઓને છઠ્ઠાને બદલે સાતમા પગારપંચ મુજબ ભથ્થાં આપવાનો અને 2005 પહેલાંનાં કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વય નિવૃત્તિ કે અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.  રાજ્ય સરકારનાં કર્મચારીઓની ઉચ્ચક બદલી દરમિયાન મુસાફરી ભથ્થું અને વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમાં પગાર પંચ પ્રમાણે આપવામાં આવશે. ગઈ કાલે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ...

ઓક્ટોબર 1, 2024 9:20 એ એમ (AM) ઓક્ટોબર 1, 2024 9:20 એ એમ (AM)

views 10

સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા નીરના વધામણાં કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા બંધ સંપૂર્ણ ભરાઈ જતાં નર્મદા નદીના નીરમાં વધામણાં કરવા આજે કેવડીયા જશે. આ કાર્યક્રમમાં તેમની સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ જોડાશે. બાદમાં  નર્મદા બંધના  10થી વધુ દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદી બે કાંઠે થશે. જેને લઈ ભરૂચ નર્મદા અને વડોદરાના 42 જેટલા ગામોને સાવચેત કરાયા છે. હાલ બંધની સપાટી 138.61 મીટરે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોસમનો અત્યાર સુધીનો 137 ટકા વરસાદ નોંધાયાના અહેવાલ છે. રાજ્યના ફરી એકવાર મેઘમહેર થતાં અનેક નદીઓની જળસપાટીમ...