માર્ચ 31, 2025 6:24 પી એમ(PM) માર્ચ 31, 2025 6:24 પી એમ(PM)

views 7

દેશના મધ્ય ભાગમાં આવેલા શક્તિશાળી ભૂકંપને પગલે મ્યાનમારમાં આજે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી

દેશના મધ્ય ભાગમાં આવેલા શક્તિશાળી ભૂકંપને પગલે મ્યાનમારમાં આજે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત કરતાં મ્યાનમારની રાજ્ય વહીવટી પરિષદના અધ્યક્ષ વરિષ્ઠ જનરલ મિન આંગ હ્લાઇંગે જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન શોકના ભાગરૂપે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. ઉપરાછાપરી આવેલા વિનાશક ભૂકંપથી મ્યાનમારમાં મૃત્યુઆંક બે હજાર 56ને વટાવી ગયો છે અને ત્રણ હજાર 900થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 270 લોકો લાપતા છે. મ્યાનમારના હવામાન અને જળવિજ્ઞાન વિભાગે અહેવાલ આપ્યો છે કે આજે સવાર સુધ...

માર્ચ 28, 2025 7:24 પી એમ(PM) માર્ચ 28, 2025 7:24 પી એમ(PM)

views 5

મ્યાનમાર અને બેંગકોકમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે અનેકના મોતની આશંકા

મ્યાનમારમાં આજે રિક્ટર સ્કેલ પર 7.7 અને 6.40 ની તીવ્રતાના બે પ્રચંડ ભૂકંપ પછી ઘણા લોકોના મોતની આશંકા છે. આ પ્રચંડ ભૂકંપ, જેનું કેન્દ્ર સગાઇંગ નજીક હતું, તેના કારણે દેશના માંડલેમાં પુલ ધરાશાયી થયો હતો, જે કથિત રીતે ઇરાવદી નદી અને ઘણી ઇમારતોમાં તૂટી પડ્યો હતો. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં લગભગ 900 કિમી દૂર પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોને તેમના ઘરોમાંથી બહાર નીકળવાની ફરજ પડી હતી. ભૂકંપની અસરને કારણે અનેક ઇમારતોમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. થાઇલેન્ડના પ્રધાનમંત્રી પે...

ફેબ્રુવારી 11, 2025 3:19 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 3:19 પી એમ(PM)

views 6

કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો

કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે સવારે 9:54 કલાકે પૂર્વ કચ્છના રાપર વિસ્તારમાં 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 27 કિલોમીટર દૂર હતું. ગઈ કાલે પણ રાપર પાસે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

જાન્યુઆરી 8, 2025 10:33 એ એમ (AM) જાન્યુઆરી 8, 2025 10:33 એ એમ (AM)

views 27

નેપાળ-તિબેટની સરહદે આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 126 થયો

નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને 126 થયો છે. ચીનના સત્તાવાર મીડિયાએ જણાવ્યું કે, ગઇકાલે આવેલા ભૂકંપમાં 190 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ એક નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળ સરહદ નજીક તિબેટના ઝિઝાંગમાં નોંધાયું છે. ભૂકંપના કારણે મોટાભાગના મૃત્યુ અને ઇજાઓ ઝિઝાંગ શહેરમાં થઈ છે. ઘણી ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. ડીંગરીના ચાંગસુઓ ટાઉનશીપના ટોંગલાઈ ગામમાં અનેક મકાનો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. ભૂકંપના કારણે બિહાર, પશ્ચિમ બંગા...

જાન્યુઆરી 7, 2025 10:00 એ એમ (AM) જાન્યુઆરી 7, 2025 10:00 એ એમ (AM)

views 10

ભારત અને નેપાળમાં 7.1ની તીવ્રતાની ભૂકંપના આંચકા અનૂભવાયા

હમણાં મળતા અહેવાલ પ્રમાણે ભારત અને નેપાળમાં 7.1ની તીવ્રતાની ભૂકંપના આંચકા અનૂભવાયા છે. નેપાળના લોબુચેથી 93 કિમી દૂર ભૂકંપને કેન્દ્ર બિંદુ હતુ. ભારતના દિલ્હી, યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળના આજે વહેલી સવારે લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે.

ડિસેમ્બર 6, 2024 2:23 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 2:23 પી એમ(PM)

views 6

ઈરાનના ખુઝેસ્તાનમાં આજે સવારે 5.6ની તીવ્રતાના ભૂકંપના કારણે ઓછામાં ઓછા 29 લોકો ઘાયલ થયાના અહેવાલ

ઈરાનના ખુઝેસ્તાનમાં આજે સવારે 5.6ની તીવ્રતાના ભૂકંપના કારણે ઓછામાં ઓછા 29 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. સ્થાનિક સમય મુજબ સવારે 7:32 વાગ્યે હાફ્ટકેલ કાઉન્ટીમાં કેન્દ્રબિંદુ ધરાવતો આ ભૂકંપ 10 કિમીની ઊંડાઈએ નોંધાયો છે. આ ભૂકંપને પરિણામે મસ્જેદ સોલેમેન કાઉન્ટીમાં તીવ્ર આંચકા અનુભવાયા હતા તેમજ પ્રાંતીય રાજધાની અહવાઝમાં પણ તેની અસર વર્તાઈ હતી. ખુઝેસ્તાનના ગવર્નર મોહમ્મદ રેઝા માવલીઝાદેહે જણાવ્યું છે કે, મસ્જેદ સોલેમાનમાં 296 મકાનોને ભૂકંપથી નુકસાન થયું છે. તેમણે ઉમેર્યું કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ...

નવેમ્બર 19, 2024 9:46 એ એમ (AM) નવેમ્બર 19, 2024 9:46 એ એમ (AM)

views 5

પૂર્વ કચ્છમાં ગઈકાલે મોડી રાતે ભૂકંપનો 4.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

પૂર્વ કચ્છમાં ગઈકાલે મોડી રાતે ભૂકંપનો 4.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ભૂસ્તર વિભાગના જણાવ્યા અનુસાર આ ભૂકંપનો આંચકો રાપરથી પશ્ચિમ દક્ષિણ દિશામાં 26 કિલોમીટરના અંતરે વાગડ વિસ્તારમાં નોંધાયો હતો. રાતે 8 વાગીને 18 મિનિટે નોંધાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા વધુ હોવાને કારણે વાગડ પંથકના ગામોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

ઓગસ્ટ 20, 2024 7:52 પી એમ(PM) ઓગસ્ટ 20, 2024 7:52 પી એમ(PM)

views 4

કશ્મીર ખીણમાં મંગળવારે ભૂકંપનાં સતત બે આંચકા અનુભવાયા

કશ્મીર ખીણમાં મંગળવારે ભૂકંપનાં સતત બે આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 અને 4.8 નોંધાઈ હતી. જોકે, આ ભૂકંપથી જાન-માલને નુકસાન થયાનાં કોઈ સમાચાર નથી. બંને ભૂકંપનાં કેન્દ્રબિંદુ બારામુલા જિલ્લામાં હતા. ઉલ્લેખનીય છે કે કાશ્મીર ખીણ ભૂકંપ સંભવિત ક્ષેત્રમાં સ્થિત છે. 8 ઓક્ટોબર 2005નાં રોજ 7.6ની તીવ્રતાના ભૂકંપથી 80 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા.

જુલાઇ 31, 2024 2:38 પી એમ(PM) જુલાઇ 31, 2024 2:38 પી એમ(PM)

views 4

જાપાનના ટોક્યોના મેટ્રોપોલિટન વિસ્તારમાં આજે સવારે 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

જાપાનના ટોક્યોના મેટ્રોપોલિટન વિસ્તારમાં આજે સવારે 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જાપાનની હવામાન સંસ્થાના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બિંદુ 120કિમીની ઊંડાઈએ નોંધાયું હતું. જોકે સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી ન હતી. ભૂકંપના આંચકાને કારણે કોઈ નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી